Home /News /lifestyle /

અળાઈની સમસ્યા દૂર કરવાનો રામબાણ ઇલાજ, ઘરમાં પડેલી વસ્તુઓ જ આપશે છુટકારો

અળાઈની સમસ્યા દૂર કરવાનો રામબાણ ઇલાજ, ઘરમાં પડેલી વસ્તુઓ જ આપશે છુટકારો

પ્રતિકાત્મક તસવીર

કોરોના કાળ વચ્ચે ઉનાળાની કાળઝાળ ગરમી દરેક લોકોને સતાવી રહી છે. ગરમીમાં અળાઈઓ થઈ જાય તો મુશ્કેલી વધી જાય છે. તેને સ્વેટ રેસ અને હિટ રેસના નામથી પણ ઓળખવામાં આવે છે

નવી દિલ્હી : કોરોના કાળ (Coronavirus) વચ્ચે ઉનાળાની કાળઝાળ ગરમી (Heatwave) દરેક લોકોને સતાવી રહી છે. ગરમીમાં અળાઈઓ થઈ જાય તો મુશ્કેલી વધી જાય છે. તેને સ્વેટ રેસ અને હિટ રેસના નામથી પણ ઓળખવામાં આવે છે. તબીબી ભાષામાં તેને મિલીઆરિયા (Miliaria) કહેવાય છે. સામાન્ય રીતે ગરમીમાં બાળકો અને પુખ્તોને આ સમસ્યા સતાવે છે. જેમાં ચામડી પર ફોલ્લીઓ થઈ જાય છે.

જ્યારે ખૂબ ગરમીના કારણે સ્કીન પર પરસેવો વળવા લાગે છે, પરંતુ ક્યારેક સ્વેટિંગ ગ્લેન્ડ બ્લોક થઈ જવાના કારણે સ્કીન પર અળાઈઓ નીકળે છે. જે ખૂબ પરેશાન કરે છે. જોકે, અળાઈઓ થોડા દીવસોમાં મટી પણ જાય છે. પરંતુ અળાઈઓ થઇ હોય ત્યાં વારંવાર પરસેવો આવે તો સમસ્યા વિકરાળ બની શકે છે. આજે આપણે ઘરેલું ઉપચારથી અળાઈઓ કેવી રીતે મટાડી શકાય તે વિશે જાણકારી મેળવીશું.

ઓટમીલ

અળાઈઓથી છુટકારો મેળવવા માટે ઓટમીલનો ઉપયોગ કરવામાં આવે છે. ઓટમીલથી ખંજવાળ અને બળતરા શાંત થઈ જાય છે. ઝડપથી સ્કીન તંદુરસ્ત થાય છે. 1 કપ નવશેકા પાણીમાં બે ચમચી ઓટમીલ નાખો અને 20 મિનિટ સુધી તેને ફુલવા દો હવે તેનું પેસ્ટ બનાવી જ્યાં અળાઈઓ થઈ છે ત્યાં લગાઓ.

આ પણ વાંચો - રિસર્ચ અનુસાર મોડર્ન માનવ મસ્તિષ્કની રચના 1.7 મિલિયન વર્ષ પહેલા આફ્રિકામાં થઈ હતી

બેકિંગ સોડા

અળાઈઓમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કારગર નીવડી શકે છે. ખાવાનો સોડા પણ ખંજવાળ અને બળતરા શાંત કરે છે. ચારથી પાંચ ચમચી બેકિંગ સોડા હૂંફાળા પાણીમાં 20 મિનિટ સુધી રાખો. ત્યાર બાદ આ મિશ્રણને જ્યાં અળાઈઓ થઈ છે ત્યાં લગાવતા રાહત મળશે.

એલોવેરા

એલોવેરાથી અળાઈઓમાં રાહત મળી શકે છે. એલોવેરામાં એન્ટિ-ઇન્ફ્લામેટરી અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. એલોવેરાના ઉપયોગથી ફોલ્લીઓની બળતરા શાંત થઈ જાય છે. તમે એલોવેરાને અળાઈઓ પર તેને સીધેસીધું લગાવી શકો છો.

લીમડો

લીમડાના પાનમાં એન્ટીમાઈક્રોબાઈલ અને એન્ટીઇન્ફ્લામેન્ટરીનું પ્રમાણ હોય છે. જે ચામડીની કોઈપણ પ્રકારની સમસ્યાને દૂર કરી શકે છે. લીમડાના પાનને પીસીને અથવા લીમડાના પાઉડરને હૂંફાળા પાણીમાં નાખીને પેસ્ટ તૈયાર કરો. તેને અળાઈઓ પર લગાવો. ત્યારબાદ ઠંડા પાણીથી તેને ધોઈને સાફ કરો.

આ પણ વાંચોદુનિયામાં માત્ર આ દેશમાં જ મળે છે વ્રતનું સિંધવ મીઠું, બહુ ઓછા લોકો જાણતા હશે સિંધવ મીઠાની રસપ્રદ માહિતી

એપ્સોમ સોલ્ટ

Epsom સોલ્ટમાં ફોલ્લીઓ શાંત કરવાનીનો ગુણ હોય છે. Epsom સોલ્ટ મેગ્નેશિયમ સલ્ફેટનું પ્રમાણ વધુ હોય છે. આ મીઠાને નહાતી વખતે પાણીની ડોલમાં નાખી દેવું જોઈએ. ત્યારબાદ તે ડોલના પાણીથી સ્નાન કરવું જોઈએ. આ પાણી મોઢામાં ન જાય તેનું ધ્યાન રાખો, નહીંતર ઝાડા થઈ શકે છે.

ચંદન પાઉડર

ચંદનમાં શરીરને ઠંડુ રાખવાનો ગુણ હોય છે. જેથી ચંદન અળાઈઓના કારણે થતી બળતરા શાંત કરી શકે છે. તમારે ચંદન પાવડર અને ગુલાબ જળને ભેળવીને પેસ્ટ બનાવવી પડશે. જેને અળાઈઓ ઉપર લગાવવાની રહેશે.

કાકડી

ચંદન પાવડર સાથે કાકડી ઉમેરીને પણ પેસ્ટ બનાવી શકાય છે. કાકડીમાં પણ અળાઈઓને શાંત કરવાનો ગુણ ધર્મ છે. તમારે કાકડીના બીજ કાઢી તેને અળાઈઓ ઉપર અડધો કલાક સુધી લગાવવાના રહેશે. જેનાથી રાહત થશે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન ઉપર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાંતની સંપર્ક કરો)
First published:

Tags: Health Tips, SKIN PROBLEM, Summer, આરોગ્ય

આગામી સમાચાર