Aloe Veraનો ઉપયોગ કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો, નહીં તો થઇ શકે છે નુકશાન

એલોવેરાના ગેરફાયદા

Aloe vera માત્ર સ્કિન માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે શરીરની ઘણી સમસ્યાઓના નિવારણ માટે કામ આવે છે. જોકે, વેબએમડીના અનુસાર આ ફાયદા ઘણી વાર શરીરને નુકશાન પણ પહોંચાડી શકે છે.

  • Share this:
Aloe Vera Juice Side Effects : એલોવેરા (Aloe Vera) એક આયુર્વેદિક છોડનું પાંદડું છે. જેનો ઉપયોગ હજારો વર્ષોથી ઉપચાર માટે થતો આવ્યો છે. આ માત્ર સ્કિન માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે શરીરની ઘણી સમસ્યાઓના નિવારણ માટે કામ આવે છે. જોકે, વેબએમડીના અનુસાર આ ફાયદા ઘણી વાર શરીરને નુકશાન પણ પહોંચાડી શકે છે. નવી શોધોમાં તેના ફાયદા અંગે પણ વાત કરવામાં આવી છે અને સાથે જ તેનાથી થનારા નુકશાન (Side Effects) અંગે પણ વાત કરવામાં આવી છે. એલોવેરામાં લેક્સેટિવ તત્વ હાજર રહેલું છે, જે શરીરને નુકશાન પહોંચાડી શકે છે. તે એલોવેરાની પત્તીના અંદરના લેયરમાં જોવા મળે છે. ત્યારે આપણે તેનું જ્યુસ અને જેલના રૂપે સેવન કરીએ છીએ ત્યારે તેમાં લેક્સેટિવ લેયર હાજર હોય છે. જેનાથી આપણને શરીરમાં સમસ્યા થઇ શકે છે. અહીં જાણીશું તેના સાઈડ ઇફેક્ટ્સ અંગે...

1. ડીહાઇડ્રેશનની સમસ્યા

જો તમે સવારે ખાલી પેટે એલોવેરા જેલનું સેવન કરો છો અને વિચારી રહ્યા છો કે તમારું વજન ઓછું થઈ જશે, તો તમને જણાવી દઈએ કે આવું કરવાથી શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે.

2. નબળાઇ અનુભવી

એલોવેરાના જ્યુસનું સતત સેવન કરવાથી શરીરમાં પોટેશિયમની માત્રા વધી શકે છે, જેના કારણે અનિયમિત ધબકારા અને નબળાઇ આવી શકે છે. જો તમે પહેલાથી જ હૃદય સંબંધિત બીમારીઓના દર્દી છો, તો સારું રહેશે કે તમે તમારા ડોક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો.

આ પણ વાંચોઆ રહી પુરુષો માટે અનોખી 8 સેક્સ ટિપ્સ, બેડમાં પાર્ટનરને આવી રીતે આપો ભરપૂર આનંદ

3. સ્કિન એલર્જીની સમસ્યા

જો તમે તમારી સ્કિનની સમસ્યાને દૂર કરવા માટે એલોવેરા જેલનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છો, તો તે તમારી ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અને લાલાશ લાવી શકે છે. જો આવું થઈ રહ્યું છે, તો તરત જ તેનો ઉપયોગ બંધ કરો.

4. ઈરીટેબલ બોવેલ સિંડ્રોમ

કબજિયાત હોય ત્યારે એલોવેરાનો જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો પાચનને લઈને કોઈ ફરિયાદ આવે છે તો એલોવેરાના જ્યુસનું સેવન તરત બંધ કરી દેવું જોઈએ. કારણ કે આ જ્યુસમાં લેક્સેટિવ હોય છે, જે આંતરડામાં ઈરીટેબલ બોવેલ સિંડ્રોમની સમસ્યા ઉભી કરી શકે છે. જેના કારણે પેટમાં દુ:ખાવો અને ઝાડા અને છૂટક થઇ શકે છે.

આ પણ વાંચો - OMG : 10 વર્ષથી કચરો વીણી ઘરને બનાવી દીધુ કબાડખાનું, વૃદ્ધ દંપતીના પુત્ર પ્રેમની દુ:ખદ કહાની!

5. બ્લડ શુગર પર અસર

જો તમે ઘણા દિવસો સુધી એલોવેરાનું સતત સેવન કરો છો, તો તે તમારા બ્લડ પ્રેશરને અસર કરી શકે છે અને તમારું બીપી ઓછું થઈ શકે છે.

6. ગર્ભાવસ્થા દરમિયાન હાનિકારક

ગર્ભાવસ્થા દરમ્યાન એલોવેરાનું સેવન ન કરવું જોઈએ. તેમાં હાજર લેકટેટિંગ પ્રોપર્ટી સગર્ભા સ્ત્રીઓ માટે હાનિકારક હોઈ શકે છે. તેના સેવનથી તેમનું ગર્ભાશય સંકુચિત થઈ શકે છે, જે બાળકના જન્મમાં સમસ્યા પેદા કરી શકે છે. જેનાથી કસુવાવડ પણ થઇ શકે છે.
First published: