આંખો વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. જો કેટલીક કલાકો સુધી આંખો બંધ કરી દેવામાં આવે તો જ આંખોનું મહત્વ સમજી શકાય છે. શરીરના તમામ મહત્વપૂર્ણ અંગોમાં આંખો પણ સ્થાન ધરાવે છે. આંખોના કારણે આપણે આપણી આજુબાજુની દુનિયા જોઈ શકીએ છીએ. આંખો ખૂબ નાજુક અંગ છે, જેથી આપણે તેની જાળવણી કરવી જોઈએ. આમ તો પ્રદૂષણયુક્ત પર્યાવરણ ઘણા સમયથી આપણી આંખોને નુકશાન પહોંચાડી રહ્યું છે. આવી સ્થિતિમાં કેટલીક આદતો એવી છે, જે જીવનશૈલીમાં સામેલ કરવી જરૂરી બની ગઈ છે. આંખોના યોગ્ય દેખભાળ, નુકસાનથી બચવા માટે કઈ આદતો આપણે બદલવી જોઇએ? તે અંગે અહીં વિગતો આપવામાં આવી છે
કલાકો સુધી કોમ્પ્યુટર અને મોબાઈલ સામે જોવું
સતત કોમ્પ્યુટર અને મોબાઈલ પર એકી ટસે જોઈને કામ કરી રહ્યા હોવ તો, તમારી આંખોને નુકસાન થઇ શકે છે. સ્ક્રીનમાંથી નીકળતી અલગ અલગ કલરની લાઈટ આંખો માટે હાનિકારક હોય છે. જો તમારે કામ કરવું હોય તો વચ્ચે વચ્ચે બ્રેક લઈને કામ કરો અને દૂર સુધી નજર દોડાવો, જેથી આંખોને આરામ મળશે.
મેક અપ કાઢ્યા વગર સૂવું
ઘણી વખત થાકના કારણે આંખોનું મેકઅપ કાઢવામાં આળસ આવે છે. મહિલાઓ આંખોમાંથી મેકઅપ હટાવ્યા વગર જ સૂઇ જાય છે. આ મેકઅપ તમારી આંખોની પાંપણોને ખરાબ કરી શકે છે. સંક્રમણ પણ લાગી શકે છે.
જો તમે તે જ તડકામાં સન ગ્લાસીસ પહેર્યા વગર જ ફરતા હોવ તો, સુરજમાંથી નીકળતા પારજાંબલી કિરણો તમારી આંખોને નુકસાન કરી શકે છે. જેથી જ્યારે પણ તડકામાં નીકળો ત્યારે સારી ક્વોલિટીના સન ગ્લાસીસ પહેરીને નીકળો. આ સન ગ્લાસીસ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પ્રોટેક્ટ કરી શકે તેવા હોવા જોઈએ. જેનાથી આંખોમાં સમસ્યાઓ થશે નહીં.
જ્યારે આપણે સુઈને ઊઠ્યા છીએ અને આંખોમાં ધૂળ જાય છે. આવી સ્થિતિમાં આપણે આંખોને જોર જોરથી ચોળવા લાગીએ છીએ. આવું કરવાથી થોડોક આરામ તો મળે છે, પરંતુ આંખની અંદર અને બહારની સ્કિનને નુકસાન થાય છે. આપણી આંખોની આસપાસની ત્વચા ખૂબ નાજુક હોય છે. જેને ચોળવાથી ડેમેજ થઈ શકે છે. એટલું જ નહીં, ચેપ લાગવાનો ખતરો પણ વધી જાય છે.
" isDesktop="true" id="1111716" >
કોન્ટેકટ લેન્સમાં બેદરકારી
ઘણા લોકો ચશ્માના સ્થાને કોન્ટેક લેન્સ પહેરતા હોય છે. અલબત્ત, કોન્ટેક લેન્સ પહેરતી વખતે સ્વચ્છતાને નજર અંદાજ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આંખમાં સંક્રમણ પણ લાગી શકે છે. ઘણા લોકો રાત્રે કે દિવસે આંખમાંથી લેન્સ કાઢ્યા વગર જ સૂઇ જાય છે. જે ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી આંખોની રોશની નબળી પડે છે. આવું કરવાથી આંખોના કોર્નિયા સુધી ઓક્સિજન પહોંચતું નથી. આંખો ઉપર વધુ પડતું દબાણ પડવાથી પણ નુકસાન થઈ શકે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ18 તેની પૃષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સબંધીત તજજ્ઞનો સંપર્ક કરો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર