Home /News /lifestyle /પ્રેગનન્ટ વુમન્સે ના ખાવી જોઇએ તુલસી, જાણો બીજી કઇ બીમારીઓમાં તુલસી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે
પ્રેગનન્ટ વુમન્સે ના ખાવી જોઇએ તુલસી, જાણો બીજી કઇ બીમારીઓમાં તુલસી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે
તુલસી ખાવાથી નુકસાન
Side effects of tulsi: તુલસી ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે આ વાત તો દરેક લોકો જાણે છે. પરંતુ આજે તમને જણાવી દઇએ કે તુલસી ખાવાથી પણ હેલ્થને નુકસાન થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: તુલસીનું ધાર્મિક રીતે અનેક ઘણું મહત્વ રહેલું છે. આ સાથે જ તુલસી સ્વાસ્થ્ય માટે પણ એટલી જ ફાયદાકારક છે. આ વિશે તો તમે લોકો જાણતા જ હશો. પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે તુલસી હેલ્થને નુકસાન પણ પહોંચાડે છે. આમ, જો તમે રોજ તુલસી ખાઓ છો તો તમારે આ વાત જાણવી જ રહી. આ લોકોએ બને ત્યાં સુધી તુલસી ખાવી જોઇએ નહીં. herzindagi.com અનુસાર ડાયટિશિયન સિમરન સૈની તુલસી ખાવાથી હેલ્થને શું નુકસાન થાય છે એ વિશે જણાવે છે. તો જાણો આ વિશે તમે પણ.
તુલસી બ્લડને પાતળુ કરવાનું કામ કરે છે. તમે બ્લડ થિનર લઇ રહ્યા છો તો આ બ્લડ ક્લોટિંગ જેવી સમસ્યા કરી શકે છે. આ માટે જે લોકોનું લોહી પાતળુ હોય એમને તુલસી ખાવાનું ઇગ્નોર કરવુ જોઇએ.
પ્રેગનન્સીમાં ના ખાઓ
તમે પ્રેગનન્ટ છો તો તમારે તુલસી ખાવાથી બચવુ જોઇએ. તુલસીમાં રહેલું કમ્પાઉન્ડ ગર્ભાશયના સંકુચનનું કારણ બની શકે છે. આ માટે પ્રેગનન્સી સમય દરમિયાન તુલસી ખાવી જોઇએ નહીં.
લિવર માટે નુકસાનકારક
તુલસી વધારે માત્રામાં ખાવાથી લિવર ડેમેજ, ધબકારા વધવા જેવી સમસ્યાઓ વધી શકે છે. આ માટે તમે દિવસ દરમિયાન વધારે તુલસી ખાઓ છો તો તમારે બંધ કરી દેવી જોઇએ.
આ પણ વાંચો: ટાઇપ 2 ડાયાબિટીસ આ 4 અંગોને પહેલાં કરે છે ડેમેજ
હાઇપોથાઇરોઇડ દર્દીઓ માટે નુકસાનકારક
તમે હાઇપોથાઇરોઇડના દર્દી છો તો તમારે તુલસી ખાવાથી બચવુ જોઇએ. તમને એક વાત એ જણાવી દઇએ કે જો તમે વઘારે માત્રામાં તુલસી ખાઓ છો તો હોર્મોન્સનું લેવલ ઓછુ વધારે થઇ શકે છે.
ડાયાબિટીસ
બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે તમે દવા લઇ રહ્યા છો તો તમારા માટે તુલસી નુકસાનકારક સાબિત થાય છે. આ સમયે તુલસી ખાવાથી લેવલ બહુ ઓછુ થઇ શકે છે.
પેટમાં દુખાવાની ફરિયાદ
તમને સતત પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે તો તમારે તુલસી ખાવાનું બંધ કરી દેવુ જોઇએ. આ સમયે તુલસ ખાવાથી આ સમસ્યા વધી શકે છે. આમ, જો તમે દિવસ દરમિયાન બે તુલસીના પાન ખાઓ છો તો વાંધો આવતો નથી, પરંતુ વધારે ખાવાથી નુકસાન થાય છે. (આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. આ ઉપાય અજમાવતા પહેલાં તમારા શરીરની તાસીર પ્રમાણે ડોક્ટરની સલાહ એક વાર લઇ લો.)
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર