Home /News /lifestyle /આ લોકો ઝડપથી બને છે મોર્નિંગ સિકનેસનો શિકાર, જાણી લો કારણો
આ લોકો ઝડપથી બને છે મોર્નિંગ સિકનેસનો શિકાર, જાણી લો કારણો
જાણો મોર્નિંગ સિકનેસ શું હોય છે
Morning Sickness Tips: આજની આ ફાસ્ટ લાઇફની સૌથી મોટી અસર હેલ્થ પર પડે છે. દિનચર્યામાં અનેક બદલાવને કારણે વ્યક્તિ જલદી મોર્નિંગ સિકનેસનો ભોગ બને છે. આ સમસ્યામાંથી બહાર આવવું ખૂબ જરૂરી છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બદલાતી લાઇફ સ્ટાઇલની સૌથી મોટી અસર હેલ્થ અને સ્કિન પર થાય છે. આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકોને રાત્રે મોડા સુધી ફોન જોવાની આદત હોય છે જેની અસર શરીર પર બીજા દિવસે જોવા મળે છે. આ સાથે જ મોડી રાત્રે ઊંઘવુ, ફોનમાં વધારે સમય વિતાવવો, ટીવી જોવુ, ફોનમાં વાતો કરવી..આ બધી જ વસ્તુઓની સાથે ખાવા-પીવા પર પ્રોપર ધ્યાન ના આપી શકવાને કારણે મોર્નિંગ સિકનેસની સમસ્યા વધારે પ્રમાણમાં રહે છે. આજના આ સમયમાં મોટાભાગના લોકો મોર્નિગ સિકનેસની સમસ્યા સાથે સંકળાયેલા હોય છે. મોર્નિગ સિકનેસ વ્યક્તિની હેલ્થ પર ખરાબ અસર પાડે છે.
મોર્નિંગ સિકનેસમાં ખાસ કરીને સવારમાં ઉઠવાનું મન થતુ નથી અને આખો દિવસ શરીરમાં નબળાઇ લાગે છે અને સાથે કોઇ વસ્તુમાં મન લાગતુ નથી. આમ કરવાથી વ્યક્તિનો આખો દિવસ ખરાબ જાય છે અને બેચેની જેવું લાગે છે. મોર્નિંગ સિકનેસ પાછળ અનેક કારણો જવાબદાર હોઇ શકે છે, પરંતુ આનું મુખ્ય કારણ જમવામાં જરૂરી પોષક તત્વોની ઉણપ અને ખોટી લાઇફ સ્ટાઇલ છે.
કોણ મોર્નિંગ સિકનેસનો શિકાર બને છે
મોર્નિંગ સિકનેસ કોઇ પણ ઉંમરના લોકોને થઇ શકે છે. આમાં બાળકો, વયસ્કો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે, પરંતુ ખાસ કરીને જે લોકો સતત કામમાં વ્યસ્ત હોય, ભણતા લોકો ખાસ કરીને જે લોકોને ભણવાનું પ્રેશર હોય, ગર્ભવતી મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. આ માટે તણાવથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. આ સમસ્યામાંથી બચવા માટે તમે ભરપૂર ઊંઘ લો અને જમવાનું એવું જમો જેમાં ભરપૂર પોષક તત્વો હોય.
તમને જણાવી દઇએ કે મોર્નિંગ સિકનેસ કોઇ મોટી બીમારી નથી. તમે રોજ મોર્નિંગ સિકનેસનો શિકાર બનો છો અને આની પર પ્રોપર ધ્યાન આપતા નથી તો આ બીમારીનું કારણ બની શકો છો. ક્યારેક-ક્યારેક થાક અને મોર્નિંગ સિકનેસ થાય એ સામાન્ય વાત છે. પરંતુ જો તમારી સાથે રોજ આવું થાય છે તો તમારે તમારી લાઇફ સ્ટાઇલ બદલવાની જરૂર છે.
આ કારણોથી મોર્નિંગ સિકનેસ થાય છે
સવારનો નાસ્તો મિસ કરવો અથવા મોડો કરવો
રાત્રે મોડા ઊંઘવુ અને સવારમાં ઊંઘ પૂરી ના થવાને કારણે બેચેની રહેવી
શરાબનું સેવન કરવું
સતત સ્ટ્રેસમાં રહેવું
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર