Home /News /lifestyle /ઠંડીમાં ગરમ પાણી પીવાથી શરીરના આ અંગો થઇ શકે છે ડેમેજ, જાણી લો આ સાઇડ ઇફેક્ટ્સ વિશે

ઠંડીમાં ગરમ પાણી પીવાથી શરીરના આ અંગો થઇ શકે છે ડેમેજ, જાણી લો આ સાઇડ ઇફેક્ટ્સ વિશે

ગરમ પાણી પીવાથી ગળામાં બળતરા થઇ શકે છે

Side Effects Of Drinking Hot Water: અનેક લોકો શિયાળામાં ગરમ પાણી પીતા હોય છે. ગરમ પાણી પીવાથી સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. આમ, જો તમે વધારે ગરમ પાણી પીઓ છો તો તમારે એલર્ટ થઇ જવાની જરૂર છે. તો જાણો આ નુકસાન વિશે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વજન ઓછુ કરવા માટે, ગળાની ખારાશ અને પેટ સંબંધીત સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે અનેક લોકો ગરમ પાણી પીતા હોય છે. ગરમ પાણી પીવાના અનેક બેનિફિટ્સ છે. ઘણાં ફિટનેસ એક્સપર્ટ પણ ગરમ પાણી પીવાની સલાહ આપતા હોય છે. ગરમ પાણી પીવાથી શરીરની બ્લડ વેસલ્સ ફેલાય છે અને બ્લડ સર્કુલેશન પણ સુધરે છે. આ સાથે જ ગરમ પાણી પીવાથી દુખાવામાંથી પણ આરામ મળે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ગરમ પાણી વધારે પીવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઇ શકે છે. આમ, જો તમે લાંબા સમય સુધી ગરમ પાણી પીઓ છો તો ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. તો જાણી લો ગરમ પાણી પીવાથી સ્વાસ્થ્યને થતા આ નુકસાન વિશે.

    આ પણ વાંચો: શક્કરિયાની તાસીર ઠંડી કે ગરમ? જાણો અને પછી ખાઓ

    ગળામાં બળવાનું જોખમ


    વધારે ગરમ પાણી પીવાથી ગળામાં અંદર બળતરા થઇ શકે છે. સ્ટાઇલ ક્રેઝ ડોટ કોમ અનુસાર વધારે ગરમ પાણી પીવાથી લેરીંગોફેરિંક્સ એડિમાનો અનુભવ થઇ શકે છે. આ એક એવી સમસ્યા છે જેમાં રેસ્પિરેટરી ટ્રેક્ડ બગડી શકે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જ્યારે ગરમ પાણી તમે પીઓ છો ત્યારે ગરમીથી માંસપેશિઓ ક્ષતિગ્રસ્ત થાય છે. વધારે ગરમ પાણી પીવાથી ગળામાં ટિશ્યુ ડેમેજ થઇ શકે છે. આ સ્થિતિ થર્ડ ડિગ્રી બર્નનું કારણ પણ બની શકે છે.

    પાણીમાં હોઇ શકે છે દૂષિત પદાર્થ


    એક્સપર્ટનું માનીએ તો ગરમ પાણીમાં દૂષિત પદાર્થ હોઇ શકે છે. ગરમ પાણી થતુ બોઇલર અને ટેન્કમાં મેટાલિક પાર્ટ હોય છે જે પાણીને દૂષિત કરી શકે છે.

    આ પણ વાંચો: બ્લડ સુગર કંટ્રોલમાં કરવા આ 4 લોટની વાનગીઓ ખાઓ

    પેટમાં ગરમી વધી શકે છે


    વધારે ગરમ પાણી પીવાથી પેટમાં ગરમી વધી શકે છે. પેટમાં ગરમી થવાને કારણે મોં અને પેટમાં છાલા થઇ શકે છે. શિયાળાની સિઝનમાં તમે એક પ્રોપર માત્રામાં ગરમ પાણી પીઓ છો તો અનેક લાભ થાય છે. વધારે ગરમ પાણી પીવાથી શરીરને નુકસાન થઇ શકે છે. ગરમ પાણી તમે પીઓ છો તો પહેલા એક્સપર્ટની સલાહ લો. આમ કરવાથી હેલ્થને નુકસાન થતુ બચે છે.


    ખીલ જેવી સમસ્યા થઇ શકે


    તમે વઘારે માત્રામાં ગરમ પાણી પીઓ છો તો તમને ખીલ થવાના ચાન્સિસ સૌથી વધારે છે. આમ, જો તમને ખીલ થાય છે તો તમે વધારે ગરમ પાણી પીવાનું ટાળો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Hot water, Life style, Side effects

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन