Home /News /lifestyle /ડાયાબિટીસના દર્દીઓએ ગોળ ખાવો જોઇએ કે નહીં? શું આ ખાવાથી સુગર વધે? જાણો આખરે શું છે સાચું     

ડાયાબિટીસના દર્દીઓએ ગોળ ખાવો જોઇએ કે નહીં? શું આ ખાવાથી સુગર વધે? જાણો આખરે શું છે સાચું     

ગોળ ખાવામાં હેલ્ધી હોય છે.

Jaggery for diabetes patients: ગોળ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ ગોળનું સેવન કરવું જોઇએ કે નહીં એ વિશે અનેક લોકો વિચારતા હોય છે. આમ, જો તમને ડાયાબિટીસ છે તો ખાસ જાણી લો આ વિશે અને પછી ગોળનું સેવન કરો.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડાયાબિટીસા દર્દીઓ હંમેશા અનેક વસ્તુઓથી સંભાળીને રહેતા હોય છે. કઇ વસ્તુ ખાવાથી શુગર વધે છે અને કંટ્રોલમાં રહે છે એ જાણી લેવું ખૂબ જરૂરી છે. એવામાં લોકો ગોળને લઇને સતત ચિંતામાં રહેતા હોય છે કે ડાયાબિટીસમાં ગોળ ખવાય કે નહીં? આ વાતને લઇને ડાયાબિટીસના દર્દીઓ હંમેશા કન્ફ્યૂઝનમાં રહેતા હોય છે. તમે પણ કંઇક આવું વિચારી રહ્યા છો તો આ રહ્યો તમારા પ્રશ્નનો જવાબ. ગોળ શેરડીનો રસ નિકાળીને મેન્યુઅલી રીતે તૈયાર કરવામાં આવે છે. આ માટે કેટલાક લોકોનું માનવું હોય છે કે ગોળ ખાવાથી શુગર વધતી નથી, જ્યારે ઘણાં લોકોનું માનવું હોય છે કે ગોળમાં વધારે મીઠાસ હોય છે આ માટે આ સુગરને વધારવાનું કામ કરે છે.

આ પણ વાંચો:ન્હાતી વખતે ભૂલથી પણ ના કરો આ ભૂલો, નહીં તો..

સૌથી પહેલાં એ જાણી લો કે ગોળ શું છે. ગોળ ખાંડનો સૌથી શાનદાર અને હેલ્ધી વિકલ્પ છે. ગોળમાં વધારે માત્રામાં આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. ઓર્ગેનિક ગોળ હંમેશા કેમિકલ ફ્રી રહેલો હોય છે. આ માટે ગોળ ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે.

શું ડાયાબિટીસના દર્દીઓ ગોળ ખાઇ શકે?


હેલ્ધીફેમ હેલ્થ વેબસાઇટ અનુસાર ડાયાબિટીસના દર્દીઓ જ્યારે ભોજન કરે છે ત્યારે આર્ટિફિશિયલ સ્વીટનરની જગ્યાએ નેચરલ સ્વીટનરનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. પરંતુ આનો મતલબ એ નથી કે દરેક પ્રકારના કુદરતી સ્વિટનર ડાયાબિટીસના દર્દીઓ માટે એક સારો વિકલ્પ હોય છે.

સફેદ ખાંડની તુલનામાં ઓર્ગેનિક સામગ્રીમાંથી બનેલો ગોળ વધારે સારો હોય છે, જેને કડાઇમાં પ્રસંસ્કરણ કરીને બનાવવામાં આવે છે. ગોળના ફાયદાઓ ત્યારે થાય છે જ્યારે તમે એનું સેવન સિમીત માત્રામાં કરો.

આ પણ વાંચો:આ 7 આદતોને કારણે બગડે છે પેટ

તમને જણાવી દઇએ કે સો ગ્રામ ગોળમાં 98 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે જ્યારે 383 કેલરી ઉર્જા મળે છે. ત્યારે સો ગ્રામ ખાંડમાં 100 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. એટલે કે ખાંડની તુલના કરતા ગોળમાં માત્ર બે ગ્રામ કાર્બોહાઇડ્રેટ મળે છે. આ કારણે ડાયાબિટીસના દર્દીઓને ગોળ ખાવાની સલાહ પણ આપવામાં આવતી નથી.


શું ખાવુ જોઇએ


ન્યૂટ્રિશનિસ્ટ સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓને મીઠું ખાવાનું મન થાય ત્યારે જડીબુટ્ટીઓ વાળી ચીજ વસ્તુઓનું સેવન કરવાની સલાહ આફે છે. જેમ કે..આદુ, તુલસી, તજ વગેરે. આ વસ્તુઓનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ બહુ ઓછુ હોય છે.
First published:

Tags: Health care tips, Jaggery, Life Style News