Home /News /lifestyle /Health Special Article: માત્ર એક ફેલોપિયન ટ્યૂબ કાર્યરત હોય તો ગર્ભ ધારણ કરી શકાય? જાણો પ્રેગ્નન્સી માટે મહત્વ

Health Special Article: માત્ર એક ફેલોપિયન ટ્યૂબ કાર્યરત હોય તો ગર્ભ ધારણ કરી શકાય? જાણો પ્રેગ્નન્સી માટે મહત્વ

આમ, બ્લીડિંગ પહેલાં 14 દિવસમાં થાય છે તો મિસકેરેજ રેટ 45 ટકાથી 55 ની વચ્ચે રહે છે. હેવી બ્લીડિંગની સાથે પેટમાં સોજો આવવાથી મિસકેરેજ થઇ શકે છે.

Pregnancy: ફેલોપિયન ટ્યૂબ મહિલાઓની પ્રજનન ક્ષમતામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. માત્ર પેટેંટ ટ્યૂબ નહીં પરંતુ ટ્યૂબ ડિંબગ્રંથિ પણ સ્વસ્થ હોવી જરૂરી છે.

માત્ર એક ફેલોપિયન ટ્યૂબ હોય તો ગર્ભાવસ્થા ધારણ કરવા માટે શું જરૂરી છે, તે અંગે બેંગ્લોરની કૌવેરી હોસ્પિટલના ફેટલ મેડિસીન ડિપાર્ટમેન્ટના HOD અને સિનિયર કન્સલટન્ટ ડૉ.ચિત્રા શાહે વિગતવાર જાણકારી આપી છે. મહિલા પ્રજનન પ્રણાલીમાં 4 ભાગ હોય છે- યોનિ, ગર્ભાશય, ફેલોપિયન ટ્યૂબ અને અંડાશય. ફેલોપિયન ટ્યૂબ સીરોમસ્કુલર સંરચના છે, જે ગર્ભાશયથી લઈને અંડાશય સુધી ફેલાયેલ છે. જે ડાબી અને જમણી બાજુ હોય છે. ટ્યૂબમાં 4 ભાગ હોય છે ગર્ભાશય, ઈસ્થમસ, એમ્પુલ્લા અને ઈન્ફંડિબુલમ. આ ટ્યુબની લંબાઈ 1 મિમીથી લઈને 11થી 12 સેમી હોય છે.

ઓવેલ્યુશન સમયે ઈન્ફંડિબુલમ અથવા જ્યાં ટ્યૂબનો અંત થાય છે ત્યાં સુધી અંડાશય કવર થાય છે. સિલિયા (ગર્ભાશયની દીવાલ પર વાળ જેવી સંરચના) 1 મિમી Hg ની નકારાત્મક અસર થાય છે. જે અંડાશયમાંથી ડીંબને શોષે છે. ટ્યૂબના લૂમેનમાં શુક્રાણુ ટ્યૂબ સુધી પહોંચે તેની રાહ જોવામાં આવે છે. 4-5 દિવસ બાદ ફેલોપિયન ટ્યૂબમાં ફર્ટીલાઈઝેશન થઈ જાય છે, ત્યારબાદ ભ્રૂણને ગર્ભાશયમાં લઈ જવામાં આવે છે. આ પ્રકારે ફેલોપિયન ટ્યૂબ મહિલાઓની પ્રજનન ક્ષમતામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. માત્ર પેટેંટ ટ્યૂબ નહીં પરંતુ ટ્યૂબ ડિંબગ્રંથિ પણ સ્વસ્થ હોવી જરૂરી છે.

કોઈપણ એક અંડાશયમાં ઓવેલ્યુએશન થઈ શકે છે, બંને તરફની ટ્યૂબ કામ કરે તે જરૂરી છે. મોટાભાગની મહિલાઓમાં બંને ફેલોપિયન ટ્યૂબ સ્વસ્થ હોય છે, પરંતુ અનેક મહિલાઓમાં માત્ર એક ફેલોપિયન ટ્યૂબ કાર્યરત હોય છે.

Dr Chitra Ganesh, HOD & SENIOR CONSULTANT FETAL MEDICINE, MAA KAUVERY, KAUVERY HOSPITAL, BENGALURU


ફેલોપિયન ટ્યૂબ (fallopian tube) ને કયા કારણોસર નુકસાન થાય છે?

કયા કારણોસર ફેલોપિયન ટ્યૂબ કામ કરતી તે વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

અગાઉ કોઈ કારણોસર ઈન્ફેક્શન થયું હોય થવા યોગ્ય સારવાર ના કરાવવામાં આવી હોય તેના કારણે ટ્યૂબને નુકસાન થાય છે.

ટ્યૂબલ ગર્ભાવસ્થા (tubal pregnancy) ના કારણે ફેલોપિયન ટ્યૂબ હંમેશા માટે ડેમેજ થઈ જાય છે, આ કારણોસર જે ફેલોપિયન ટ્યૂબ ખરાબ હોય તે ફેલોપિયન ટ્યૂબ દૂર કરી દેવામાં આવે છે.

જન્મથી શારીરિક ખોડખાંપણ હોય તો એક ટ્યૂબ હંમેશા માટે બિનકાર્યશીલ બની જાય છે.

એંડોમેટ્રિયોસિસના પરિણામસ્વરૂપે ટ્યૂબ પર નિશાન પડી જાય છે, જેના કારણે ટ્યૂબ અંડાશય અથવા ગર્ભાશય સાથે ચોંટી જાય છે.

ફ્રાઈબ્રોએડ (ગર્ભાશયનું ટ્યૂમર)ના કારણે ફેલોપિયન ટ્યૂબ અથવા ગર્ભાશયનો પ્રવેશ દ્વાર અવરોધાઈ જાય છે.

પેટ અથવા પેલ્વિક સર્જરીના કારણે ટ્યૂબમાં નિશાન પડી જાય છે અથવા નુકસાન થાય છે.

અલ્ટ્રાસાઉંડ સ્કેનની મદદથી ટ્યૂબની સંરચના અથવા તેના કામકાજનું નિદાન કરી શકાતું નથી. ટ્યૂબની તપાસ માટે લેપ્રોસ્કોપી બેસ્ટ ઓપ્શન છે. સામાન્ય રીતે ટ્યૂબલ પેટેંસી માટે HSG (Hysterosalpingography) કરવામાં આવે છે. માત્ર ગણતરીના લોકો ટ્યૂબલ પેટેંસી માટે મંજૂરી આપે છે.

માત્ર એક ફેલોપિયન ટ્યૂબ હોય તે મહિલા ગર્ભ ધારણ કરી શકે છે?

માત્ર એક ફેલોપિયન ટ્યૂબ હોય તે મહિલા નિશ્ચિતપણે ગર્ભ ધારણ કરી શકે છે, તે માટે અન્ય ભાગ કાર્યરત હોવા જરૂરી છે. જે ફેલોપિયન ટ્યૂબ ઉપલબ્ધ હોય તે ટ્યૂબ પેટેંટ હોવી જરૂરી છે.

ગર્ભ ધારણ કરવા માટે બીજા નંબરે ઉંમર આવે છે. જેની સૌથી પહેલી અસર મહિલાઓના ઈંડા પર પડે છે. મહિલાઓના અંડાશયમાં હજારો અપરિપક્વ ઈંડા હોય છે. મહિલા પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કેટલા ઈંડા વિકસિત કરી શકશે, તે પહેલેથી જ નક્કી હોય છે. મહિલા જ્યારે પોતાની માતાના ગર્ભ હોય છે, ત્યારથી આ બાબત નક્કી હોય છે. જ્યારે યુવતી મેચ્યોર થાય છે, ત્યારે તેનું ઓવેલ્યુએશન શરૂ થઈ જાય છે. તે સમયે યુવતીના ઈંડા કોશિકા વિભાજનના એક ચરણમાં પસાર થાય છે, જેને અર્ધસૂત્રીવિભાજન (meiosis) તરીકે ઓળખવામાં આવે છે. આ વિભાજન પ્રક્રિયા દરમિયાન જૂના ઈંડામાં DNA ખામી વિકસિત થવાની વધુ સંભાવના હોય છે. જેના કારણે આનુવંશિક રૂપે અસામાન્ય ઈંડા ઉત્પન્ન થાય છે. ઈંડાની ગુણવત્તાને કારણે મહિલાની ગર્ભધારણ કરવાની સંભાવના ઓછી થાય છે. આ કારણોસર વૃદ્ધ મહિલાઓની સરખામણીએ યુવા મહિલાઓમાં ગર્ભધારણ કરવાની વધુ સંભાવના હોય છે.

ત્રીજા પરિબળની વાત કરવામાં આવે તો મહિલાઓમાં માસિકચક્રની નિયમિતતા જળવાવી જરૂરી છે. મોટાભાગની મહિલાઓમાં 21-35 દિવસમાં માસિક ચક્ર શરૂ થાય છે. જે મહિલાઓને નિયમિત માસિક આવતું નથી, તેમની સરખામણીએ જે મહિલાઓને નિયમિત માસિક આવે છે, તેઓ સરળતાથી ગર્ભ ધારણ કરી શકે છે. માત્ર એક ફેલોપિયન ટ્યૂબ હોય અને માસિક નિયમિત આવતું ના હોય તે મહિલાઓ ઝડપથી ગર્ભ ધારણ કરી શકતી નથી.

આ પણ વાંચો: N18 Health Special: યુવાનોમાં શા માટે વધી રહ્યા છે સ્ટ્રોક અને હુમલાના કેસો? આ લક્ષણો દેખાય તો ચેતી જજો

ડાયાબિટીસ, પોલિસિસ્ટીક ઓવેરિયન સિંડ્રોમ (PCOS) ધરાવતી મહિલાઓને અંત:સ્ત્રાવી સમસ્યા હોય છે, જેના કારણે ઓવેલ્યૂએશન પર અસર થઈ શકે છે. બીજી તરફ પાર્ટનરનું આરોગ્ય અને શુક્રાણુ અથવા વીર્યની ગુણવત્તા સારી હોવી જરૂરી છે.

આ પણ વાંચો:N18 Health Special: વુમન્સ હેલ્થી વેઇટ ડે: વજન અને સ્વાસ્થ્ય બંનેની જાળવણી માટે આ ભૂલો ક્યારેય ન કરતાં

જો કોઈ મહિલાને માત્ર એક ફેલોપિયન ટ્યૂબ હોય અને ઉપર જણાવવામાં આવેલી કોઈપણ સમસ્યા હોય તો તેના કારણે ગર્ભાવસ્થામાં મુશ્કેલી આવી શકે છે. જે દંપતી માતા પિતા બનવાનું સપનું જોઈ રહ્યા છે, તેમણે નિષ્ણાંત ડોકટરનો સંપર્ક કરીને તેની સારવાર કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ. જો બંને ફેલોપિયન ટ્યૂબ કામ નથી કરી રહી તો ગર્ભાવસ્થા ધારણ કરવા માટે પ્રજનન ટેકનિક જ તેનો ઉકેલ છે.

( આ લેખ Dr Chitra Ganesh, HOD & SENIOR CONSULTANT FETAL MEDICINE, MAA KAUVERY, KAUVERY HOSPITAL, BENGALURU ના સહયોગથી લખવામાં આવ્યો છે. )
First published:

Tags: Health care, Pregnancy, Pregnant woman

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો