Home /News /lifestyle /Momos ખાતા લોકો સાવધાન, મોતથી લઇને આ સાઇડ ઇફેક્ટસ વિશે વાંચીને ક્યારે નહીં ખાઓ મોમોસ!
Momos ખાતા લોકો સાવધાન, મોતથી લઇને આ સાઇડ ઇફેક્ટસ વિશે વાંચીને ક્યારે નહીં ખાઓ મોમોસ!
મોમોસ ખાવાથી થાય છે નુકસાન
momos side effects: હાલમાં જ એક સામે આવ્યો છે જેમાં મોમોસ ખાવાને કારણે એક વ્યક્તિનું મોત થયુ છે. આમ, જો તમે પણ મોમોસ ખાવાના શોખીન છો તો પહેલાં જાણી લો આ સાઇડ ઇફેક્ટ્સ વિશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલમાં મોમોસ ખાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તમને ખ્યાલ હશે કે મોમોસની લારી તેમજ દુકાન પર ભારે ભીડ જોવા મળી રહી છે. મોમોસને શિયાળાનું સ્ટ્રીટ ફુડ ગણવામાં આવે છે કારણકે કડકડતી ઠંડીમાં મોમોસ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. જ્યારે પ્લેટમાં શેઝવાના ચટણી અને મેયોનીઝની સાથ મોમોસ આવે ત્યારે દિલ ખુશ-ખુશ થઇ જાય છે, પરંતુ તમને જણાવી દઇએ કે મોમોસ હેલ્થ માટે ખતરનાક સાબિત થાય છે. જો કે મોટા લોકો મોમોસ ખાવા પર ટોકતા હોય છે તેમ છતા લોકો એમનું કહ્યું માનતા હોતા નથી. આનું સૌથી મોટુ કારણ છે મેંદો લાંબા સમય સુધી પચતો નથી.
હેલ્થ શોટ્સની ખબર અનુસાર એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમના વિશે જાણીને તમે હેરાન થઇ જશો. જો કે ભારતીય હોસ્પિટલ એમ્સમાંથી એક કેસ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિનું મોત મોમોસને કારણ થયુ. ઘણાં લોકોને મોમોસ ના ખાવાની સલાહ આપવામાં આવે છે. આ જેટલા ટેસ્ટી હોય છે એટલા જ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. તો જાણો આ વિશે તમે પણ વધુમાં.
કેમિકલમાંથી લોટ બને છે
મોમોસમાં વપરાતો મેંદો વાસ્તવમાં રિફાઇન્ડ લોટમાંથી બનાવવામાં આવે છે, જેમાં બેન્ઝોયલ પેરેક્સાઇડ, એઝોડીકાર્બોનોમાઇડ અને બીજા બ્લીચથી તૈયાર કરવામાં આવે છે. આ રસાયણ પછી તમારા પેનક્રિયાને પ્રભાવિત કરી શકે છે.
કેટલાક રિપોર્ટસમાં એ વાત સામે આવી છે કે નોનવેજ મોમોસ બનાવવા માટે પહેલાંથી જ મૃત્યુ થયેલા જાનવરના મીટનો ઉપયોગ કરવામાં આવે છે, જેને બહુ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.
ખરાબ શાકભાજીનો ઉપયોગ
મોમોસમાં શાકભાજી ભરવામાં આવે છે. તમને એક વાત એ જણાવી દઇએ કે મોમોસમાં જે શાકભાજી ભરવામાં આવે છે એ મોટાભાગે ખરાબ હોય છે. આ શાકભાજીને સરખી રીતે ધોવામાં આવતા હોતા નથી. આ સાથે જ આ શાકભાજીની ક્વોલિટી પણ સારી હોતી નથી. આ ટાઇપના શાકભાજીમાં બેક્ટેરિયા હોય છે જે સંક્રમણ પેદા કરી શકે છે.
ચટણી સ્પાઇસી હોય
મોમોસની સાથે જે ચટણી આપવામાં આવે છે એ બહુ સ્પાઇસી હોય છે, જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે હાનિકારક હોય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર