Home /News /lifestyle /

સવારે જે લોકો વહેલા ન ઉઠતા હોય તે ખાસ જાણીલે, વહેલા ઉઠવાના કેટલા છે ફાયદા?

સવારે જે લોકો વહેલા ન ઉઠતા હોય તે ખાસ જાણીલે, વહેલા ઉઠવાના કેટલા છે ફાયદા?

વહેલી સવારે ઉઠવાના ફાયદા

વહેલી સવારની તાજી હવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તેવું આપણે વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ...

નવી દિલ્હી : વહેલી સવારની તાજી હવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તેવું આપણે વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ વહેલી સવારે ખૂબ સારી ઊંઘ આવે છે અને પથારીમાંથી ઉઠવાનું મન થતું નથી. આવી સ્થિતિમાં મન મક્કમ બનાવીને વહેલા ઉઠ્યા હોવ તો ઘણા ફાયદા થઈ શકે. આવા ફાયદાની જાણ તેમને હોવી જ જોઈએ. વહેલા ઉઠવાથી આપણી પાસે સમય વધે છે. ઉતાવળ કરવી પડતી નથી. કસરત માટે પણ પૂરતો સમય મળે છે. સવારે વહેલા ઉઠી કસરત, યોગ, વોકિંગ સહિતનું કરી શકીએ છીએ. જેનાથી આપણા શરીર પર સારો પ્રભાવ પડશે. સમય મળવાથી ઓફિસે જવા માટે દોડધામ કરવી પડતી નથી. તો ચાલો સવારે વહેલા ઉઠવાના ફાયદા શું છે તે જાણીએ.

આખા દિવસની પ્લાન ઘડી શકો

સવારનો સમય દિવસનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. તમે તરોતાજા અનુભવ કરો છો. વહેલા ઉઠવાથી ભરપૂર સમય મળે છે. પરિણામે કામ ઉતાવળે કરવા પડતા નથી. સવારના સમયે તમે વિચલિત થયા વગર કોઈપણ કામ ઝડપથી પૂરું કરી શકો છો. આખા દિવસનો પ્લાન ઘડી કાઢવા પણ વિચારી શકો છો. સવારના સમયે માનસિક રીતે ખુશનુમા અનુભવ કરો છો.

સવારનો નાસ્તો કરવાનો સમય મળે છે

વહેલા ઉઠવાથી આરોગ્યપ્રદ નાસ્તો બનાવવાનો સમય મળી જાય છે. જે લોકો વહેલા ઉઠે છે, તેમને પરિવાર સાથે નાસ્તો કરવાનો સમય મળે છે. નાસ્તો મહત્વપૂર્ણ આહાર છે. જો તમે દિવસના શરૂઆતમાં કરો તો ખૂબ ઊર્જા આપે છે. મોડેથી ઉઠવાના કારણે આપણને ઘણી વખત સવારનો નાસ્તો સ્કીપ કરવાની ફરજ પડે છે. જેથી દિવસે ભૂખ લાગે તો આપણે ગમે તેવું ખાઈને ભૂખ શાંત કરીએ છીએ. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

તણાવમુક્ત દિનચર્યા

વહેલા ઉઠવાથી તમને આખા દિવસનો પ્લાન બનાવવાનો સમય મળે છે. આગોતરી યોજના બની હોવાથી કામ પૂરું કરવામાં ઉતાવળ કરવી પડતી નથી. પરિણામે તમે તણાવમુક્ત રહો છો. આ ઉપરાંત તમે વહેલા ઊઠો ત્યારે તમારી પાસે એટલો સમય હોય છે કે, તે સમયનો ઉપયોગ તમે તણાવમુક્ત રહેવા માટે કરી શકો. જેનાથી તમને શાંત ચિત્તે કામ શરૂ કરવામાં મદદ મળે છે.

રાત્રે સારી ઊંઘ આવે

વહેલા ઉઠનારા રાત્રે વહેલા સૂઈ જાય છે. સવારે વહેલા ઉઠવાની આદતથી રાત્રે સારી ઊંઘ આવે છે. જેના કારણે સ્વાસ્થ્ય સારું રહે છે.

સકારાત્મકતાનો સંચાર

સવારે વહેલા ઉઠવાથી તન અને મનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. જે લોકો વહેલા ઉઠે છે, તેઓ થોડા સમય માટે નહીં પરંતુ જીવનભર ખુશ રહે છે, તેવું એક સંશોધનમાં સામે આવ્યું હતું.

દરરોજ કસરત કરવાનો સમય મળે

સવારે કસરત કરવી ખૂબ સારું માનવામાં આવે છે. શરીર અને મન તંદુરસ્ત રહે છે. સવારે કસરત કરવાથી શરીરમાં એડ્રોનાઇલ હાર્મોન બુસ્ટ થાય છે. અમેરીસ્લિપના અહેવાલ મુજબ એડ્રોનાઇલના કારણે વ્યક્તિમાં સતર્કતા વધે છે. જેનાથી ઊંઘના દૂર રાખવામાં મદદ મળે છે. જો સાંજે કસરત કરવાથી વધુ સમય વિતાવવો પડશે.
First published:

Tags: Exercise, Health News, Lifestyle news, Morning, Yoga benefits

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन