તણાવ અનુભવી રહ્યા છો તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, મળશે સરકારી મદદ

News18 Gujarati
Updated: July 18, 2020, 5:45 PM IST
તણાવ અનુભવી રહ્યા છો તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, મળશે સરકારી મદદ
લોકડાઉનમાં કરોડો લોકો પાસે રોજગાર નથી. કરોડો લોકો પોતાના સ્વાસ્થ્યને લઈ પરેશાન છે. જેના કારણે લોકો તણાવનો શિકાર બની રહ્યા છે.

લોકડાઉનમાં કરોડો લોકો પાસે રોજગાર નથી. કરોડો લોકો પોતાના સ્વાસ્થ્યને લઈ પરેશાન છે. જેના કારણે લોકો તણાવનો શિકાર બની રહ્યા છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે હેલ્થ મિનિસ્ટ્રી એન્ડ ફેમિલી વેલફેરએ એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.

મંત્રાલયે કહ્યું કે, જો તમે તણાવ અઉભવી રહ્યા હોય અથવા પોતાની જાતને અશક્ત અનુભવી રહ્યાહોવ તો, ટોલ ફ્રી નંબર પર કોલ કરી મદદ માંગી શકો છો. કેનદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તેના માટે 24x7 નેશનલ હેલ્પલાઈન નંબર 080-46110007 જાહેર કર્યો છે. તમે આ નંબર પર કોલ કરી મદદ મેળવી શકો છો.

સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની જાણકારી પોતાના ઓફિશિયલ ફેસબુક પેજપર આપી છે. લોકડાઉન બાદ લોકોમાં તણાવ વધ્યો છે, જેના કારણે લોકો ખોટા પગલા ભરી રહ્યા છે અથવા ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. આ સમસ્યાને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે આ પગલું ભર્યું છે.

આ પણ વાંચો8 કરોડની જ વસ્તી ધરાવતા ઈરાનના રાષ્ટ્રપતિ બોલ્યા, '2.5 કરોડ છે સંક્રમિત, 3.5 કરોડ પર સંક્રમણનો ખતરો'

તમને જણાવી દઈએ કે, કોરોના મહામારીના કારણે 24 માર્ચથી લોકડાઉન આપવામાં આવ્યું હતું. અનલોકની પ્રક્રિયા બાદ કોરોના સંક્રમિતોનો આંકડો રેકોર્ડ સ્તર પર વધી રહ્યો છે. લોકડાઉનમાં કરોડો લોકો પાસે રોજગાર નથી. કરોડો લોકો પોતાના સ્વાસ્થ્યને લઈ પરેશાન છે. જેના કારણે લોકો તણાવનો શિકાર બની રહ્યા છે.

દેશમાં ડિપ્રેશનમાં જઈ રહેલા લોકો માટે મંત્રાલયે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે, જેનાથી લોકને સમયથી સારવાર મળી રહે.

તણાવ અને ચિંતા દૂર કરવા શું કરવું જોઈએ

વિશેષજ્ઞોનું કહેવું છેકે, કોરોના વાયરસ સંક્રમણની જેમ તણાવ પણ જીવલેણ છે. જો આ ઓછો ન કરવામાં આવે તો, તે શરીરમાં ઉથલ-પાથલ માચાવી શકે છે. કેટલીક વખત તણાવના કારણે લોકો ખોટું પગલું ભરી બેસે છે. જેથી તણાવ ઓછો કરવો ખુબ જરૂરી છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે, જ્યારે પણ તણાવ અનુભવો ત્યારે જાગરૂપતા અને ચોઈસ સાથે આગળ વધો. યોગ અને મેડિટેશન પણ તણાવ અને ઘભરાહટ દૂર કરવાની બે મહત્વની રીત છે.
Published by: kiran mehta
First published: July 18, 2020, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading