Home /News /lifestyle /પગમાં બળતરા થવા પાછળ આ 4 ગંભીર કારણો હોઇ શકે છે જવાબદાર, ના કરો ઇગ્નોર

પગમાં બળતરા થવા પાછળ આ 4 ગંભીર કારણો હોઇ શકે છે જવાબદાર, ના કરો ઇગ્નોર

પગમાં બળતરા થવા પાછળના કારણો

Burning sensation in feet: અનેક લોકોને પગમાં બળતરા થતી હોય છે. પગમાં બળતરા થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ જો તમને પણ પગમાં બળતરા થાય છે તો તમારે આ વાતને જરા પણ ઇગ્નોર કરવી જોઇએ નહીં.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણાં લોકોને પગમાં અતિશય બળતરા થતી હોય છે. પગમાં બળતરા થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઇ શકે છે. આમ, જો વાત કરવામાં આવે તો પગમાં બળતરા  (burning sensation in feet) ની સમસ્યા અનેક લોકોને રહેતી હોય છે. જો કે મોટાભાગનાં લોકો આ સમસ્યાને ઇગ્નોર કરતા હોય છે, પરંતુ તમને આ તકલીફ છે અને તમે ઇગ્નોર કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. આમ, તમને જણાવી દઇએ કે જો તમને પગમાં વધારે બળતરા થાય છે તો આ રોગો જવાબદાર હોઇ શક  છે. તો જાણી લો તમે પણ પગમાં બળતરા થવા પાછળના કારણો (burning sensation in feet causes) વિશે.

    પગમાં બળતરા થવાના કારણ- What causes burning sensation in feet


    હાઇ બ્લડ પ્રેશર


    હાઇ બ્લડ પ્રેશરને કારણે પગમાં બળતરા થઇ શકે છે. જે લોકોને હાઇ બીપી રહે છે એમને સામાન્ય રીતે પગમાં બળતરા વધારે પ્રમાણમાં થતી હોય છે. હાઇ બીપી થવાને કારણે બ્લડ સર્કુલેશન ઝડપથી થાય છે જેના કારણે બેચેની થાય છે અને બીપી હાઇ રહે છે.

    આ પણ વાંચો: આ લોકોએ ક્યારે ના ખાવા જોઇએ તુલસીના પાન

     ડાયાબિટીસ


    ડાયાબિટીસને કારણે પણ પગમાં બળતરાની સમસ્યા થતી હોય છે. જો કે ડાયાબિટીસમાં તમારું બ્લડ શુગર લેવલ વધવાથી ન્યૂરોપેથીની સમસ્યા થવા લાગે છે. આનાથી નસ ડેમેજ થવા લાગે છે અને બ્લડ સર્કુલેશન પ્રભાવિત થાય છે જેના કારણે પગમાં બળતરા થતી હોય છે.

    આ પણ વાંચો: શિયાળામાં ઇમ્યુનિટી બુસ્ટ કરવા ખાઓ આ 5 ફ્રૂટ્સ

     હાઇપોથાઇરોડિઝમ


    હાઇપોથાઇરોડિઝમમાં શરીર થાઇરોઇડ હોર્મોનનું પ્રોડક્શન સરખી રીતે થતુ નથી, જેની ઉણપને કારણે શરીરમાં અનેક પ્રોસેસ ધીમી થાય છે જે બ્લડ ફ્લોને પ્રભાવિત કરે છે. જો કે આ સમસ્યાને કારણે ઘણી વાર શરીરમાં વોટર રિટેન્શન થવા લાગે છે જેના કારણે સોજા આવે છે અને પગમાં બળતરા થાય છે.


    નસોમાં સોજા આવવા


    ઘણાં લોકોને નસમાં સોજા આવતા હોય છે, જે લિવર, કિડની અને મોટાપા જેવી ગંભીર બીમારીનું કારણ હોઇ શકે છે. આ પરિસ્થિતિમાં પગ પર પ્રેશર આવે છે અને બળતરા થતી હોય એવું લાગે છે. આમ, જો તમને પગમાં સતત બળતરા થઇ રહી છે તો તમે તરત જ ડોક્ટરને બતાવો અને આનો ઇલાજ કરાવો. (આ આર્ટિકલ સામાન્ય જાણકારી માટે છે, કોઇ પણ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરો.)


    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन