Cancers Switch Off Evade Treatment: કેન્સર એટલે કેન્સલ માનવામાં આવતું હતું. પરંતુ હવે મેડિકલ જગતે કેન્સર (Cancer)ને રોકવા અને ખાતમો કરવા માટેની ક્ષમતા મેળવી લીધી છે. જેનાથી મોટાભાગના કિસ્સામાં કેન્સરની સારવાર થઈ જાય છે. જોકે, કેન્સર થંભી ગયા બાદ પણ સતર્ક રહેવાની જરૂર પડે છે, નહીંતર ઉથલો મારી શકે છે. નવી શોધમાં જાણવા મળ્યું છે કે, ઘણી વખત સારવાર (Treatment)થી બચવા માટે કેન્સરના સેલ (Cells) અમુક દિવસો સુધી શરીરમાં ફેલાવાનું બંધ કરી દે છે. આ દરમિયાન સ્ટ્રોંગ દવાઓ સામે તેની પ્રતિરોધક ક્ષમતા મજબૂત થયા બાદ સેલ્સ વધુ સ્ટ્રોંગ થઈને શરીરમાં ફેલાવા લાગે છે. ખ્યાતનામ કેન્સર સેલ જર્નલમાં પ્રકાશિત શોધમાં આ જાણકારી આપવામાં આવી હતી.
શોધ મુજબ, કોઈ કેન્સરગ્રસ્ત વ્યક્તિ પર અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે. વિવિધ ટ્રિટમેન્ટ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કેન્સરના સેલ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે અમુક દિવસો સુધી ફેલાવવાનું બંધ કરી દે છે. જેથી ડોક્ટરને કેન્સર આગળ વધતું અટકી ગયું હોય અને કેન્સર નિયંત્રણમાં હોવાનું લાગે છે. પરંતુ હકીકતમાં આવું નથી હોતું. સારવાર બંધ થઈ જાય ત્યારે કેન્સરના સેલ તે દવાઓ અને ટ્રીટમેન્ટ સામે લડવાની ઇમ્યુનિટી તૈયાર કરી દે છે. આ ઇમ્યુનિટી કામ કરવાનું શરૂ કરે ત્યારે કેન્સરના સેલ ફરીથી સ્ટ્રોંગ હુમલો કરે છે.
કેન્સર સેલ જર્નલમાં પ્રકાશિત અધ્યયનમાં આ વાત સામે આવી છે. નવી શોધ મુજબ તમામ કેન્સરને બે શ્રેણીમાં રાખી શકાય છે. કેન્સરને એકબીજા સાથે લિંક કરવામાં આવે ત્યારે કેન્સરના સેલમાં આસોસીએટેડ પ્રોટીન એટલે કે યેપ (YAP) મળી આવે છે, ઘણી વખત મળતું નથી. જેથી તમામ કેન્સર સેલ્સ યેપ ઓન કેટેગરીમાં હોય અથવા યેન ઓફ કેટેગરીમાં હોય છે.
આ શોધના કારણે તબીબોને કેન્સરની સારવારમાં ઘણો ફાયદો મળી શકે છે. આ શોધમાં કેન્સરના લક્ષણને નજરમાં રાખીને બે કેટેગરી સામે મૂકવામાં આવી છે. જેની મદદથી કેન્સરની સારવારમાં ઘણી મદદ મળી શકે છે. આટલું જ નહીં, એક સરખા લક્ષણ, તેની સારવાર અને અસરનું આકલન તેમજ નવી શોધથી પણ ખૂબ સરળતા મળી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર