Home /News /lifestyle /હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા જાણી લો શું છે મલ્ટી-યર પોલિસી, ઓછા પ્રીમિયમમાં બમણો ફાયદો

હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા જાણી લો શું છે મલ્ટી-યર પોલિસી, ઓછા પ્રીમિયમમાં બમણો ફાયદો

health insurance

Multi Year Health Policy: કોરોના મહામારી દરમિયાન ઇલાજ પર લોકોએ ઘણા પૈસા ખર્ચ્યા છે. જેથી મહામારી બાદ હેલ્થ પોલિસીની ડિમાંડ વધી ગઇ છે. તો જાણો એક એવી પોલિસી અંગે જે ઓછા પ્રીમિયમમાં બેસ્ટ ફાયદો આપે છે.

નવી દિલ્હી: જો તમારી પાસે એક પણ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી (Health Insurance Policy) ન હોય તો, જલદી જ ખરીદી લો. જો તમારા લગ્ન થઇ ગયા છે અને બાળકો પણ છે તો ફ્લોટર પોલિસી ખરીદવી વધુ યોગ્ય રહેશે. તેની પાછળનું કારણ તે છે કે, સારવાર માટેનો ખર્ચ (Medical Expense) ખૂબ ઝડપથી વધી રહ્યો છે. કોરોના મહામારી (Covid-19) દરમિયાન ઇલાજ પર લોકોએ ઘણા પૈસા ખર્ચ્યા છે. જેથી મહામારી બાદ હેલ્થ પોલિસીની ડિમાંડ (Health Policy Demand) વધી ગઇ છે.

સામાન્ય રીતે લોકો એન્યુઅલ પોલિસી (Annual Policy) ખરીદે છે. તેને દર વર્ષે રીન્યૂ કરાવવી પડે છે. તમે મલ્ટી યર હેલ્થ પોલિસી (Multi Year Health Policy) ખરીદવા અંગે પણ વિચારી શકો છો. આ પોલિસીમાં તમને એક સાથે બે કે ત્રણ વર્ષ સુધીનું પ્રીમિયમ ચૂકવવાની સુવિધા મળે છે. આ પોલિસીના અનેક ફાયદા (Multi Year Health Policy Benefits) છે.

શું છે મલ્ટી યર પોલિસી?

આ પોલિસી પોલિસીહોલ્ડરને બંને પ્રકારના ઓપ્શન ઓફર કરે છે. તે બે કે ત્રણ વર્ષનું પ્રીમિયમ એકસાથે ચૂકવી શકે છે અથવા તેને હપ્તા દ્વારા પણ ચૂકવી શકાય છે. તેના પોલિસીને દર વર્ષે રીન્યૂ કરાવવાની ઝંઝટ નહીં કરવી પડે. તમારે પોલિસી રીન્યૂઅલ ડેટ યાદ રાખવાની પણ કોઇ જરૂર નથી.

મલ્ટી યર હેલ્થ પોલિસીમાં પ્રીમિયમમાં વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળે છે. આ ડિસ્કાઉન્ટ 5થી 10 ટકા સુધી હોઇ શકે છે. એવામાં જ્યારે પ્રીમિયમ ચૂકવવામાં વધારે પૈસા એકાઉન્ટમાંથી બહાર આવી જાય છે તો 5થી 10 ટકાનું ડિસ્કાઉન્ટ ખૂબ મહત્વનું બની જાય છે.

આ પણ વાંચો: ભૂલથી પણ આ 5 ભૂલો નહીં કરતા નહીંતર તમાર પરિવારને TERM INSURANCEનો પૂરો ફાયદો જ નહીં મળે

શું છે પોલિસીની ખાસિયત?

આ પોલિસીની એક સૌથી મોટી ખાસિયત તેનો લોક ઇન બેનિફિટ છે. તેનો અર્થ છે કે પોલિસીની સમગ્ર અવધિ દરમિયાન પ્રીમિયમ ફિક્સ્ડ રહે છે. નોર્મલ પોલિસીમાં ઇન્શ્યોરન્સ કંપનીઓ સમયાંતરે પ્રીમિયમમાં વધારો કરતી રહે છે. તેનાથી પોલિસીહોલ્ડર પર વધારાનો બોજ પડે છે.

આ પોલિસીમાં મળે છે ટેક્સ બેનિફિટ

મલ્ટી યર હેલ્થ પોલિસીમાં પણ પોલિસીહોલ્ડરને ટેક્સ બેનિફિટ મળે છે. કોઇ વ્યક્તિ પોતે કે સંપૂર્ણ પરિવાર માટે એક વર્ષમાં 25000 રૂપિયાના પ્રીમિયમ પેમેન્ટ પર ટેક્સ બેનિફિટનો દાવો કરી શકે છે. નોર્મલ પોલિસીઝને સમયાંતરે રીન્યૂ કરાવવી જરૂરી છે. આમ નહીં કરવા પર પોલિસી લેપ્સ થઇ જવાનો ડર રહે છે. મલ્ટી યર પોલિસીમાં સંપૂર્ણ અવધિમાં તમને પ્રોટેક્શન મળી રહે છે.



આ પોલિસીમાં તમે તમારી સુવિધા અનુસાર હપ્તામાં પ્રીમિયમ પેમેન્ટ કરી શકો છો. તેનાથી સેવિંગ માટે રસ્તો ખુલ્લો રહે છે, કારણ કે આપણે એક વારમાં ખૂબ વધારે પ્રીમિયમ ચૂકવવાનો ખર્ચ આવતો નથી.
First published:

Tags: Health insurance, Insurance Policy

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો