Home /News /lifestyle /દરરોજ 30 મિનિટ પત્ની સાથે ‘આ’ કામ કરો: હંમેશા યંગ દેખાશો..ઘડપણની અસર નહીં દેખાય 

દરરોજ 30 મિનિટ પત્ની સાથે ‘આ’ કામ કરો: હંમેશા યંગ દેખાશો..ઘડપણની અસર નહીં દેખાય 

એક્સેસાઇઝ કરવાની આદત પાડો.

How TO Reduce Cellular Age: સેલ્યુલર ઉંમર ઓછી થવાને કારણે અનેક બીમારીઓનો ખતરો ટળી જાય છે. આ સાથે જ તમે ઘરડા લાગતા નથી. બાયોલોજિકલ ઉંમરની અસર પણ ધીરે-ધીરે થાય છે. જાણો આ વિશે વધુમાં અને હંમેશા યંગ દેખાવો.

How TO Reduce Cellular Age: ઉંમર વધવાની પક્રિયા એક નેચરલ છે. આ પ્રક્રિયા સાથે તમે ઇચ્છો તો પણ કંઇ કરી શકતા નથી. પરંતુ ડેઇલી રૂટિનમાં કેટલીક આદતો પાડીને તમે આ સમસ્યામાંથી બચી શકો છો. આમ વાત કરવામાં આવે તો દર વર્ષે આપણાં શરીરમાં કેટલાક બદલાવ થતા રહે છે. આપણું શરીર કોશિકાઓથી બનેલુ છે. આ કોશિકાઓ સમયની સાથે નષ્ટ થતી રહે છે. સેલ્સ ડેમેજ થવાને કારણે શરીરમાં ફ્રી રેડિકલ્સ બને છે. આનાથી ઘડપણ આવે છે અને સાથે બીજી અનેક બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરવા લાગે છે. વૈજ્ઞાનિકોએ એજિંગને બે કેટેગરી આપી છે. એક સેલ્યુલર એજિંગ અને બીજી ડેમેજ અને પર્યાવરણ સાથે જોડાયેલી એજિંગ. આ બન્ને રીતથી એજિંગને તમે રોકી શકતા નથી.

આ પણ વાંચો:આ લોકોએ ક્યારે અથાણું ખાવુ જોઇએ નહીં

દરરોજ 30 મિનિટ આ કામ કરો


બ્રિધમ યંગ યુનિવર્સિટી પ્રોવોમાં એક સંશોધન થયુ છે જેમાં જાણમાં મળ્યુ છે કે અઠવાડિયામાં 5 દિવસ 30 થી 40 મિનિટ વોક કરવાથી સેલ્યુલર એજ 9 વર્ષ સુધી ઓછી કરી શકો છો. જ્યારે આપણી ઉંમર વધે છે ત્યારે સેલના ક્રોમોસોમ્સમાં મળતા ટેલોમિયરની લંબાઇ નાની થઇ જાય છે. નાની થવાને કારણે આ ક્રોમોસોમને તમે બચાવી શકતા નથી. ક્રોમોસોમ્સના ડેથથી ડીએનએ પ્રભાવિત થાય છે. આનાથી એજિંગ પ્રોસેસ તેજ બને છે અને ઇમ્યુનિટીથી પ્રભાવિત થાય છે.

જાણો ફાયદાઓ


જ્યારે આપણે એક્ટિવ રહેતા નથી ત્યારે લાઇફ સ્ટાઇલ ખરાબ થઇ જાય છે ત્યારે ટેલોમિયર્સ ઝડપથી શોર્ટ થાય છે. સંશોધનમાં ફિઝિકલ એક્ટિવિટી વધવાને કારણે આપણી સેલ્યુલર એજ ઝડપથી વધવાથી તમે રોકી શકો છો. આમ, તમે પણ તમારી ઉંમરની અસર ફેસ તેમજ બોડી પર દેખાડવા ઇચ્છતા નથી તો દરરોજ 30 મિનિટ જોગિંગ કરવાની આદત પાડો. આ આદત તમને હંમેશા યંગ રાખે છે.

આ પણ વાંચો:આ જ્યૂસ પીઓ અને બેલી ફેટની ચરબી ફટાફટ ઓગાળો

આમ, તમે દરરોજ 30 મિનિટ જોગિંગ કરો છો તો સ્વાસ્થ્યને અનેક ઘણો ફાયદો થાય છે. જોગિંગ કરવાથી બીજી અનેક બીમારીઓ શરીરમાંથી દૂર થાય છે. ઘણાં લોકો રૂટિનમાં એક્સેસાઇઝ કરતા હોય છે. રૂટિનમાં એક્સેસાઇઝ કરવાથી અનેક સમસ્યાઓ દૂર થાય છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Exercise, Health care tips, Life Style News