એક કપ બદામ મિલ્ક રાખશે તમને અનેક બીમારીઓથી દૂર, જાણો તેના અનેક ફાયદાઓ

એક કપ બદામ મિલ્ક રાખશે તમને અનેક બીમારીઓથી દૂર, જાણો તેના અનેક ફાયદાઓ

  • Share this:
Benefits Of Almond Milk :બદામથી બનેલ દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તે પોષકતત્વોથી ભરપૂર હોય છે અને લો કેલેરી ડ્રિંક છે જે હાલ હેલ્થ પ્રેમીઓમાં ખૂબ પ્રચલિત થઇ રહ્યું છે. બદામમાં રહેલ કેલ્શિયમ, મેગ્નશિયમ, મેગ્નિઝ, વિટામિન કે, વિટામિન ઇ, પ્રોટીન, ઝિંક અને કોપર શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. હેલ્થલાઇન અનુસાર આ તમામ પોષક તત્વ શરીરને તો હેલ્થી રાખશે જ સાથે જ સ્કિન અને વાળ માટે પણ ઘણા ફાયદાકારક છે. જે લોકોને ગાયનું દૂધ પીવામાં સમસ્યા છે તેમના માટે બદામ મિલ્ક એક સારો વિકલ્પ છે. તેને બનાવવા માટે તમે એક ગ્લાસ પાણી લો અને તેમાં થોડી બદામ નાખો. હવે તેને ગ્રાઇન્ડરમાં મિક્સ કરી લો. તે દેખાવમાં બિલકુલ દૂધ જેવું જ લાગશે. તમે ઇચ્છો તો તેને ગાળીને પી શકો છો. તેમાં ગાયના દૂધની સરખામણીએ કેલેરી ખૂબ ઓછી હોય છે. તો આવો જાણીએ બદામ મિલ્ક પીવાથી થતા ફાયદાઓ વિશે.

1. વજન ઘટાડે છેસામાન્ય રીતે લોકોનું માનવું છે કે બદામમાં હાઇ કેલેરી હોય છે પણ તેને જો આ રીતે ઉપયોગમાં લેવામાં આવે તો આ એક લો કેલેરી ડ્રિંક બની જાય છે. તેવામાં જે લોકો લો ફેટ ફૂડ ખાવા માંગે છે તે આ દૂધનો ઉપયોગ કરી શકે છે. અન્ય દૂધની સરખામણીએ તેમાં 80 ટકા સુધી ઓછી કેલેરી હોય છે.

2. ઓછી શુગર

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમે સામાન્ય દૂધની સરખામણીએ બદામના દૂધનું સેવન કરો. તેમાં શુગર કન્ટેન્ટ ખૂબ ઓછો છે અને ફાઇબર ભરપૂર માત્રામાં છે.

3. વિટામિન ઇથી ભરપૂર

જો તમે રોજ બદામ મિલ્કનું સેવન કરો છો તો તે દિવસ માટે જરૂરી 20થી 50 ટકા વિટામિન ઇની જરૂરીયાત પૂરી કરી શકે છે. વિટામિન ઇથી ભરપૂર હોવાથી તે એક સારા એન્ટીઓક્સિડેન્ટની જેમ કામ કરે છે અને સ્ટ્રેસ, ઇંફ્લામેશન વગેરે દૂર કરે છે.

4. કેલ્શિયમથી ભરપૂર

એક કપ બદામ મિલ્ક જો તમે રોજ લો છો તો તે તમારા રોજના કેલ્શિયમ ટેકની 20થી 45 ટકા જરૂરીયાત પૂરી કરી શકે છે, જે તમારા હાર્ટ, બોન્સ, નર્વ વગેરેને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે.

5. વિટામિન ડીથી ભરપૂર

હાર્ટ ફંક્શન, બોન હેલ્થ અને ઇમ્યૂનિટીને મજબૂત રાખવા માટે બોડીને વિટામિન ડીની જરૂરીયાત પડે છે, જેનો સૌથી મોટો સ્ત્રોત સૂર્ય માનવામાં આવે છે. તેવામાં બદામ મિલ્ક એક સારો વિકલ્પ બની શકે છે.

6. લેક્ટોઝ ફ્રી

જે લોકોને લેક્ટોઝ ઇનટોલેરન્સની સમસ્યા છે તેમના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. વિશ્વભરમાં કરોડો લોકો એવા છે જેને લેક્ટોઝ ઇનટોલેરન્સની સમસ્યા હોય છે અને વિકલ્પ તરીકે સોયામિલ્કનું સેવન કરે છે. પરંતુ જે લોકોને સોયામિલ્કથી એલર્જી છે તેમના માટે બદામ મિલ્ક એક સારો વિકલ્પ છે. તેને તમે ઘરે બનાવીને પણ પી શકો છો.
Published by:kuldipsinh barot
First published:June 15, 2021, 19:36 pm

ટૉપ ન્યૂઝ