Home /News /lifestyle /દર 15 દિવસે મોંમાં છાલા પડે છે તો થઇ જાવો સાવધાન! આ સમસ્યાઓનો બની શકો છો શિકાર
દર 15 દિવસે મોંમાં છાલા પડે છે તો થઇ જાવો સાવધાન! આ સમસ્યાઓનો બની શકો છો શિકાર
અનેક ગંભીર બીમારીઓનો સંકેત આપે છે.
What causes of mouth ulcers: ઘણાં લોકોને વારંવાર મોંમાં છાલા પડતા હોય છે. મોંમાં છાલા પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ તમને એક વાત એ જણાવી દઇએ કે જો તમને પણ વારંવાર મોંમા છાલા પડે છે તો તમે આ વાતને જરા પણ ઇગ્નોર કરશો નહીં.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખરાબ લાઇફ સ્ટાઇલની સૌથી મોટી અસર હેલ્થ પર દેખાય છે. આ ટાઇપની લાઇફ સ્ટાઇલને કારણે માનસિક અને શારિરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ ઓરલ સ્વાસ્થ્ય પર પણ એની અસર થાય છે. વાત કરવામાં આવે તો આજના આ સમયમાં અનેક લોકોને વારંવાર મોંમા છાલા પડતા હોય છે. મોંમા છાલા પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આજનાં આ સમયમાં અનેક લોકોને મોંમા છાલા પડવાની સમસ્યા વધારે રહેતી હોય છે. કેટલાક લોકોને તો દર 15 દિવસે મોંમા છાલા પડતા હોય છે. આમ, જો તમને પણ આ સમસ્યા છે તો ઇગ્નોર કરશો નહીં, કારણકે શરીરમાં કેટલાક વિટામીન્સની ઉણપથી લઇને આ બીમારીઓનો સંકેત આપે છે. તો જાણો આ વિશે..
મોંમાં છાલા પડવા એને હોર્મોનલ અસંતુલન સાથે જોડવામાં આવે છે. જો કે પિરીયડ્સ દરમિયાન થતા હોર્મોન પરિવર્તન વિશેષ રૂપથી પ્રોજેસ્ટેરોન વધવાનું કારણ એ મોંમાં છાલ પડવાની સમસ્યા થઇ શકે છે.
હર્પીઝની બીમારી
ઓરલ હર્પીઝ, હર્પીઝ સિમ્પ્લેક્સ વાયરસને કારણે હોઠ, મોં અને પેઢાનું સંક્રમણ થઇ શકે છે. આ એક વાયરલ બીમારી છે, જેના કારણે મોંમાં નાના-નાના પીડાદાયક ફોલ્લાઓ થાય છે જેને સામાન્ય રીતે હર્પીઝ લેબિયાલિસના લક્ષણો માનવામાં આવે છે. આ બીમારીમાં મોંમાં વારંવાર છાલા પડે છે.
ઘણાં લોકોને શરીરમાં વારંવાર પિત્ત થઇ જતી હોય છે. પિત્ત થવાને કારણે હેલ્થને લગતી અનેક સમસ્યાઓ થઇ શકે છે. શરીરમાં પિત્ત અનેક પ્રકારની સમસ્યાઓથી થઇ શકે છે. જો કે પિત્ત થવાનો મતલબ એ છે કે તમારા શરીરમાં ગરમી એટલી વધી ગઇ છે કે આને કારણે મોંમાં છાલા પડે છે. આ મસાલેદાર અને વઘારે તેલ વાળો ખોરાક ખાવાથી થઇ શકે છે.
પાચન તંત્ર સાથે જોડાયેલી સમસ્યા
પાચન તંત્ર ખરાબ થવાને કારણે મોંમાં છાલાનું કારણ બની શકે છે. આ કારણે શરીર ખાવાનું સરખી રીતે પચાવી શકતુ નથી અને વધારે વેસ્ટ અને એસિડ પ્રડ્યુસ થાય છે જેના કારણે મોંમાં છાલા પડી શકે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર