Home /News /lifestyle /સવારમાં ઉઠતાની સાથે પીઠ અને કમરનો દુખાવો થાય છે? તો આ તકિયો લેવાથી એકદમ રિલેક્સ થઇ જશે

સવારમાં ઉઠતાની સાથે પીઠ અને કમરનો દુખાવો થાય છે? તો આ તકિયો લેવાથી એકદમ રિલેક્સ થઇ જશે

કમરના દુખાવામાંથી રાહત મેળવો

Pillow relax back pain: આજનાં આ સમયમાં મોટાભાગનાં લોકોને સવારમાં ઉઠતાની સાથે પીઠ અને કમરનો દુખાવો થતો હોય છે. આ પીઠ અને કમરના દુખાવામાંથી રાહત મેળવવી ખૂૂબ જરૂરી છે. જો તમે આ વાતને ઇગ્નોર કરો છો તો સમય જતા બહુ તકલીફ પડે છે.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણાં લોકો રોજ સવારમાં ઉઠે એટલે એમને શરીરમાં અનેક ઘણાં પ્રોબ્લેમ્સ થતા હોય છે. આ સાથે જ અનેક લોકો જ્યારે સવારમાં ઉઠે ત્યારે એમને ગરદન અને પીઠમાં દુખાવાનો અહેસાસ થતો હોય છે. જો કે આ વાતને અનેક લોકો ઇગ્નોર કરતા હોય છે. આ દુખાવા થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. પીઠ અને ગરદનના દુખાવા પાછળ તમે જે તકિયો લઇને સુઇ જાવો છો એ પણ જવાબદાર હોઇ શકે છે. પરંતુ આ ટાઇપના દુખાવાને કોઇ પણ વ્યક્તિને નજરઅંદાજ કરવો જોઇએ નહીં. આ દુખાવાને સામાન્ય ગણવો જોઇએ નહીં. જો તમે આ સમસ્યાને સામાન્ય ગણો છો તો સમય જતા અનેક તકલીફમાં મુકાઇ શકો છો. તો જાણો આ દુખાવા વિશે તમે પણ વધુમાં..

  આ પણ વાંચો: કાળી દ્રાક્ષ સાથે આ રીતે દૂધનું સેવન કરો

  સ્પ્રિંગ તકિયો


  સ્પ્રિંગ તકિયો બહુ જ આરામદાયક હોય છે. આ તકિયો તમને ગરદનના દુખાવામાંથી આરામ અપાવવાનું કામ કરે છે. તમે આ તકિયાનો રેગ્યુલર ઉપયોગ કરો છો તો પીઠ અને કમરના દુખાવામાંથી તમને આરામ મળે છે. આમ, તમને સતત ગરદનનો દુખાવો રહે છે તો તમે સ્પ્રિંગ તકિયાનો ઉપયોગ કરો. આ તકિયો તમે ગરદનના દુખાવાને દૂર કરવા માટે સૌથી બેસ્ટ છે.

  પંખ તકિયો


  પંખ તકિયો તમને ગરદનના દુખાવામાંથી આરામ આપવાનું કામ કરે છે. પંખ તકિયો સવારમાં ઉઠતાથી સાથે જ તમને આરામ અપાવવાનું કામ કરે છે. તમને સતત ગરદન અને પીઠનો દુખાવો રહે છે તો તમે પંખ તકિયાનો ઉપયોગ કરો.

  આ પણ વાંચો: આદુનું આ પાણી પીવાથી દૂર થાય છે ગેસની સમસ્યાઓ

  ફર્મ તકિયો


  કમર અને પીઠના દુખાવાને દૂર કરવા માટે તમે ફર્મ તકિયાનો ઉપયોગ કરી શકો છો. ફર્મ તકિયો તમને આરામ આપવાનું કામ કરે છે. આ તકિયો તમને પીઠ, માથાનો દુખાવો અને ખભાને આરામ આપવાનું કામ કરે છે. જે લોકો પીઠના બળ પર ઊંધે છે એમના માટે આ તકિયો સૌથી બેસ્ટ છે.


  ઊંઘતી વખતે ખાસ ધ્યાન રાખો


  જ્યારે પણ તમે સૂઇ જાવો ત્યારે ખાસ કરીને તમારી પથારી પર તમે ખાસ ધ્યાન આપો. આ સાથે જ તમે વચ્ચે-વચ્ચે ઉઠતા રહો. આમ કરવાથી તમને દુખાવામાંથી આરામ મળે છે.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Back Pain, Health care tips, Life style

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन