Home /News /lifestyle /પેશાબમાં બળતરા સાથે શરીરમાં થાય છે આ ફેરફારો? તો સમજી લો કિડની થઇ ગઇ ખરાબ, આ રીતે બચાવો
પેશાબમાં બળતરા સાથે શરીરમાં થાય છે આ ફેરફારો? તો સમજી લો કિડની થઇ ગઇ ખરાબ, આ રીતે બચાવો
પેશાબમાં બળતરા થાય છે.
Kidney care: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો જાતજાતની બીમારીઓમાં સપડાઇ જતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કિડની ખરાબ થવી, હાઇ બીપી, ડાયાબિટીસ જેવી અનેક ગંભીર બીમારીઓમાં માણસ સપડાઇ જાય છે.
Kidney damage: દુનિયાભરમાં અનેક લોકો કિડનીની સમસ્યા સાથે જોડાયેલા હોય છે. કિડની શરીરનું એક મહત્વનું અંગ છે. આ માટે પ્રોપર રીતે કિડનીનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. કિડની શરીરમાં અનેક પ્રકારનું કામ કરે છે. કિડની આપણાં શરીરમાંથી ગંદા અને વિષાક્ત પદાર્થોની સાથે બ્લડથી પણ એક્સ્ટ્રા લિક્વિડ્સને દૂર કરીને એને સારી રીતે સાફ કરવાનું કામ કરે છે. આ સાથે જ રેડ બ્લડ સેલ્સને વધારે છે અને વિટામીન ડીનો સમાવેશ કરે છે. ડોક્ટર્સ અનુસાર ગરમીમાં ડિહાઇડ્રેશન વધી જાય છે જેના કારણે ઘણી વાર કિડની કામ કરી શકે નહીં. તો જાણો તમે પણ કિડની ખરાબ થવાના લક્ષણો અને કેવી રીત ધ્યાન રાખવું જોઇએ.
કિડની ખરાબ થવાના લક્ષણો
પગમાં, ઘૂંટણમાં તેમજ શરીરમાં સોજા આવવાનો સંકેત તમને કિડની ડેમેજ થઇ રહી છે એવું જણાવે છે. જે લોકોને કિડનીની તકલીફ છે એમને સૌથી વધારે પગમાં તેમજ મોં પર સોજા આવતા હોય છે. ડોક્ટરનું કહેવુ છે કે 30 ટકા કિડનીના રોગીઓ એવા હોય છે જેમને ખબર પડ્યા પછી સારવાર માટે સમય કરતા મોડા દવાખાને જતા હોય છે. આમ, જો તમને શરીરમાં કોઇ તકલીફ લાગે છો તો તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. આ વાતને જરા પણ ઇગ્નોર કરશો નહીં.