Home /News /lifestyle /Fatty Liver Diet: ફેટી લિવરમાંથી છૂટકારો મેળવવા ફોલો કરો આ નિયમ, આ વસ્તુઓથી રહો દૂર
Fatty Liver Diet: ફેટી લિવરમાંથી છૂટકારો મેળવવા ફોલો કરો આ નિયમ, આ વસ્તુઓથી રહો દૂર
લાઇફ સ્ટાઇલમાં સુધારો કરો.
Fatty Liver Diet: આપણી ખરાબ લાઇફ સ્ટાઇલ અનેક રીતે ફેટી લિવર માટે જવાબદાર છે. ફેટી લિવરની સમસ્યામાંથી છૂટકારો મેળવવો ખૂબ જરૂરી છે કારણકે આપણાં શરીરમાં લિવર એ મહત્વનો ભાગ ભજવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: લિવરમાં વધારે માત્રામાં ફેટ જમા થવાને કારણે ફેટી લિવરની સમસ્યાનો સામનો કરવો પડે છે. ફેટી લિવરને કારણે આપણું લિવર પ્રોપર રીતે કામ કરતુ નથી. ફેટી લિવરની બીમારી બે પ્રકારે હોય છે..આલ્કોહોલિક ફેટી લિવર...જે વઘારે માત્રામાં શરાબ પીવાને કારણે થાય છે જ્યારે બીજુ છે નોન આલ્કોહોલિક ફેટી લિવર..આ સમસ્યા ખાવાપીવાની બાબતનું ધ્યાન ના રાખવાને કારણે થાય છે. નોન આલ્કોહોલિક ફેટી લિવરની સમસ્યાનો સામનો વધારે એ લોકોને કરવો પડે છે જેઓ મોટાપાનો શિકાર છે અને એમની લાઇફ સ્ટાઇલ ખરાબ છે. અનહેલ્ધી વસ્તુઓ ખાવાને કારણે પણ ફેટી લિવરની સમસ્યાનો સામનો કરવો પડે છે.
ફેટી લિવરની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે ડાયટની મહત્વની ભૂમિકા રહેલી છે. લિવર આપણાં શરીરમાં એક મહત્વનો ભાગ હોય છે જે આપણાં લોહીમાં કેમિકલ્સની માત્રાને સંતુલિત રાખે છે. લિવર પિત્ત રસ પણ બનાવે છે જે લિવરમાં રહેલા ખરાબ પદાર્થોને બહાર નિકાળવામાં મદદ કરે છે. આ સિવાય આપણાં શરીર માટે પ્રોટીનનું નિર્માણ, આયરન જમા કરવું તેમજ પોષક તત્વોને એનર્જીમાં બદલવાનું કામ કરે છે.
આ વસ્તુઓથી દૂર રહો
ખાંડ
ખાંડ માત્ર તમારા દાંતને જ નહીં પંરતુ લિવરને પણ ખરાબ કરવાનું કામ કરે છે. વઘારે રિફાઇન્ડ સુગર અને હાઇ ફ્રૂક્ટોઝ તમારું પેટ વઘારી શકે છે જેના કારણે લિવરની બીમારીઓ થાય છે. ઘણી સ્ટડી અનુસાર ખાંડ લિવરને શરાબની જેમ ખરાબ કરે છે. તમે ડાયટમાં એડેડ સુગર, સોડા, પેસ્ટ્રી અને કેન્ડી જેવી વસ્તુઓને ઓછી કરી દો.
તમારા શરીરને વિટામીન એની બહુ જરૂર હોય છે. આ ઉણપ પૂરી લાલ, નારંગી તેમજ પીળા રંગના ફળો અને શાકભાજીથી કરો. પરંતુ તમે વિટામીન એ સપ્લીમેન્ટ વઘારે લઇ રહ્યા છો તો આની અસર લિવર પર પડી શકે છે. આ માટે પહેલાં ડોક્ટર સાથે વાત કરી લો.
સોફ્ટ ડ્રિંક્સ
સ્ટડીમાં આ વાતની જાણ થઇ છે કે જે લોકો સોફ્ટ ડ્રિંક વધારે પીવે છે એમનામાં નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ વધારે હોય છે. આ માટે સોડા પીવાની ટાળો.
શરાબ
શરાબ વધારે પ્રમાણમાં પીવાથી લિવર પર ઘણી ખરાબ અસર પડે છે. પુરુષોએ એક દિવસમાં બે અને મહિલાઓએ 1 ડ્રિંકથી વઘારે પીવુ જોઇએ નહીં.
(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. gujarati news18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી. અમલ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર