બાળકોની ઈમ્યુનિટી વધશે, સેલિબ્રિટી ડાયટિશિયન રૂજુતા દિવેકરની વિશેષ ટીપ્સને અનુસરો

બાળકોની ઈમ્યુનિટી વધારવા માટે દેશી ફૂડ્સ આપો (તસવીર - shutterstock)

ત્રીજી લહેર આવવાની ચર્ચા ચાલી રહી છે અને જે બાળકો માટે ખૂબ જ જોખમી હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં, બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરવી જરૂરી

 • Share this:
  નવી દિલ્હી : કોઈપણ વાયરસ અને રોગથી બચવા માટે, સૌથી મહત્વપૂર્ણ બાબત છે રોગપ્રતિકારક શક્તિ (Immunity) હોવી. કોરોનાના આ યુગમાં, જ્યારે તેની ત્રીજી લહેર આવવાની ચર્ચા ચાલી રહી છે અને જે બાળકો માટે ખૂબ જ જોખમી હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં, બાળકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, કેટલીક વસ્તુઓનો તેમના આહારમાં સમાવેશ કરવો જરૂરી છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન રૂજુતા દિવેકરે તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે ન્યુટ્રિશનિસ્ટ સૌમ્યા સાથે બાળકોની ઈમ્યુનિટી વધારવાવાળા ખોરાક વિશે વાત કરી હતી. ઉપરાંત, દેશી આહારની મદદથી બાળકોની પ્રતિરક્ષા કેવી રીતે વધારવી તે વિશે જાણીાવ્યું છે.

  મુરબ્બો-અથાણું-ચટણી

  આંબળા, લીંબુ, કરોંદા જેવી ચીજોનો ઉપયોગ બાળકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે કરી શકાય છે. બાળકોના આહારમાં આ વસ્તુઓ શામેલ કરવા માટે તમે મુરબ્બો, અથાણું અને ચટણીના રૂપમાં તમે ખવડાવી શકો છો. બાળકો માત્ર તેમના ખાટા-મીઠા સ્વાદને જ પસંદ કરશે નહીં, સાથે સાથે બાળકોની એનર્જી અને ઈમ્યુનિટી પણ મજબૂત હશે.

  આ પણ વાંચો - નિયમિત કોફીનું સેવન કરવાથી માંસપેશીઓ પરનો કંટ્રોલ ઓછો થાય છે

  સિઝનેબલ ફળ અને શાકભાજી

  બાળકોની ઈમ્યુનિટી કોઈ ટેબલેટથી સારી બનાવવા કરતા ફળો અને શાકભાજી દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવી તે વધુ સારું છે. ઉનાળાની સિઝનમાં જામફળ, કેરી, આમળા અને જેકફ્રૂટ જેવી વસ્તુઓ સરળતાથી મળી રહે છે. આને બાળકોના આહારમાં શામેલ કરવું જોઈએ. આનાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ મજબૂત બનતી નથી, પરંતુ તેમના ગ્રોથ અને બેલેન્સને પણ મજબૂત બનાવે છે.

  આ પણ વાંચોઉનાળામાં ત્વચાની સંભાળ માટે મીઠાનો આવી રીતે કરો ઉપયોગ, તકલીફોમાંથી મળશે છુટકારો

  સાંજે આવો નાસ્તો આપો

  બાળકો સાંજ થતા-થતા ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં બાળકોને મેગી, પાસ્તા, બર્ગર ખવડાવવાને બદલે, તેમને ઘી-ગોળ સાથે રોટલી, હલવો, ચણાના લોટના લાડવા અથવા રાજગરાના લાડુ ઘી અને ગોળ સાથે આપવા વધુ સારું છે. સાંજનો સમયે જ્યારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોન્સનું સ્તર ઓછું હોય છે. તેથી, તેમને થોડી ઉર્જા આપવા અને તેમના મૂડને સારો બનાવવા માટે આ વસ્તુઓને આહારમાં શામેલ કરો.

  આહારમાં ચોખા શામેલ કરો

  બાળકોમાં રોગપ્રતિકારક શક્તિની સાથે ઉર્જાના સ્તરમાં વધારો કરવા, બાળકોના આહારમાં ચોખા શામેલ કરો. જો શક્ય હોય તો, દહીં સાથે ચોખા ખાવા આપો, જેમાં સીંધા મીઠું ઉમેરવું વધુ સારું રહેશે. આ સાથે બાળકોને દાળ અને ઘી સાથે ભાત ખાવા દો. એમિનો એસિડથી ભરપૂર ચોખા એ વિટામિન બીનો સારો સ્રોત પણ છે, જે બાળકોમાં ચીડિયાપણું ઘટાડવામાં પણ મદદ કરે છે.
  Published by:kiran mehta
  First published: