Home /News /lifestyle /Blood Group And Heart Attack: આ બ્લડગ્રુપવાળા લોકોને હાર્ટ એટેકનું જોખમ વધારે, તમે પણ નથી ને આમાં?

Blood Group And Heart Attack: આ બ્લડગ્રુપવાળા લોકોને હાર્ટ એટેકનું જોખમ વધારે, તમે પણ નથી ને આમાં?

હાર્ટ એટેકને બ્લડ ગ્રુપ સાથે સંબંધ છે, જાણો આ રહી સમગ્ર માહિતી

Blood Group And Heart Attack: હાલના સમયમાં હૃદયરોગના દર્દીઓમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળ્યો છે. ત્યારે લાઇફસ્ટાઇલમાં પરિવર્તન લાવીને હૃદયની બીમારીઓથી બચી શકાય છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ચિંતાને દૂર કરીને હૃદયરોગ સંબંધિત તકલીફોને ઓછી કરી શકાય છે.

વધુ જુઓ ...
Blood Group And Heart Attack: બદલાતી લાઇફસ્ટાઇલને કારણે આપણા જીવન પર ઘણી અસર થાય છે. હાર્ટ એટેક, સુગર, કોલેસ્ટ્રોલ, ડાયબિટિઝ જેવી કેટલીક બીમારીઓ થાય છે. હાર્ટ એટેક બ્લડ ફ્લોની અસરને લીધે આવે છે. જ્યારે લોહીની પ્રવાહિતા ઘટી જાય છે ત્યારે સ્ટ્રોક અને હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. સામાન્ય રીતે લોહીની પ્રવાહિતા તેમાં રહેલા કોલેસ્ટ્રોલ વધાને કારણે ઘટી જતી હોય છે. પરંતુ તે એકમાત્ર કારણ નથી, અન્ય કારણોસર પણ લોહીની પ્રવાહિતા ઘટતી જોવા મળે છે.

લાઇફસ્ટાઇલમાં બદલાવથી જોખમ ઘટે છે


હાલના સમયમાં હૃદયરોગનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રોજબરોજના જીવનમાં થોડા બદલાવ કરવાથી આ પ્રકારની બીમારીથી બચી શકાય છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ચિંતાને દૂર કરીને પણ હૃદય સંબંધિત બીમારીઓનો ખતરો દૂર કરી શકાય. જો હૃદય સંબંધિત બીમારીઓનું પૂરતું જ્ઞાન ના હોય અને તેના લક્ષણો સમજી ના શકે તેવી પરિસ્થિતિમાં તે જીવલેણ સાબિત થઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આપણા બ્લડગ્રુપ અને હૃદયની તંદુરસ્તી વચ્ચે ખાસ સંબંધ હોય છે!

આ પણ વાંચોઃ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટથી બચવા જીમમાં ના કરો આ ભૂલ

લોહીનું વિવિધ પદ્ધતિથી વિભાજન થાય છે


ઓનલી માય હેલ્થના રિપોર્ટ પ્રમાણે, બ્લડગ્રુપની સાચી જાણકારી હોય તો હૃદય સંબંધિત સમસ્યાને ઝડપથી ઓળખી શકાય છે. તેને જાણવા માટે ABO પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેક્નિકમાં એ અને બી એન્ટિજનની હાજરી કે ગેરહાજરીના આધારે લોહીને અલગ પાડવામાં આવે છે. જે લોકોનું બ્લડગ્રુપ એ,બી, એબી કે ઓ હોય છે, તેમને એન્ટિજનને આધારે વિભાજિત કરવામાં આવ્યું છે. આ પ્રણાલીને 1901માં ઓસ્ટ્રિયાઈ ઇમ્યૂનોલોજિસ્ટ કાર્લ લેન્ડસ્ટીનરે માન્યતા આપી હતી.

આ પણ વાંચોઃ આ છે હાર્ટ એટેકની વોર્નિંગ સાઇન, શરીરમાં આ ફેરફાર થાય તો દોડો ડોક્ટર પાસે નહીં તો..

લાલ રક્તકોશિકાઓ દ્વારા પ્રોટીનનું નિરીક્ષણ કરવું કે તેનો બહિષ્કાર કરવો તે લોહીના સકારાત્મક અને નકારાત્મ વિશેષતા પર આધાર રાખે છે. જો લોહીમાં પ્રોટીન હોય તો તમે આરએચ પોઝિટિવ કહેવાશો અને ના હોય તો આરએચ નેગેટિવ કહેવાશો. જે લોકોનું બ્લડ ગ્રુપ ઓ હોય છે, તે તમામ લોકોને બ્લડ આપી શકે છે અને એબી ગ્રુપવાળા લોકો તમામ લોકોનું લોહી લઈ શકે છે.

કોને વધુ જોખમ હોય છે?


અમેરિકન હાર્ટ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત 2020ના એક અધ્યયન અનુસાર, બ્લડ ગ્રુપ એ અને બીવાળા લોકોમાં થ્રોમ્બોમ્બોલિક વિકાર થવાનું જોખમ વધુ હોય છે, જ્યારે બ્લડ ગ્રુપ O હોય તેવો લોકોને હાઇ બ્લડ પ્રેશરનું જોખમ રહેતું હોય છે. હૃદય અને બ્લ્ડ ગ્રુપને લઈને થયેલા સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, એ બ્લડગ્રુપવાળા લોકોમાં હાઇપરલિપિડિમિયા. એથેરોસ્ક્લેરોસિસ અને હાર્ટ ફેઇલ થવાની શક્યતા ઓ બ્લ્ડ ગ્રુપવાળા લોકો કરતાં વધુ હોય છે. જ્યારે બી બ્લડ ગ્રુપવાળા લોકોમાં હાર્ટ એટેક થવાનું જોખમ વધુ છે.
First published:

Tags: Healthy lifestyle, Heart attack, Lifestyle, Lifestyle news science, Lifestyle જીવનશૈલી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો