Home /News /lifestyle /Lucid Dying: કાર્ડિઅક અરેસ્ટમાં પેશન્ટને CPR સમયે નજીકથી દેખાય છે પોતાનું મોત! જાણો રિસર્ચમાં શું થયો ખુલાસો

Lucid Dying: કાર્ડિઅક અરેસ્ટમાં પેશન્ટને CPR સમયે નજીકથી દેખાય છે પોતાનું મોત! જાણો રિસર્ચમાં શું થયો ખુલાસો

આ રીતે કાર્ડિઅક અરેસ્ટમાં બચી શકે છે જીવ

New Study About Lucid Dying: સ્વાસ્થ્ય સારું હોય એ ખૂબ જરૂરી છે. શરીરમાં જ્યારે કોઇ એક બીમારી એન્ટ્રી કરે ત્યારે અનેક તકલીફો વ્યક્તિને પડતી હોય છે. આમ, આ તકલીફોમાંથી પસાર થવું અઘરું હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કાર્ડિઅક અરેસ્ટ આવે ત્યારે વ્યક્તિ અચાનક બેહોશ થઇને નીચે પડી જાય છે. એવી કન્ડિનશનમાં તરત જ CPR થઇ જાય તો વ્યક્તિનો જીવ બચી શકે છે. સીપીઆરમાં કાર્ડિઅક અરેસ્ટ આવે ત્યારે વ્યક્તિના ચેસ્ટને થોડી મિનિટો માટે દબાવવામાં આવે છે. આ કાર્ડિઅક અરેસ્ટથી બચવા માટેનો સૌથી બેસ્ટ ઉપાય માનવામાં આવે છે. કાર્ડિઅક અરેસ્ટ આવ્યા પછી વ્યક્તિ બેહોશ થઇ જાય છે અને સીપીઆર સમયે એ મોતને નજીકથી જોવાનો અનુભવ કરે છે. આ વાતનો ખુલાસો અમેરિકામાં થયેલી એક સ્ટડીમાં થયો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે કાર્ડિઅક અરેસ્ટ પછી સીપીઆર સમયે વ્યક્તિને કેવા અનુભવો થયા.

    આ પણ વાંચો: બે ટીપાં દેસી ઘીનો આ રીતે ઉપયોગ કરો

    રિસર્ચમાં સામે આવી ચોંકાવનારી વાત


    ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર સ્ટડીમાં ખુલાસો થયો છે કે કાર્ડિઅક અરેસ્ટ પછી સીપીઆરથી લોકોનો જીવ બચ્યો અને એમાં લગભગ 20 ટકા દર્દીઓને આ સમયે એવું લાગ્યુ કે એમનું શરીર એમનાથી દૂર થઇ રહ્યુ છે અને એમને કોઇ પણ પ્રકારના દુખાવો મહેસુસ થતો નથી. એમની આંખોની સામે જીવનમાં થયેલી ઘટનાઓની એક રિલ ફરવા લાગી. એવામાં લોકોએ મોતને બહુ નજીકથી જોયું.

    આ સમયે દર્દીઓને એવું લાગી રહ્યું હતુ કે એમની આંખોની સામે એમની જિંદગીની ફિલ્મ શરૂ છે. શોધકર્તાઓ અનુસાર આ કોઇ ભ્રમ કે સપનું નથી, પરંતુ આ એક અલગ રીતનો અનુભવ હતો. આને લ્યુસિડ ડેથ એક્સપિરીઅન્સ કહેવામાં આવે છે. આ દરમિયાન લોકોની બ્રેન એક્ટિવિટીમાં ફરક જોવા મળ્યો.

    આ પણ વાંચો: સિંગલ મધર્સ માટે બેસ્ટ છે આ રિલેશનશિપ ટિપ્સ

    ન્યૂયોર્ક યુનિવસિર્ટીના ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિને શિકાગોમાં આયોજીત થયેલા અમેરિકન હાર્ટ એસોસિએશનના સાઇન્ટિફિક સેશનમાં રિસર્ચમાં પેપર પ્રેઝન્ટ કર્યુ હતુ, જેમાં આ બધી વાતોનો ખુલાસો થયો છે. આ સ્ટડીમાં અમેરિકા અને બ્રિટેનની હોસ્પિટલમાં મે 2017થી માર્ચ 2020ની વચ્ચે ભરતી કરવામાં આવેલા કાર્ડિઅક અરેસ્ટના 567 દર્દીઓના ડેટા એનાલિસિઝ કર્યા હતા.



    આ સિવાય 126 નોન હોસ્પિટલ સર્વાઇવરના ડેટા પણ ભેગા કરવામાં આવ્યા હતા. આ બધા વિશ્લેષણ પછી રિસર્ચનું પરિણામ તૈયાર કરવામાં આવ્યુ છે. બધા જ દર્દીઓની હિડેન બ્રેન એક્ટિવિટીનો ટેસ્ટ કરવામાં આવ્યો જે સીપીઆરની લગભગ એક કલાકની અંદર ઘણો વધી ગયો હતો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care, Life style, મોત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन