રાત્રે નથી આવતી બરાબર ઊંઘ, તો સુતા પહેલા દૂધમાં આ વસ્તુ ભેળવીને કરો નિયમિત સેવન

પ્રતિકાત્મક તસવીર

જો તમને સાંધાના દુખાવાની તકલીફ છે અને વહેલીતકે તેનાથી મુક્ત થવા ઇચ્છો છો તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઇએ.

  • Share this:
દિવસભરના થાક અને ભાગદોડ બાદ રાત્રે સારી અને પૂરતી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. કોરોના મહામારીમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું આપણા માટે ખૂબ જરૂરી છે. મહામારીના કપરા સમયમાં શરીરની ઇમ્યૂન સિસ્ટમ મજબૂત હોય તો આપણે વાયરસના સંક્રમણથી બચી શકીએ છીએ. આ બધી વસ્તુઓ માટે જરૂરી છે પૂરતી ઊંઘ. ભારતીય આયુર્વેદ અનુસાર, સ્વસ્થ શરીર માટે ઘીનું સેવન કરવું ખૂબ ગુણકારી છે. જો રાત્રે ગરમ દૂધમાં એક ચમચી ઘી નાખીને પીવામાં આવે તો તે આપણા શરીર માટે ખૂબ ફાયદારૂપ બની શકે છે. તો આવો જાણીએ રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં એક ચમચી ઘી નાખવાથી શું ફાયદાઓ થાય છે.

1. હેલ્થી અને ચમકદાર ત્વચા

દૂધમાં ઘી ભેળવીને પીવાથી તમારી ત્વચા એકદમ હેલ્થી અને ચમકદાર બનશે. તેનથી આપણી સ્કીન પર ઘણા ફાયદાઓ જોવા મળે છે. હકીકતમાં ઘી અને દૂધ બંને પ્રાકૃતિક મોઇશ્ચરાઇઝર હોય છે. જે પ્રાકૃતિક રીતે ત્વચાને નરીશ કરે છે. જો તમે રોજ દૂધમાં ઘી ભેળવીને પીવો તો તેનાથી ત્વચામાં એજિંગ ઓછું થાય છે અને સૂષ્કતા પણ દૂર થાય છે.

ખાન સર કે અમિત સિંહ? 'Islamophobia'ના આરોપમાં ઘેરાયેલ બિહારના ગુમનામ ઓનલાઈન ટીચર છે કોણ?

2. યૌન સંબંધીત સમસ્યાઓ થાય છે દૂર

તેના નિયમિત સેવનથી યૌન શક્તિ અને વીર્ય ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. હકીકતમાં તે શરીરની ગરમીને ઘટાડે છે, જે સેક્સ ટાઇમ વધારવામાં મદદ કરે છે. તેવામાં જો તમે યૌન સંબંધિત સમસ્યાઓથી પીડાઇ રહ્યા છો, તો તમે ગરમ દૂધમાં ઘી ભેળવી તેનું સેવન અવશ્ય કરો.

3. મેટાબોલિઝમ વધારવામાં બને છે મદદરૂપ

જો તમે નિયમિત દૂધના ગ્લાસમાં એક ચમચી ઘી નાખીને રાત્રિના સમયે પીવો છો, તો તેની પાચનક્રિયા પર પણ સારી અસર થાય છે. તેના સેવનથી મેટાબોલિઝમ વધે છે અને પાચનક્રિયા મજબૂત બને છે. પેટમાં ગેસની સમસ્યાથી લઇને મોઢામાં ચાંદા પડવા જેવી સમસ્યાઓ પણ દૂર થઇ જશે.

કોરોનાના કારણે અર્થતંત્ર પર લટકતી તલવાર: બેકારીનો દર ચરમસીમાએ પહોંચે તેવી દહેશત, નવા પોલમાં તારણ

4. સાંધાના દુખાવામાં આપશે આરામ

જો તમને સાંધાના દુખાવાની તકલીફ છે અને વહેલીતકે તેનાથી મુક્ત થવા ઇચ્છો છો તો તમારે ઘી અને દૂધના આ મિશ્રણનું સેવન જરૂર કરવું જોઇએ. તે જોઇન્ટમાં ઇન્ફ્લામેશનને ઘટાડે છે. જેનાથી સોજામાં રાહત મળે છે અને હાડકાઓ મજબૂત બને છે.

5. સારી ઊંઘ માટે કરો સેવન

તણાવને દૂર કરી તમારા મૂડને સારું કરવામાં ઘી ખૂબ અસરકારક છે. એક કપ ગરમ દૂધમાં જ્યારે તમે ઘી નાખીને તેનું સેવન કરો છો, ત્યારે તે નસોને શાંત કરે છે અને તમને પહેલાથી વધારે રિલેક્સ કરે છે. જેથી તમને સારી ઊંઘ લેવામાં મદદ મળે છે.

6. પેટની સમસ્યાઓ માટે છે રામબાણ ઇલાજ

દૂધમાં ઘી નાખીને પીવાથી શરીરમાં ઇન્ઝાઇમ્સ રીલીઝ થાય છે, જે પાચન શક્તિ વધારવામાં મદદરૂપ બને છે. આ ઇન્ઝાઇમ ખોરાકની જટીલતાને તોડીને સારી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે.
First published: