Home /News /lifestyle /Oral cancer symptoms: મોંનું કેન્સર થવાના શરૂઆતના લક્ષણો, ભૂલથી પણ ઇગ્નોર કરશો નહીં કારણકે...

Oral cancer symptoms: મોંનું કેન્સર થવાના શરૂઆતના લક્ષણો, ભૂલથી પણ ઇગ્નોર કરશો નહીં કારણકે...

આ લક્ષણોને ઇગ્નોર કરશો નહીં.

Symptoms of oral cancer: મોંનું કેન્સર થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. મોંના કેન્સરમાં શરૂઆતમાં તમને આ લક્ષણો દેખાય છે. જો કે મોટાભાગના લોકો આ બાબતને સામાન્ય સમજીને ઇગ્નોર કરતા હોય છે.

Oral cancer: ભારતમાં દિવસને દિવસે મોંના કેન્સર થવાના કેસમાં વધારો થઇ રહ્યો છે. આમ વાત કરવામાં આવે તો ભારતમાં મોંનું કેન્સર સૌથી સામાન્ય તકલીફોમાંથી એક છે. છેલ્લા 10 વર્ષોમાં મોંના કેન્સરના કેસ અનેક ઘણાં વધી રહ્યા છે. આ કેન્સર હોઠ, પેઢા, ગાલની અંદરની પરતમાં, મોંની ઉપર, જીભની નીચે સહિત અનેક પ્રકારના ભાગમાં ફેલાઇ શકે છે. આ ભયાનક બીમારીથી બચવા માટે આ લક્ષણો જાણવા ખૂબ જરૂરી છે. અનેક લોકો આ લક્ષણોને સામાન્ય ગણીને ઇગ્નોર કરતા હોય છે. તો જાણો આ લક્ષણો અને જલદી કરાવો તપાસ.

આ પણ વાંચો:પેશાબ કરતી વખતે કંઇક આવું કરવાની આદત છે?

‘સાયન્સ ડાયરેક્ટ’ વેબસાઇટમાં પ્રકાશિત 2020ના એક રિસર્ચ અનુસાર તમાકુ ખાવાથી મોંનું કેન્સર થવાનું મુખ્ય કારણ બની રહ્યુ છે. ગુટકા, સિગારેટ, બીડી, હુક્કો સહિતની આ બધી વસ્તુઓ તંમાકુમાં શામેલ હોય છે જે ટ્યૂમરના વિકાસનું મુખ્ય કારણ છે. યુવા અને વૃદ્ધો એમ બન્ને વર્ગના લોકો આ કેન્સરનો શિકાર બની રહ્યા છે. મોંના કેન્સરના શરૂઆતના આ લક્ષણો તમને જોવા મળે છે જેને ભૂલથી પણ નજરઅંદાજ કરવા જોઇએ નહીં.

સફેદ નિશાન


પેઢા, જીભ, ટોન્સિલ તેમજ મોં પર લાલ અને સફેદ મોટા ધબ્બા દેખાય તો એ તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આ સ્થિતિને લ્યૂકોપ્લાકિયા કહેવામાં આવે છે. જો કે આ અનેક ટાઇપના કેન્સરના શરૂઆતના લક્ષણો હોઇ શકે છે. આ તમાકુને કારણે વઘારે થઇ શકે છે. તમને આ ટાઇપના નિશાન જોવા મળે તો તમે તરત જ ડોક્ટરને બતાવો.

આ પણ વાંચો:અચાનક બ્લડ પ્રેશર વધી જાય ત્યારે ઘરે કરો આ કામ

સતત ગાંઠ થવી


તમને મોંમાં તેમજ ગરદનની લસિકા ગ્રંથિમાં કોઇ પણ પ્રકારની ગાંઠ જેવુ મહેસૂસ થાય તો તમારા માટે આ ખતરનાક સાબિત થઇ શકે છે. તમને સતત એવું કંઇક થાય કે તમારા ગળામાં કંઇક ફસાઇ ગયુ છે, તમે ખારાશનો અનુભવ થાય છે તો તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

દાંત પડવા


એક તેમજ એકથી ધારે દાંત કોઇ પણ કારણોસર પડા પણ એક કેન્સરનું કારણ હોઇ શકે છે. આ સમયે તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.


મોંના કેન્સરની સારવાર સર્જરી, રેડિએશન અને કિમોથેરાપી સહિત અનેક રીતે કરવામાં આવે છે. આ વ્યક્તિની ઉંમર, હેલ્થ કન્ડિશન અને સ્ટેજ પર ડિપેન્ડ કરે છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Health care tips, Mouth ulcers, Oral Health