ઝડપથી વજન ઘટાડવું છે? આવી રીતે કરો અજમાનો ઉપયોગ

Image Credit : shutterstock

લોકો ઘરે યોગ અને ડાયટિંગ દ્વારા વજન ઘટાડવા પ્રયાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, ઘરગથ્થુ નુસખા પણ વજન ઘટાડી શકે છે

  • Share this:
વર્તમાન સમયે વધુ પડતું વજન અનેક લોકોની સમસ્યા છે. કોરોના મહામારી અને લોકડાઉનના કારણે શરીર પર જામેલી વધુ પડતી ચરબી ઘટાડવી ખૂબ મુશ્કેલ છે. લોકો ઘરે યોગ અને ડાયટિંગ દ્વારા વજન ઘટાડવા પ્રયાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, ઘરગથ્થુ નુસખા પણ વજન ઘટાડી શકે છે. આજે અહીં અમે તમારા માટે એક એવો નુસખો લઈને આવ્યા છીએ, જેમાં તમે અજમાની મદદથી તમારા મેદસ્વીપણાને ઘટાડી શકો છો.

અજમો લગભગ દરેક ઘરના રસોડામાં જોવા મળે છે. તેમાં ઘણા ઔષધીય ગુણધર્મો હોય છે. અજમો પાચન તંત્રને વ્યવસ્થિત રાખવાની સાથે કમર અને પેટની ચરબી ઘટાડવા માટે ઉપયોગમાં લેવાય છે.

અજમાના સેવનથી આ કારણે ઘટે છે વજન

અજમો શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરે છે. મેટાબોલિક સિસ્ટમમાં સુધારો કરે છે. આવું થતા પાચન તંત્ર વધુ સારી રીતે કાર્ય કરે છે. પરિણામે ખોરાક પચાવવાનું સરળ બને છે. આની મદદથી શરીર પોષક તત્ત્વોને વધુ સારી રીતે શોષી શકે છે. જેના કારણે શરીરની વધારાની કેલરી વપરાય છે. આ બધા કારણોને લીધે મેદસ્વીતા ઓછી થવા લાગે છે.

આ પણ વાંચો - Bank Holidays: જુલાઈમાં 15 દિવસ બેંકો રહેશે બંધ, રજાઓની યાદી અહીં જુઓ

આવી રીતે કરો અજમાનું સેવન

- રોજ નરણા કોઠે તેનું સેવન કરો.

- અજમો હુંફાળા પાણી સાથે લઈ શકાય. ખોરાકમાં પણ ઉપયોગ થતો હોય તો પણ અસર દેખાશે.

- 25 ગ્રામ અજમાને આખી રાત એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે ખાલી પેટે આ પાણી પીવો. જો તમે આવુ 20 દિવસ સુધી કરવાથી ફરક દેખાશે.

- એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો નાખો. બીજા દિવસે સવારે એક તપેલીમાં અજમા વાળું પાણી અને 4 -5 તુલસીના પાન નાખી ધીમા તાપે ગરમ ઉકાળો. થોડી વખત ઉકાળી તેને ગાળી પી જાવ.

આ બાબતોનું રાખો ધ્યાન

વજન ઓછું કરવા જતા વધુ પડતા અજમાના ઉપયોગથી બચો. વધુ ઉપયોગ કરશો તો પેટમાં બળતરા પણ થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓએ આવું ન કરવું. ગર્ભપાત થઈ શકે છે.

(Disclaimer: આ લેખમાં અપાયેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધીત તજજ્ઞની સલાહ લો.)
First published: