Home /News /lifestyle /હાડકાંમાંથી કટ-કટ અવાજ આવે છે? તો બની શકો છો આ ગંભીર બીમારીઓનો શિકાર, જાણો કેી
હાડકાંમાંથી કટ-કટ અવાજ આવે છે? તો બની શકો છો આ ગંભીર બીમારીઓનો શિકાર, જાણો કેી
સાંધામાં સોજો આવે છે.
Health care: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પોતાની હેલ્થ પર પ્રોપર ધ્યાન આપી શકતા નથી. આ કારણે લોકોમાં હેલ્થ ઇસ્યુ વધતા જાય છે. આમ વાત કરવામાં આવે તો અનેક લોકોના હાડકાંમાંથી કટ-કટ અવાજ આવતો હોય છે.
Health care: શરીરમાં હાડકાં મહત્વનો ભાગ ભજવે છે. હાડકાં નબળા હોય તો તમે અનેક રીતે હેરાન-પરેશાન થઇ જાવો છો. આજની આ લાઇફ સ્ટાઇલમાં અનેક લોકોને હાડાકાંની તકલીફ હોય છે. હાડકાંને લગતી તકલીફો નાની ઉંમરના લોકોમાં પણ વધારે જોવા મળી રહી છે. આમ વાત કરવામાં આવે તો ઘણાં લોકોના હાડકાંમાંથી ટક-ટક અવાજ આવતો હોય છે. આમ વાત કરવામાં આવે તો અનેક લોકો આ અવાજને ઇગ્નોર કરતા હોય છે. પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે આ અવાજ આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોઇ શકે છે અને સાથે તમે અનેક બીમારીઓનો શિકાર બની શકો છો. તો જાણો આ વિશે વિસ્તારથી.
ઓસ્ટિયોઆર્થરાઈટિસ એક એવી સ્થિતિ છે જેમાં હાડકાંની વચ્ચે કુશનિંગ, એક બીજા સાથે ઘર્ષણ થવાથી ઘસાવા લાગે છે. આ ઘર્ષણને કારણે સાંધાની વચ્ચે સોજો વધી જાય છે અને પછી હાડકાંને વળવામાં સમસ્યા થાય છે. આ સિવાય તમે હાડકાંમા નબળાઇ પણ સમજી શકો છો જેના કારણે તમારા હાડકાંમાંથી કટ-કટ અવાજ આવે છે.
રનર્સ ની એટલે કે પેટેલોફેમોરલ પેન સિન્ડ્રોમ પણ હાડકાંઓમાંથી આવતા કટ-કટ અવાજનું એક કારણ બની શકે છે. આ વસ્તુ ત્યારે થાય છે જ્યારે અચાનક ગતિવિધીઓનું સ્તર વધારી દે છે. આ સાથે જ વધારે એક્ટિવ રહેવાથી જેમ કે દોડવું, બેસવુ તેમજ કૂદવું પણ શામેલ છે. ઘણી વાર પીએફએસ પુરુષોની તુલનામાં મહિલાઓમાં વધારે જોવામાં આવે છે.
આ રીતે હાડકાંઓમાંથી આવતો અવાજ બંધ કરો
કાજૂ, બદામ, અખરોટ જેવા ડ્રાય ફ્રૂટ્સની સાથે અળસીના બી અને માછલીનું સેવન કરવાથી આ સમસ્યામાંથી રાહત મળી શકે છે. આ સાથે જ દરરોજ એક ચમચી ઘી ખાવાથી હાડકાંઓની વચ્ચે થતા આ ઘર્ષણને ઓછુ કરવામાં મદદ કરી શકે છે. આ સાથે જ શરીરમાં પાણીની માત્રા સારી રહે છે તો હાડકાંમાંથી આવતો અવાજ બંધ થઇ જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર