Home /News /lifestyle /આ 5 રીતે શરીરના દરેક અંગોમાં વધારી દો લવ હોર્મોન, વેલેન્ટાઇન ડે પર થઇ જાવો રોમેન્ટિક, થશે અનેક ફાયદાઓ
આ 5 રીતે શરીરના દરેક અંગોમાં વધારી દો લવ હોર્મોન, વેલેન્ટાઇન ડે પર થઇ જાવો રોમેન્ટિક, થશે અનેક ફાયદાઓ
જીવનમાં રોમાન્સ ભરવાનું કામ કરે છે.
How To Increase Love Hormone: શરીરમાં લવ હોર્મોન મહત્વનો ભાગ ભજવે છે. લવ હોર્મોન જીવનમાં રોમાન્સ ભરવાનું કામ કરે છે. લવ હોર્મોનના અનેક ઘણાં ફાયદાઓ છે. શરીરમાં લવ હોર્મોન વધારવા માટેની કેટલીક રીત હોય છે એ જાણો તમે પણ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે. આ દિવસ પ્રેમનો ઇઝહાર કરવાનો હોય છે. અનેક લોકો આ દિવસને કંઇક હટકે રીતે સેલિબ્રેશન કરતા હોય છે. રોમાન્સનો તડકો ત્યારે જ લાગે છે જ્યારે તમારો મુડ સારો હોય. આ મુડને સારો રાખવા માટે હોર્મોન્સની મહત્વની ભૂમિકા હોય છે. આમ, જો હોર્મોન શરીરમાં સારી રીતે કામ કરતા નથી તો તમારો મુડ સારો નહીં રહે અને તમને દરેક વાતમાં કંટાળો આવશે. જો કે શરીરમાં એક મહત્વપૂર્ણ હોય છે ઓક્સિટોસિન. આનું નામ છે લવ હોર્મોન. લવ માટે હોર્મોનનું હોવુ એક ખૂબ જરૂરી છે.
લવ હોર્મોન મગજના હાઇપોથેલેમસમાં બને છે જે પિટ્યુટરી ગ્લેન્ડના માધ્યમથી લોહીમાં પહોંચે છે. મહિલાઓમાં લવ હોર્મોન વધારે હોય છે. આ માટે મહિલાઓ વધારે કેરિંગ હોય છે. લવ હોર્મોનને હેપ્પી હોર્મોન પણ કહેવામાં આવે છે. આને લવ ડ્રગ પણ કહેવામાં આવે છે.
જ્યારે શરીરમાં લવ હોર્મોનની માત્રા પર્યાપ્ત હોય છે ત્યારે વ્યક્તિ ખુશ રહે છે અને બીજી પર વધારે પ્રેમ આવે છે. લવ હોર્મોનને કારણે એન્ઝાયટી અને ડિપ્રેશનની સમસ્યા પણ દૂર થઇ શકે છે. આ કારણે ઊંઘ પણ સારી આવે છે.
આ રીતે લવ હોર્મોન વધારો
યોગા
હેલ્થલાઇનની ખબર અનુસાર વર્ષ 2013માં એક અધ્યયનમાં જાણવા મળ્યુ હતુ કે યોગા કરવાથી શરીરમાં ઓક્સિટોસિનની માત્રા બને છે જેના કારણે ડિપ્રેશન અને એન્ઝાયટી જેવી સમસ્યા થતી નથી. આ જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે.
2012માં એક અધ્યયનમાં જાણવા મળ્યુ હતુ કે માત્ર 15 મિનિટના મસાજ ઓક્સિટોસિનની માત્રાને વધારી દે છે. એક બીજા અભ્યાસમાં એ વાત સામે આવી કે મસાજથી મુડ સારો થાય છે જેનું સૌથી મોટુ કારણ ઓક્સિટોસિન છે.
ગળે મળવુ
પોતાની વ્યક્તિને ગળે મળવાથી ઓક્સિટોસિસન હોર્મોન વધે છે. એટલે કે વેલેન્ટાઇન પર મિત્રોને મળવા જાવો છો તો થોડી વાર સુધી ગળે મળો. આલિંગન પછી તમે રિલેક્સ ફિલ કરો છો.
કોઇની માટે સારું કામ કરવુ
પરોપકારી તેમજ નિસ્વાર્થ વ્યવહાર પણ ઓક્સીટોસિન લેવલને વધારે છે. આ માટે તમે પાડોશીને ઘરની સફાઇમાં મદદ કરો, કોઇ પણ વ્યક્તિની નાણાંકીય મદદ કરો..જેવા અનેક કામ તમે કરી શકો છો.
ડાયટમાં આ વસ્તુઓ એડ કરો
ઓક્સિટોસિનને વધારવા માટે ડાયટમાં એવાકાડો, અંજીર, તરબૂચ, ચીયા સિડ્સ, કેળા, ડાર્ક ચોકલેટનું સેવન ફાયદાકારક છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર