ડુંગળી ખાતા પહેલા કરી લો આ કામ, થશે ગજબના ફાયદા

Image-shutterstock.com

ઉનાળા દરમિયાન લૂથી બચવા માટે લોકો ડુંગળીનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત સલાડમાં ડુંગળી ખાવાનું લોકો પસંદ કરે છે

  • Share this:
ઉનાળા દરમિયાન લૂથી બચવા માટે લોકો ડુંગળીનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત સલાડમાં ડુંગળી ખાવાનું લોકો પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે ડુંગળીમાં વિનેગર મિશ્રિત કરી દેવામાં આવે તો આરોગ્ય માટે વધુ ફાયદો થઈ શકે છે. વિનેગર સાથે ડુંગળીનો પ્રયોગ મોટાભાગે સલાડના રૂપમાં કરવામાં આવે છે. વિનેગર સાથે ડુંગળી ખાવાથી ઉનાળામાં પેટને આરામ મળે છે. કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. આ વસ્તુને ઘરે બનાવવી ખુબ સરળ છે. તો ચાલો વિનેગરવાળી ડુંગળી ઘરે કઈ રીતે બનાવી શકાય અને તેના શું ફાયદા છે? તે અંગે જાણીએ.

આવી રીતે બનાવો વિનેગરવાળી ડુંગળી

ઘરે વિનેગર વાળી ડુંગળી બનાવવા માટે નાની-નાની ડુંગળીઓ લો. તેના ચાર કટકા કરી દો. પણ તેને અલગ-અલગ ન કરો, નહીંતર વિનેગરમાં તે વિખેરાઈ જશે. ત્યારબાદ કાચના એક જારમાં અડધું બાઉલ સફેદ વિનેગર કે એક ચમચી એપલ સાઇડર વિનેગર અને પાણી લો. તમે આમાં લીલું અથવા લાલ મરચું પણ નાંખી શકો છો. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાંખી હલાવી લો. જારને 3થી 4 દિવસ રૂમ ટેમ્પરેચરમાં રાખો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. ચાર દિવસ પછી તેને ફ્રિજમાં રાખો. ડુંગળી લાલ રંગની થવા લાગે એટલે તે ખાવા લાયક છે તેમ સમજો.

આ પણ વાંચો - વીકએન્ડમાં ક્યાંય જવાનું વિચારી રહ્યાં છો? તો નર્મદા જિલ્લાનાં આ બે ધોધ છે બેસ્ટ ઓપ્શન

વિનેગરવાળી ડુંગળી ખાવાના ફાયદા

- સામાન્ય રીતે ડુંગળી ખાવાના અનેક ફાયદા છે. પરંતુ જો તેને વિનેગર સાથે ભેળવી દેવામાં આવે તો ફાયદાઓની સંખ્યા વધી જાય છે.

- વિનેગરવાળી ડુંગળી ખાવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ જાય છે.

- મગજ તેજ થઇ જાય છે.

- યુરિનમાં થયેલ ઇન્ફેક્શનમાં રાહત મળે છે.

- વિનેગરવાળી ડુંગળી ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે.

- અનિયમિત પિરિયડના મામલે પણ વિનેગરવળી ડુંગળી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

- કેલરી બર્ન કરવા, વજન ઓછું કરવા, સારી ઊંઘ મેળવવા માટે પણ વિનેગર વાળી ડુંગળી ફાયદાકારક નીવડે છે.

- બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હૃદય તંદુરસ્ત રહે છે.

- ડાયાબિટીસના દર્દીઓ વિનેગર વાળી ડુંગળી ખાય તો રાહત મળે છે.

- મગજને શાંત કરવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા પણ વિનેગર વાળી ડુંગળી મદદરૂપ નીવડે છે.

- ફેફસાને પણ વિનેગર વાળી ડુંગળી હેલ્ધી રાખે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત આ તજજ્ઞનો સંપર્ક કરો)
First published: