Home /News /lifestyle /તમારા માટે બદામ ખાવી નુકસાનકારક તો નથી ને? ખાધા પહેલા આટલું જાણી લો
તમારા માટે બદામ ખાવી નુકસાનકારક તો નથી ને? ખાધા પહેલા આટલું જાણી લો
બદામ ખાવાના ફાયદા અને ગેરફાયદા
શું તમને ખબર છે, દરેક વ્યક્તિ માટે બદામ સારી નથી હોતી? કેટલાક કેસમાં બદામ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. ઘણા કેસમાં બદામ ખાવાના ફાયદા કરતાં નુકસાન વધુ જોવા મળે છે.
હેલ્થ ડેસ્ક : કોરોના કાળમાં લોકો તંદુરસ્તી પ્રત્યે વધુ સજાગ થયા છે. લીલા શાકભાજી સહિતની આરોગ્યપ્રદ વસ્તુઓ ખાવા લાગ્યા છે. મહામારી દરમિયાન ડ્રાયફ્રૂટ્સ ખાવાની સલાહ પણ આપવામાં આવે છે. તંદુરસ્તી અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ડ્રાયફ્રૂટ્સને ફાયદાકારક માનવામાં આવે છે. જ્યારે પણ ડ્રાયફ્રૂટ્સની વાત થાય ત્યારે બદામનો ઉલ્લેખ થાય જ છે. બદામને ડ્રાયફ્રુટ્સનો રાજા માનવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે, દરેક વ્યક્તિ માટે બદામ સારી નથી હોતી? કેટલાક કેસમાં બદામ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. ઘણા કેસમાં બદામ ખાવાના ફાયદા કરતાં નુકસાન વધુ જોવા મળે છે. તો ચાલો આજે બદામ ખાવાના ફાયદા અને ગેરફાયદા અંગે જાણકારી મેળવીએ.
બદામ ખાવાના ફાયદા
- બદામ તમને ઓવર ઈટિંગથી બચાવે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર, પ્રોટિન અને હેલ્ધી ફેટ હોય છે. જેથી જ્યારે પણ તમે બદામ ખાવ છો, ત્યારે પેટ ભરેલું લાગે છે.
- બદામમાં મળી આવતું મેગ્નેશિયમ પણ ખૂબ ફાયદાકારક હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર લેવલ કરવામાં મદદ કરે છે.
- શરીરમાં ગ્લુકોઝનું લેવલને કંટ્રોલ કરવામાં પણ બદામ મદદ કરી શકે છે.
- બદામમાં વિટામિન ઈ અને મેગ્નેશિયમ હોય છે. જે હાડકાને મજબૂત બનાવે છે અને શરીરને યોગ્ય રીતે લોહીનો ફ્લો આપવામાં મદદ કરે છે.
- બદામ સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે. તેમાં રહેલા કાર્બોહાઈડ્રેડ શરીરમાં ગ્લુકોઝના લેવલને ઓછું રાખે છે.
બદામ ખાવાથી થતા ગેરફાયદા
- જો તમે પાચન સંબંધીત સમસ્યાથી ઝઝૂમી રહ્યા હોવ તો બદામ ખાવામાં સાવધાની રાખવી જોઈએ.
- એક મુઠી બદામમાં લગભગ 170 ગ્રામ ફાઈબર હોય છે. જ્યારે શરીરને તો માત્ર 25 થી 40 ગ્રામ ફાઇબરની જરૂર હોય છે. પરિણામે વધુ પ્રમાણમાં બદામ ખાવાથી પેટની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
- જો તમે કોઈ દવા લઈ રહ્યાં હોવ તો તબીબની સલાહ લેવી જોઈએ. બદામમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હોય છે. જે દવાઓની અસર પર ઇફેક્ટ કરી શકે છે.
- બદામમાં વિટામિન ઈનું પ્રમાણ ભરપૂર હોય છે. જો તમે અગાઉથી જ વિટામિન ઈ ધરાવતી દવાઓનું સેવન કરી રહ્યા હોવ તો ઓવરડોઝની સમસ્યાનું જોખમ રહે છે.
(Disclaimer: આ લેખમાં અપાયેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતાં પહેલાં સંબંધીત તજજ્ઞનો સંપર્ક કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર