Home /News /lifestyle /નાના ભુલકાઓ બની રહ્યા છે એક્નેનો શિકાર, આ લક્ષણો દેખાય તો તરત જ એલર્ટ થઇ જાવો નહીં તો..
નાના ભુલકાઓ બની રહ્યા છે એક્નેનો શિકાર, આ લક્ષણો દેખાય તો તરત જ એલર્ટ થઇ જાવો નહીં તો..
નાના બાળકો એક્નેનો શિકાર બની રહ્યા છે
Symptoms Of Baby Acne: નવજાત બાળકોને પણ એક્નેની સમસ્યા થતી હોય છે. એક્ને થવાને કારણે અનેક પેરેન્ટ્સ ચિંતામાં આવી જતા હોય છે. પરંતુ આ એક્ને થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. તો જાણો આ વિશે વધુમાં તમે પણ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ટીનએજમાં એક્ને એટલે ખીલની સમસ્યા થવી સામાન્ય બાબત છે. પરંતુ નવજાત બાળકોમાં પણ હવે આ લક્ષણો જોવા મળી રહ્યા છે. બાળકોને થતા ખીલને નિયોનેટેલ સેફિલિક પસ્ટુલોસિસ કહેવામાં આવે છે. બાળકોને ખીલ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ખાસ કરીને બાળકોમાં ઇન્ફેક્શન અને બેક્ટેરિયાને કારણે ખીલ વધારે થઇ શકે છે. ખાસ કરીને ઘણાં બાળકોને ખીલ પર પરુ થતા હોય છે અને સાથે લાલ દાણાના રૂપમાં દેખાતા હોય છે. સામાન્ય રીતે બેબી એક્ને એની જાતે જ ઠીક થઇ જાય છે પરંતુ આ દિવસોમાં ખંજવાળ અને લાલાશ વધતી જાય છે.
જો કે આની ટ્રિટમેન્ટ અલગ હોય છે. આ સમસ્યામાં પાંચમાંથી એક બાળકને થઇ શકે છે. બેબી એક્નેની સમસ્યામાં 2 થી 12 મહિનાના બાળકોને વધારે થાય છે. આ સમસ્યા સામાન્ય રીતે 5 વર્ષ સુધી જોવા મળે છે. તો જાણો આ લક્ષણો વિશે.
નવજાત બીળકોને સ્કિન ખૂબ નાજુક અને કોમળ હોય છે જેના કારણે કોઇ પણ પ્રકારનું ઇન્ફેક્શન સરળતાથી થઇ શકે છે. ક્લીવલેન્ડ ક્લિનીક અનુસાર બેબી એક્ને 2 થી 12 મહિનાના બાળકોને વધારે થઇ શકે છે. આ ઉંમરમાં બાળકોની સ્કિન ખૂબ સેન્સેટિવ હોય છે જેના કારણે ઇન્ફેક્શન ખૂબ ઝડપથી થાય છે. એક્ને થવા પર બાળકોની સ્કિન પર લાલ ચકામા પડી જાય છે.
એક્ને થવાની સ્થિતિમાં બાળકોની સ્કિન લાલ થવા લાગે છે. ઘણી વાર એક્ને થતા નથી તેમ છતા પણ ગાલ પર લાલાશ થાય છે. આ પેચ ડ્રાય હોય છે. આ સાથે જ સ્કિન ફ્લેક્સના રૂપમાં નિકળે છે.
પ્રોડક્ટ્સ એલર્જી
બેબી એક્ને અનેક કારણો થઇ શકે છે. બેબી પ્રોડક્ટ્સથી પણ એલર્જી થઇ શકે છે જેના કારણે સ્કિન પર દાણા, રેસિશ અને ખંજવાળ જેવી સમસ્યા થઇ શકે છે. ઘણી વાર અંડર આર્મ્સ અને અંડર થાઇઝ પર પણ જોવા મળે છે.
નવજાત બાળકોમાં એક્નેની સમસ્યા ઘણી વાર બેક્ટેરિયા અને ઇન્ફેક્શનને કારણે થઇ શકે છે જેના કારણે બાળકોની દેખભાળ રાખવી ખૂબ જરૂરી છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર