એનીમિયાના રોગથી પીડાતા લોકો ડાયટમાં જરૂર સામેલ કરે આ વસ્તુઓ, મળશે ભરપૂર આયર્ન

પ્રતિકાત્મક તસવીર

આપણી બેદરકારી અને અન હેલ્થી ખોરાક ઘણી વખત આપણને નવા રોગના મુખમાં ધકેલી દે છે. આ રોગોનો સમયસર ઇલાજ કરવામાં ન આવે તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે

  • Share this:
નવી દિલ્હી : આપણી બેદરકારી અને અન હેલ્થી ખોરાક ઘણી વખત આપણને નવા રોગના મુખમાં ધકેલી દે છે. આ રોગોનો સમયસર ઇલાજ કરવામાં ન આવે તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આવો જ એક રોગ છે એનીમિયા. જેનાથી પીડાતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જે એક ચિંતાનો વિષય બની શકે છે. આ રોગ પુરૂષોની તુલનાએ મહિલાઓમાં વધુ થાય છે. શરીરમાં આયરનની ઉણપના કારણે એનીમિયા થવાનો ખતરો વધી જાય છે. એક વખત એનીમિયા થયા બાદ વ્યક્તિ અન્ય ઘણી બિમારીઓના સકંજામાં સરળતાથી આવી જાય છે. એનીમિયામાં શરીરમાં પર્યાપ્ત રેડ બ્લડ સેલ્સની કમી થવા લાગે છે, જે બાદ બ્લડ જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન લઇ નથી શકતું. એનીમિયાથી રાહત મેળવવા માટે હેલ્થી ડાયટનું સેવન કરવું ખૂબ જરૂરી છે. તમે તમારી ખોરાકની આદતોમાં બદલાવ લાવીને પણ એનીમિયાથી રાહત મેળવી શકો છો.

રોગના લક્ષણો

એનીમિયાના કારણે શરીરમાં થાક લાગે છે. સાથે જ નબળાઇ, હ્યદયના ધબકારા અનિયમિત થવા, ચક્કર આવવા, વારંવાર હાથ-પગ ઠંડા પડી જવા, છાતી અને માથામાં સતત દુખાવો એનીમિયાના મુખ્ય લક્ષણો છે. તો હવે આપને જણાવીએ આ રોગથી રાહત મેળવવા તમારે કેવું ડાયટ લેવું જોઇએ.

માંસ અને માછલી

એનીમિયાની સમસ્યાથી રાહત મેળવવા માટે માંસ અને માછલીને તમારા ડાયટમાં જરૂર સામેલ કરો. તે તમને એનીમિયા જેવી ઘણી ગંભીર બિમારીઓ સામે લડવાની તાકત આપશે. સાથે જ શરીરમાં આયરન અને બ્લડની કમીને પૂરી કરશે. આપને જણાવી દઇએ કે માછલી અને ચિકન પ્રોટીનનો એક મોટો સ્ત્રોત છે. જો તમે નોન-વેજીટેરિયન છો તો તમે માંસ અને માછલીને સરળતાથી તમારા ડાયટમાં સામેલ કરી શકશો.

નટ્સ અને બીજ

એનીમિયાની સમસ્યાથી પરેશાન લોકોએ નટ્સ અને સીડ્સ જરૂર ખાવા જોઇએ. રોજ નટ્સ અને બીજ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. નટ્સ અને બીજમાં તમને વધુ પ્રમાણમાં પોષક તત્વો મળી રહેશે. એનીમિયાની સમસ્યા રાહત મેળવવા માટે તમે કાજૂ, સૂર્યમુખીના બીજ, કદ્દુના બીજ, પિસ્તા, અખરોટ, મગફળી અને બદામનું સેવન કરી શકો છો. તે શરીરમાં આયર્નની ઉણપ પૂરી કરે છે. સાથે જ તે અન્ય બીમારીઓને પણ દૂર રાખે છે.

ફળ અને શાકભાજી

ફળ અને શાકભાજીને ડાયટમાં સામેલ કરવાથી તમારું શરીર એનીમિયાને હરાવવામાં વધુ સક્ષમ બને છે. એનીમિયા થવાથી શરીરમાં ખૂબ નબળાઇ આવી જાય છે તેવામાં તમે કોઇ ફળ અને શાકભાજીને ડાયટમાં સામેલ કરીને આ રોગથી છુટકારો મેળવી શકો છો. ઘણા પ્રકારના શાક હીમોગ્લોબિન અને આયર્નનો મોટો સ્ત્રોત છે, જો તમારા શરીરમાં તેની ઉણપને દૂર કરે છે. રોજીંદા ખાટા ફળોનું સેવન કરવાથી પણ એમોનીયાથી રાહત મળે છે.

ઇંડા

ઇંડામાં મોટા પ્રમાણમાં પ્રોટીન હોય છે. ઇંડાને પ્રોટીનનો સૌથી સસ્તો સ્ત્રોત માનવામાં આવે છે. એનીમિયાથી રાહત મેળવવા તમે ઇંડાને પણ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. ઇંડા આયર્નથી ભરપૂર હોય છે. જેના સેવનથી શરીરને સ્વસ્થ રાખી શકાય છે.

કઠોળ અને દાળ

કઠોળ અને દાળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જો તમે એનીમિયાની કમીને દૂર કરવા માંગો છો તો તમારા ડાયટમાં ભરપૂર માત્રામાં કઠોળ અને દાળ સામેલ કરો. તે માટે ચણા, કઠોળ, રાજમા અને સોયાબીનનું સેવન કરી શકો છો. કઠોળ અને દાળ એનીમિયાના દર્દીઓ માટે શ્રેષ્ઠ ખોરાક માનવામાં આવે છે.
First published: