Home /News /lifestyle /અનિયમિત પિરીયડ્સ આ ગંભીર બીમારીઓના હોઇ શકે છે લક્ષણ, જરૂર જાણી લો નહીં તો..

અનિયમિત પિરીયડ્સ આ ગંભીર બીમારીઓના હોઇ શકે છે લક્ષણ, જરૂર જાણી લો નહીં તો..

અનિયમિત પિરીયડ્સ પ્રોબ્લેમ્સ

irregular periods problems: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક છોકરીઓ અને મહિલાઓ પિરીયડ્સમાં રેગ્યુલર થતી નથી. અનિયમિત પિરીયડ્સને કારણે શરીરમાં અનેક ઘણી તકલીફો થવા લાગે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક:  પેટમાં દુખવુ, પગ દુખવા, ઉલટી, ચક્કર અને અનિયમિત પિરીયડ્સની સમસ્યા તમને અનેક ગંભીર બીમારીઓ તરફ ઇશારો કરે છે. આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગની છોકરીઓને અનિયમિત પિરીયડ્સની સમસ્યા રહેતી હોય છે. અનિયમિત પિરીયડ્સને કારણે શરીરમાં અનેક ઘણી તકલીફો થાય છે. આમ, જો તમે પણ પિરીયડ્સમાં રેગ્યુલર થતા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર છે. લગભગ 14 થી 25 ટકા મહિલાઓ અનિયમિત પિરીયડ્સની સમસ્યામાંથી પસાર થઇ રહી છે.

    આ પણ વાંચો: ક્યારે પણ જીમમાં આ ભૂલો ના કરતા નહીં તો..

    એક અહેવાલ અનુસાર જે મહિલાઓને 40 દિવસથી વધુ સમય સુધી પિરીયડ્સ આવતા નથી એમને કન્સીવ કરવામાં અનેક સમસ્યાઓ થઇ શકે છે જેમાં હાઇ બીપી અને ડાયાબિટીસ સિવાય હાર્ટ પ્રોબ્લેમ્સનો ખતરો વઘારે રહે છે. તો જાણી લો તમે પણ અનિયમિત પિરીયડ્સથી શરીરમાં કઇ તકલીફો થાય છે.

    પીસીઓએસ એટલે કે પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમને કારણે અનિયમિત પિરીયડ્સની સમસ્યા થઇ શકે છે. બગડતા હોર્મોન્સને કારણે હોર્મોન ફંક્શન, હાઇ કોલેસ્ટ્રોલ લેવલ અને હાઇ બીપી, હાર્ટ ડિસીઝ અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે. આ સાથે એક્સેસાઇઝ ના થવી, ધુમ્રપાન, અનહેલ્ધી ડાયટ અને મોટાપાને કારણે પણ પિરીયડ્સ અનિયમિત આવી શકે છે.

    આ પણ વાંચો: બાળકોને સુપર સ્માર્ટ બનાવવા ફોલો કરો આ ટિપ્સ

    અનિયમિત પિરીયડ્સની સમસ્યા મહિલાઓ સિવાય ટીનએજર્સમાં પણ વઘારે જોવા મળે છે, પરંતુ એ જરૂરી નથી કે હાર્ટ સંબંધિત સમસ્યાઓનો કરવો પડે. વેરીવેલ હેલ્થ અનુસાર હાર્ટ સંબંધિત સમસ્યા એ મહિલાઓને વધારે રહે છે જેને અનિયમિત પિરીયડ્સ, લાંબા સમય સુધી બ્લિડીંગ થવુ અને પિરીયડ્સ ના આવવાની સમસ્યા હોઇ શકે છે.

    પિરીયડ્સ સમય પર ના આવવાને કારણે મોટાપાનો શિકાર પણ તમે ઝડપથી બની શકો છો. મોટાપાને કારણે હાર્ટ પર ખરાબ પ્રભાવ પડી શકે છે. મોટાપાની સમસ્યાને કારણે આર્ટરીજમાં બ્લોકેજ થવાની સમસ્યા વઘારે રહે છે.



    આમ, જો તમને અનિયમિત પિરીયડ્સની સમસ્યા છે તો તમે તરત જ ડોક્ટરને બતાવો. ડોક્ટરની બતાવીને તમે આ સમસ્યામાંથી બહાર આવી શકો છો. અનિયમિત પિરીયડ્સને કારણે શરીરમાં પણ બેચેની વધારે રહે છે. આમ, જો તમે ગાયનેકોલોજીસ્ટને બતાવીને અનિયમીત પિરીયડ્સની દવાનો કોર્સ કરો છો તો તમે અનેક બીમારીઓમાંથી બચી શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Periods pain

    विज्ञापन
    विज्ञापन