કાળા મરી સાથે કરો સાકરનો ઉપયોગ, તન અને મનને રાખશે તંદુરસ્ત

કાળા મરી સાથે કરો સાકરનો ઉપયોગ, તન અને મનને રાખશે તંદુરસ્ત
કાળામરી અને સાકર (ફાઈલ ફોટો)

બ્લેક પેપરમાં વિટામિન સી, બીટા કેરોટીન, એન્ટી ઓક્સીડેન્ટ, વિટામિન બી, સેલેનિયમ હોય છે. જ્યારે...

  • Share this:
મીશ્રી(સાકર) ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આવી જ રીતે કાળા મરી એટલે કે બ્લેક પેપર પણ શરીર માટે ફળદાયી છે. જોકે, મીશ્રી અને બ્લેક પેપરને એક સાથે ખાવાથી તબિયતને ગજબનો ફાયદો થાય છે. બ્લેક પેપરમાં વિટામિન સી, બીટા કેરોટીન, એન્ટી ઓક્સીડેન્ટ, વિટામિન બી, સેલેનિયમ હોય છે. જ્યારે મિશ્રિમાં b12, ફાયબર, એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે. આવી સ્થિતિમાં જ્યારે આ બંનેનું સેવન એકસાથે કરવામાં આવે તો શરીરમાં તે અનેક રીતે ગુણકારી નીવડે છે. તો ચાલો જાણીએ આ મિશ્રણના સેવનથી થતા ફાયદા અંગે..

પાચન ક્રિયા માટે સારું



સામાન્ય રીતે પાચન ક્રિયાને સારું રાખવા મીશ્રી સાથે વરિયાળી ખાવામાં આવે છે. પરંતુ જો તમારા પેટમાં ગેસ, કબજિયાત અને અપચાની સમસ્યા, સોજો અથવા પેટ ફૂલી જવાની સમસ્યા હોય તો કાળા મરી સાથે મિશ્રિનું સેવન કરો. પાચન ક્રિયા સાથે જોડાયેલી તમામ સમસ્યાનું નિવારણ આવી જશે.

મગજ માટે ફાયદાકારક

જો કોઈ માનસિક તાણ અનુભવે, યાદશક્તિ ઓછી હોય તો કાળા મરી સાથે મિશ્રિનું સેવન કરવું જોઈએ. આના સેવનથી માનસિક થાક દૂર થશે. યાદશક્તિ વધશે. આ બંનેના સેવનથી ઊંઘને લાગતી સમસ્યાઓ પણ દૂર થશે. મગજને તરોતાજા રાખવા માટે આ મિશ્રણનો ઉપયોગ કરો.

આ પણ વાંચોOMG! રામપુરમાં અચાનક ઝાડ પરથી થવા લાગ્યો 200 અને 500ની નોટો વરસાદ, લોકોએ ચલાવી લૂંટ

વજન ઓછું કરવા

બ્લેક પેપરને જો મીશ્રી સાથે ખાવામાં આવે તો તે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે. બ્લેક પેપરની ઉપરની પરત પર ફાઈટોન્યુટ્રીએન્ટ્સ હોય છે. જેનાથી ચરબીના કોષોનો ખાત્મો થાય છે. આ મિશ્રણ પેટને સ્વસ્થ રાખવા અને ભૂખને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. જો આવી સ્થિતિમાં તમે વજન ઓછું કરવાની ઈચ્છા રાખતા હોવ તો બ્લેક પેપર સાથે મિશ્રિનું મિશ્રણ કરી સેવન કરી શકો છો.

ગળાને લાગતી સમસ્યા નિવારે

બ્લેક પેપર ગાળામાં ગળફાને બહાર કાઢવાનું કામ ખુબ સરળતાથી કરશે. કાળા મરીના પાવડર સાથે મીશ્રી અને ઘીના કેટલાક ટીપાં નાખીને ખાવાથી તમને ગાળામાં આરામ મળશે. જે ઉધરસની સમસ્યામાં પણ તરત રાહત આપશે.

આ પણ વાંચોLive Video: લોકો દેખતા રહ્યા ને યુવતીએ લગાવી તળાવમાં છલાંગ, બહેનને તડપતી જોઈ ભાઈ પણ કુદ્યો, અને પછી...

શરીર અને મગજને ઉર્જા આપે

કાળા મરી અને મીશ્રીનું મિશ્રણ લેવાથી તણાવ ઓછો થાય છે. શરીરને તાત્કાલિક શક્તિ પણ મળે છે. તે શારીરિક અને માનસિક થાકને ઘટાડી શકે છે.

(Disclaimer: આ લેખમાં આપેલી વિગતો અને સૂચનો સામાન્ય જ્ઞાન ઉપર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞની સલાહ લો.)
Published by:News18 Gujarati
First published:May 18, 2021, 20:56 pm

ટૉપ ન્યૂઝ