Home /News /lifestyle /ગુણકારી છે બીટનો જ્યૂસ, કેન્સરથી લઇને આ બીમારીઓ કરે છે દૂર, જાણો અને રોજ પીઓ
ગુણકારી છે બીટનો જ્યૂસ, કેન્સરથી લઇને આ બીમારીઓ કરે છે દૂર, જાણો અને રોજ પીઓ
બીટનો જ્યૂસ પીવાના ફાયદા
Benefits of drinking beetroot juice: શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે. આમ શિયાળામાં તમે બીટનો જ્યૂસ પીઓ છો તો હેલ્થને અનેક રીતે ફાયદો થાય છે. બીટનો જ્યૂસ મોટી બીમારીઓ સામે લડવાની તાકાત ધરાવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બીટનો જ્યૂસ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. શિયાળાની સિઝનમાં બીટ ખાવાની પણ મજા આવે છે. ઠંડીની સિઝનમાં બીટ એકદમ ફ્રેશ આવે છે. આ સિઝનમાં તમે બીટનો જ્યૂસ કાઢીને રોજ પીઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે બીટ કેન્સરથી લઇને બીજી અનેક મોટી બીમારીઓ સામે લડવાની તાકાત ધરાવે છે. બીટનો જ્યૂસ શરીરમાં અનેક રીતે ફાયદો પહોંચાડે છે. બીટને તમે સલાડ અને જ્યૂસ તરીકે પી શકો છો. તો જાણો તમે પણ બીટનો જ્યૂસ પીવાથી હેલ્થને શું ફાયદાઓ થાય છે.
બીટનો જ્યૂસ વજન ઓછુ કરવા માટે સૌથી બેસ્ટ છે. દરેક લોકોએ શિયાળામાં બીટનો જ્યૂસ પીવો જોઇએ. બીટના જ્યૂસમાં ફેટ અને કેલરી લો હોય છે જે સરળતાથી તમારું વજન ઘટાડે છે. આમ, જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો રોજ સવારમાં બીટનો જ્યૂસ પીઓ.
બીટના જ્યૂસમાં વીટાલાઇન્સ નામનું એન્ટી ઓક્સિડન્ટસ ફ્રી રેડિકલ્સ હોય છે જે કેન્સર સામે લડવાની તાકાત ધરાવે છે. આ ઇમ્યુન સેલ્સના ઉત્પાદનને વધારીને કેન્સરનો ગ્રોથ રોકે છે.
બીટનો જ્યૂસ પીવાથી સ્વાસ્થ્યને અનેક ઘણો ફાયદો થાય છે. આ બ્લડ વેસલ્સમાં આવતા સોજાને ઓછા કરીને બ્લડ પ્રેશરને ઘટાડે છે જેના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ ઘટી જાય છે. આ માટે દરેક લોકોએ શિયાળામાં બીટનો જ્યૂસ પીવો જોઇએ.
એક સંશોધન અનુસાર બીટના જ્યૂસમાં અનેક તત્વો રહેલા છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. રોજ તમે બીટનો જ્યૂસ પીઓ છો તો હાઇપરટેન્શનને ઓછુ કરી શકો છો. બ્લડ પ્રેશરના દર્દીઓ માટે બીટનો જ્યૂસ સૌથી બેસ્ટ છે.
તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો તમે રોજ બીટનો જ્યૂસ પીઓ. બીટનો જ્યૂસ પીવાથી લોહીની ઉણપ પૂરી થાય છે અને સાથે શરીરમાં તાકાત આવે છે. લોહીની ઉણપ માટે તમારે કોઇ બોટલ ચઢાવવાની જરૂર રહેતી નથી. નાના બાળકોને પણ રોજ તમે બીટનો જ્યૂસ પીવડાવો.
બીટનો જ્યૂસ પીવાથી રેડ સેલ્સનું ઉત્પાદન વધે છે જેના કારણે શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે અને એનિમીયાની તકલીફમાંથી છૂટકારો મળે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર