Home /News /lifestyle /વારંવાર ખંજવાળ આવવી આ જીવલેણ બીમારીનો હોઇ શકે છે સંકેત! સમય પર ઇલાજ કરાવવાથી બચી શકે છે જીવ

વારંવાર ખંજવાળ આવવી આ જીવલેણ બીમારીનો હોઇ શકે છે સંકેત! સમય પર ઇલાજ કરાવવાથી બચી શકે છે જીવ

બહુ ખંજવાળ આવે છે?

sign of pancreatic cancer: આજના આ સમયમાં અનેક લોકો કેન્સરની ઝપેટમાં આવી રહ્યા છે. કેન્સરના અનેક પ્રકાર હોય છે. આ સાથે જ દરેક કેન્સરના અલગ-અલગ લક્ષણો હોય છે. આમ, જો તમને લાંબા સમય સુધી ખંજવાળ આવે છે તો તમારે ડોક્ટરને બતાવવાની જરૂર છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ)ની કોશિકાઓ જ્યારે અનિયંત્રિત રીતે વઘીને ટ્યુમર બનાવે છે ત્યારે કેન્સરનું રૂપ લે છે. આ કોશિકાઓ પૂરા શરીરમાં ફેલાઇ જાય છે અને માણસનો જીવ જઇ શકે છે. સ્વાદુપિંડના કેન્સરના લક્ષણો દરેક વ્યક્તિમાં અલગ-અલગ હોઇ શકે છે. જો કે કેટલાક સામાન્ય લક્ષણોમાં પેટમાં દુખાવો, પીઠમાં દુખાવો, ભૂખ ના લાગવી, અચાનક વજન ઓછુ થવું, પીળિયો થવો, યુરિનનો રંગ બદલાઇ જવો, લોહીમાં ગઠ્ઠા થવા અને થાક લાગવો છે. પરંતુ એક લક્ષણ સ્કિન પર ખંજવાળ આવવી છે જે પાછળથી ભયંકર રૂપ લે છે. સ્વાદુપિંડ શરીરનું બહુ જરૂરી અંગોમાંથી એક છે. તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે સ્વાદુપિંડ સારું હોય એ ખૂબ જરૂરી છે. આમાં જો કોઇ તકલીફ હોય તો શરીરની સિસ્ટમ ખરાબ થઇ જાય છે.

    આ પણ વાંચો: જાણો કેસરના અગણિત ફાયદાઓ

    ખંજવાળની સમસ્યાને ગંભીરતાથી લો


    પિત્તમાં મળતુ બિલીરૂબિન નામનું કેમિકલ પીળિયાનું કારણ બની શકે છે. જ્યારે લિવર બિલીરૂબિનને સારી રીતે પ્રોસેસ નથી કરી શકતુ ત્યારે એ અનિયંત્રિત થઇ જાય છે અને આનાથી ત્વચા અને આંખોમાં પીળાશ આવવા લાગે છે. પિત્ત નળી પિત્તને લિવરના નાના આંતરડામાં લઇ જાય છે. સ્વાદુપિંડની ટ્યૂમર લિવરને પિત્તમાં રિલીઝ કરવાથી રોકે છે જેના કારણે બિલીરૂબિન વધવા લાગે છે. પીળિયો એક એવી બીમારી છે જે સ્વાદુપિંડ કેન્સરના લોકોને પ્રભાવિત કરી શકે છે અને આ સ્થિતિમાં ખંજવાળ આવે છે.

    સામાન્ય રીતે મોટાભાગના લોકો ત્વચા પર આવતી ખંજવાળને ઇગ્નોર કરતા હોય છે. પરંતુ જો તમને લાંબા સમય સુધી ખંજવાળ આવે છે તો સ્વાદુપિંડનું કેન્સર હોઇ શકે છે જેના કારણે ત્વચાના રંગમાં બદલાવ આવે છે. આમ, જો તમને લાંબા સમય સુધી ખંજવાળ આવે છે તો તમે તરત જ ડોક્ટરને બતાવો.

    આ પણ વાંચો: મધ અને પાણી આ સમયે પીવાથી સવારમાં પેટ સાફ થઇ જાય છે

    સ્વાદુપિંડમાં ટ્યુમરનું શું કારણ હોય છે?


    વૈજ્ઞાનિક અને સંશોધનકર્તાઓ સ્વાદુપિંડના કેન્સરની પાછળના મુખ્ય કારણો વિશે તટસ્થ નથી પરંતુ કેટલાક સામાન્ય કારણોમાં ધુમ્રપાન અને તંમાકુનું સેવન, મોટાપા અને કમરની આસપાસ વજન વધારે હોવું તેમજ ડાયાબિટીસ જેમાં ખાસ કરીને ટાઇપ 2 મોટાપા સાથે સંબંધિત છે.



    શરૂઆતમાં સ્વાદુપિંડનું કેન્સર સાઇલન્ટ હોય છે જેના કારણે કેન્સરની જાણ થવી મુશ્કેલ છે. સ્વાદુપિંડના કેન્સરથી પીડાતા લોકોને એક પછી એક એમ અનેક સમસ્યાઓ વધતી જાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Cancer, Health care, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन