ત્વચા હંમેશા સ્વસ્થ અને ચમકતી રાખવી છે? આ વિટામીનને ડાયેટમાં સામેલ કરો

ત્વચા હંમેશા સ્વસ્થ અને ચમકતી રાખવી છે? આ વિટામીનને ડાયેટમાં સામેલ કરો (Image-Shutterstock)

health news - હેલ્ધી ત્વચા માટે હેલ્ધી ડાયટનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે

  • Share this:
Benefits of Vitamins For Healthy Skin: હેલ્ધી સ્કીન માટે હેલ્ધી ડાયેટ ખૂબ (Healthy diet)જ જરૂરી છે. આપણે જે પણ ખાઈએ છીએ, તેની અસર આપણા ચહેરા પર જોવા મળે છે. ચહેરો જોઈને ખ્યાલ આવે છે, કે તમે હેલ્ધી ડાયેટ (Diet) લો છો કે નહીં. જો તમે પ્રાકૃતિક રીતે ત્વચાને હેલ્ધી બનાવવા માંગો છો, તો તમારે તમારી ડાયટ પર ધ્યાન આપવાનું રહેશે. હેલ્થલાઈન અનુસાર ત્વચા શરીરનું મહત્વનું અંગ હોય છે. હેલ્ધી ત્વચા માટે હેલ્ધી ડાયટનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. નિષ્ણાંતોના મત અનુસાર ત્વચાની સમસ્યા દૂર કરવા માટે યૂવી કિરણો (UV Rays)થી બચવું ખૂબ જ જરૂરી છે, પરંતુ તેની સાથે સૂરજના કિરણો ત્વચામાં વિટામીન ડી (Vitamin D)નું નિર્માણ કરવા માટે સહાયક છે. સવારે 10 થી 15 મિનિટ સુધી તડકો લેવો જરૂરી છે. ત્વચા માટે કયા કયા વિટામીન જરૂરી છે અને તે વિટામીનના શું ફાયદા છે, તે અહીંયા જણાવવામાં આવ્યું છે.

ત્વચાને હેલ્ધી રાખવા માટે ડાયટમાં કયા વિટામીન સામેલ કરવા જોઈએ

વિટામીન ડી ના ફાયદા

વિટામીન ડી (Vitamin D)થી ત્વચા પર સોજાની અને ઈરિટેશનની સમસ્યા દૂર થઈ શકે છે. નવા સ્કિન સેલ્સના નિર્માણ માટે વિટામીન ડી ખૂબ જ જરૂરી પોષકતત્વ છે. તે માટે સેલમન ફિશ, અખરોટ, ટૂના જેવા વિટામીન ડી યુક્ત ભોજન તમારી ડાયેટમાં શામેલ કરવાથી ત્વચાની સમસ્યા દૂર થાય છે. તે ઉપરાંત રોજ 10 મિનિટ તડકાનું સેવન કરવું જરૂરી છે.

વિટામીન ઈ ના ફાયદા

ત્વચાને તડકાના હાનિકારક કિરણોથી બચાવવા માટે વિટામીન ઈ (Vitamin E) ખૂબ જ જરૂરી છે. વિટામીન ઈ ત્વચાને પોલ્યુશનના કારણે થતા નુકસાનથી બચાવે છે. વિટામીન ઈમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટ્સ ત્વચાને સ્વસ્થ રાખે છે અને એજિંગની પ્રક્રિયાને ધીમી કરે છે. ડાયેટમાં ડ્રાયફ્રુટ્સ, સીડ્સ, સૂરજમુખીનું તેલ, પાલક અને કોર્ન સામેલ કરવાથી શરીરમાં વિટામીન ઈ ની આપૂર્તિ થાય છે.

આ પણ વાંચો - ખુલ્લા પગે ચાલવાથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશર સહિતની બીમારી રહે છે દૂર, થાય છે આટલા ફાયદા

વિટામીન સી ના ફાયદા

વિટામીન સી (Vitamin C) ત્વચાનું યૂવી કિરણોના સાઈડ ઈફેક્ટથી રક્ષણ કરે છે. વિટામીન સી ત્વચાને પિગમેન્ટેશનથી બચાવે છે અને એજિંગ દૂર કરે છે. લીંબુ અને સંતરામાં ભરપૂર પ્રમાણમાં વિટામીન સી રહેલું છે. તમે ત્વચાને હેલ્ધી રાખવા માટે વિટામીન સી યુક્ત સીરમનો ઉપયોગ કરી શકો છે. જેના કારણે ત્વચા પર ગ્લો આવે છે અને ત્વચા લચીલી રહે છે.

વિટામીન એ ના ફાયદા

જો તમે નિયમિતરૂપે વિટામીન એ (Vitamin A) યુક્ત ભોજન કરવાથી આંખોને ખૂબ જ ફાયદો થાય છે અને ત્વચામાં નિખાર આવે છે. વિટામીન એ મેળવવા માટે તમે ડાયેટમાં માંસ, માછલી, ઈંડા, ગાજર, કોળાને સામેલ કરી શકો છો.

વિટામીન બી ના ફાયદા

ડાયેટમાં વિટામીન બી (Vitamin B) સામેલ કરવાથી અનેક મુશ્કેલીથી રાહત મળી શકે છે. વિટામીન બી યુક્ત ભોજનનું સેવન કરવાથી પેટ સાફ રહે છે, વાળ અને ત્વચા પર ચમક આવે છે. ઈંડા, અલગ અલગ પ્રકારના બેરીજ, એવોકાડો, સી ફૂડનું સેવન કરવાથી શરીરમાં વિટામીન બી ની આપૂર્તિ થાય છે.

વિટામીન કે ના ફાયદા

જો ત્વચા પર ડાર્ક સ્પોટ, અંડર આઈ સર્કલ અથવા સર્જરીના નિશાન છે, તો તે દૂર કરવા માટે વિટામીન કે (Vitamin K) ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. ડાયટમાં પાલક, લેટ્સ, કોબિજ જેવા શાકભાજીને સામેલ કરવાથી શરીરમાં વિટામીન કે ની આપૂર્તિ થાય છે.
First published: