Home /News /lifestyle /લીંબુ પાણીથી દિવસની શરૂઆત કરો: શરીરને અંદરથી થશે આ 4 મોટા ફાયદાઓ, 15 દિવસમાં અસર દેખાશે
લીંબુ પાણીથી દિવસની શરૂઆત કરો: શરીરને અંદરથી થશે આ 4 મોટા ફાયદાઓ, 15 દિવસમાં અસર દેખાશે
લીંબુ વિટામીન સીથી ભરપૂર હોય છે.
Lemon water benefits: લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ઘણાં બધા લોકો વજન ઘટાડવા માટે લીંબુ પાણી પીતા હોય છે. આ સાથે જ લીંબુ પાણી પીવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે.
Health benefits of Lemon water: લીંબુ જમવાનો સ્વાદ વધારે છે અને સાથે-સાથે હેલ્થ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. લીંબુ પાણી એક એવું ડ્રિંક છે જે તમે દરેક વાતાવરણમાં પીઓ છો તો હેલ્થને ફાયદો થાય છે. ખાસ કરીને ગરમીમાં લીંબુ પાણી પીવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. કેટલાક લોકો હુંફાળા પાણીમાં લીંબુનો રસ નિચોવીને પીતા હોય છે. આ સાથે જ અનેક લોકો ઠંડા પાણીમાં લીંબુનો રસ નાખીને પીતા હોય છે. તો જાણો તમે પણ લીંબુ પાણી પીવાના આ અઢળક ફાયદાઓ.
ગરમીના વાતાવરણમાં હાઇડ્રેટેડ રહેવું ખૂબ જરૂરી છે. ડિહાઇડ્રેટને કારણે માથુ દુખવુ, ચક્કર અને થાક જેવી સમસ્યા થઇ શકે છે. બીબીસી ગુડ ફૂડના રિપોર્ટ અનુસાર લીંબુ પાણી પીવાથી હાઇડ્રેશન સારું રહે છે. પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવાથી સ્વાદ મસ્ત આવે છે.
વિટામીન સીની ઉણપ પૂરી કરે
લીંબુમાં વિટામીન સીનો બેસ્ટ સ્ત્રોત માનવામાં આવે છે. વિટામીન સી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે. એક અહેવાલમાં જાણવા મળ્યુ છે કે લીંબુ શરદીમાંથી રાહત અપાવવાનું કામ કરે છે.
લીંબુમાં વિટામીન સી અને ફ્લેવોનોઇડ્ હોય છે જે સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. લીંબુ પાણીનું સેવન કરવાથી સ્કિન પર નિખાર આવે છે. વિટામીન સી શરીરના કોલેજન ઉતપન્ન કરવામાં મદદ કરે છે.
ડાઇજેશન સારું રહે
સવાર-સવારમાં ખાલી પેટ લીંબુ પાણી પીવાથી પાચન તંત્ર સારું રહે છે. વર્ષ 2019માં એક અધ્યયનમાં જાણવા મળ્યુ છે કે લીંબુમાં પોલીફેનોલ્સ હોય છે જે આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
આ લોકોએ ક્યારે લીંબુ પાણી પીવું જોઇએ નહીં
રિસર્ચમાં એ વાત સામે આવી છે કે દાંતની સમસ્યાથી જે લોકો પીડાઇ રહ્યા છે એમને લીંબુ પાણીનું સેવન કરવુ જોઇએ. લીંબુ પાણી પીવાથી દાંતની મુશ્કેલી વધી શકે છે. આ સાથે જ હાર્ટબર્નની સમસ્યા રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર