Home /News /lifestyle /વારંવાર ફોન જોવાની આદત હોય તો સુધારી દો, નહીં તો કેન્સરથી લઇને આ બીમારીઓનો ભોગ બનશો
વારંવાર ફોન જોવાની આદત હોય તો સુધારી દો, નહીં તો કેન્સરથી લઇને આ બીમારીઓનો ભોગ બનશો
મગજ પર અસર થાય છે.
Mobile addiction: આજની આ ફાસ્ટ લાઇફમાં લોકો પણ દિવસેને દિવસેને ફાસ્ટ થઇ રહ્યા છે. આમ વાત કરવામાં આવે તો આજના આ દિવસોમાં અનેક લોકોને વારંવાર ફોન જોવાની આદત હોય છે. આ આદત તમારા હેલ્થને અનેક રીતે નુકસાન કરે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં દિવસેને દિવસે મોબાઇલ ફોનનો ઉપયોગ વધતો જાય છે. અનેક લોકોને સ્માર્ટફોન વગર ચાલતુ હોતુ નથી. આ માટે કહેવાય છે કે એક ટાઇમ જમવાનું ના મળે તો ચાલે પણ ફોન તો સાથે જ હોવો જોઇએ. એમ લાગી રહ્યુ છે કે સ્માર્ટફોન વગર લોકોની જીંદગી અધૂરી બની ગઇ છે. પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે તમને પણ વારંવાર ફોન જોવાની આદત છે તો તમારે આ આદતને સુધારવી જોઇએ. આ આદતથી તમને અનેક ઘણું નુકસાન થઇ શકે છે. આ આદત તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થાય છે.
આમ, જો તમને જણાવી દઇએ કે તમે મન મક્કમ કરીને કોઇ પણ આદત છોડો છો તો એ છૂટી જ જાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે એક અહેવાલ મુજબ સરેરાશ વ્યક્તિ દિવસમાં 85 વાર એમનો ફોન ચેક કરતા હોય છે, એટલે કે દર 15 મિનિટમાં એક વાર. બીજા શબ્દોમાં કહીએ તો દર 15 મિનિટમાં તમારું ધ્યાન તમે જે કરી રહ્યા છો એમાં ભટકવાની સંભાવના વધારે રહે છે.
આ સમસ્યા એ છે કે તમે તમારા ફોનમાં જેમ સમય વધારે પસાર કરો છો એમ તમારા મગજ પર પણ એની ખરાબ અસર પડે છે. પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે તમને વારંવાર ફોન જોવાની આદત છે તો તમારે એલર્ટ થઇ જવાની જરૂર છે. તો જાણો આ વિશે થતા ગંભીર નુકસાન વિશે.