Home /News /lifestyle /ડાયરિયાથી લઇને આ બીમારીઓમાં મગની દાળનું સેવન કરવાથી હેલ્થને થાય છે નુકસાન, જાણવું ખાસ જરૂરી
ડાયરિયાથી લઇને આ બીમારીઓમાં મગની દાળનું સેવન કરવાથી હેલ્થને થાય છે નુકસાન, જાણવું ખાસ જરૂરી
આ લોકોએ મગની દાળ ના ખાવી જોઇએ
Moong dal side effects: મગની દાળ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે આ વિશે દરેક લોકો જાણે છે, પરંતુ તમને જણાવી દઇએ કે અમુક ટાઇપની બીમારીઓમાં મગની દાળ ખાવાથી હેલ્થને નુકસાન થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દાળ ભારતીય રસોડાની શાન છે. ગરીબો માટે પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત છે. દાળ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ માટે જે લોકોમાં પ્રોટીનની ઉણપ હોય છે એને દાળનું સેવન કરવાનું કહેવામાં આવે છે. દાળ અનેક પ્રકારની હોય છે એમાં ખાસ કરીને મગની દાળની વાત કરીએ તો આમાં પ્રોટીન, ફાઇબપ, વિટામીન, જિંક, ફોલેટ, મેગ્નેશિયમ જેવા અનેક તત્વો હોય છે. દાળનું નિયમિત સેવન કરવામાં આવે તો લિપિડ પ્રોફાઇલ સારું થાય છે જેના કારણે હાર્ટ ડિસિઝનું જોખમ ઓછુ થઇ જાય છે. આ સિવાય દાળ પીવાથી બ્લડ સુગર નિયંત્રિત રહે છે.
મગની દાળ અનેક તત્વોથી ભરપૂર હોવા છતા અનેક બીમારીઓમાં આ દાળનું સેવન કરવાથી નુકસાન પહોંચે છે. મગની દાળ હાઇ એલર્જિક ફુડ છે જે ઘણા બધા કેસની મુશ્કેલીઓ વઘારી શકે છે. તો જાણો મગની દાળ કઇ બીમારીઓના લોકો માટે નુકસાનદાયક છે.
ગૈસ-હાર્ટબર્ન-ટાઇમ્સનાઉની એક ખબર અનુસાર મગની દાળનું વધારે સેવન કરવામાં આવે તો આનાથી અનેક ઘણું નુકસાન થાય છે. મગની દાળ કાચી છે તો એનાથી ગેસ, હાર્ટબર્ન અને બ્લોટિંગ જેવી સમસ્યા થઇ શકે છે.
ડાયરિયા
તમે વધારે માત્રામાં મગની દાળનું સેવન કરો છો તો એનાથી ડાયરિયા જેવી ગંભીર બીમારીઓ થઇ શકે છે. ગંભીર સ્થિતિ થવા પર ઘણી વાર ચક્કર અને બેચેની જેવી સમસ્યા થઇ શકે છે.
જો કોઇને શ્વાસ સંબંધીત તકલીફ છે તો એમને મગની દાળનું સેવન વધારે કરવું જોઇએ નહીં. આ પરિસ્થિતિમાં મગની દાળનું વધારે સેવન કરવાથી સ્કિન પર ખંજવાળ તેમજ શ્વાસની તકલીફમાં વધારો થાય છે.
પાચનમાં તકલીફ
દાળમાં ફાઇબરની માત્રા બહુ સારી હોય છે. આ માટે મગની દાળનું વધારે સેવન કરો છો તો એ પચવામાં તકલીફ થાય છે. મગની દાળ થોડી પણ કાચી રહી જાય તો પાચન સંબંધીત અનેક તકલીફોમાં વધારો થાય છે.
લો બ્લડ સુગરમાં મુશ્કેલી
જે લોકોને બ્લડ સુગરની ફરિયાદ રહે છે એમને મગની દાળનું સેવન કરવુ જોઇએ નહીં. આ સાથે જ બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ મગની દાળ ખાવાનું ટાળવુ જોઇએ. આ દાળ ખાવાથી બ્લડ સુગર ઘટી શકે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર