Home /News /lifestyle /H3N2 વાયરસથી બચવા ઇચ્છો છો? તો આ વસ્તુઓનું સેવન કરો, ધડાધડ કેસ વઘી રહ્યા છે

H3N2 વાયરસથી બચવા ઇચ્છો છો? તો આ વસ્તુઓનું સેવન કરો, ધડાધડ કેસ વઘી રહ્યા છે

તજ હેલ્થ માટે ફાયદાકારક છે.

Influenza virus: ભારતમાં ઇન્ફ્લૂએન્ઝા વાયરસનો ખતરો ઘણો વધી ગયો છે. સિઝન બદલાતા આ કેસની સંખ્યામાં ખૂબ વધારો થઇ રહ્યો છે. આ માટે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ હોવી ખૂબ જરૂરી છે. તો જાણો કેટલીક એવી વસ્તુઓ વિશે જે તમને આ વાયરસથી બચાવે છે.

વધુ જુઓ ...
Influenza virus: ભારતમાં ઇન્ફ્લૂએન્ઝા વાયરસે લોકોમાં ચિંતામાં વધારી દીધી છે. કોરોના મહામારી પછી હવે ભારતમાં ઇન્ફ્લૂએન્ઝા વાયરસ H3N2ના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોના પછી ઇન્ફ્લૂએન્ઝા વાયરસ H3N2 દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ લક્ષણો પણ કોરોનાની જેમ તાવ અને ખાંસી સહિત ફ્લૂ વાયરસની જેમ છે. સરકાર તરફથી બચાવ અને ઇન્ફેક્શનને કંટ્રોલ કરવાની એડવાઇઝરી જારી કરી છે. સરકારે બહાર પાડેલી એડવાઇઝરીમાં બાળકો અને વૃદ્ધોને ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ કોરોનાના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યુ છે.

આ પણ વાંચો:પગમાં પરુ અને આ લક્ષણો દેખાય તો દોડો ડોક્ટર પાસે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇન્ફ્લૂએન્ઝા વાયરસ નાક, આંખ અને ખીલથી ફેલાઇ શકે છે. આ લક્ષણોમાં તાવ, શરદી, ખાંસી, માથાનો દુખાવો, શરીર દુખવુ તેમજ ડાયરિયા થવા. આ વાતાવરણની અસર પણ લોકો પર થઇ રહી છે. ગુજરાતમાં પણ આ કેસ નોંધાયા છે. એવામાં તમે ડાયટમાં આ વસ્તુઓને એડ કરો છો તો તમે આ ટાઇપના વાયરસથી બચી શકો છો. તો જાણો આ વિશે તમે પણ..

તજ


તજમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે. આ ઇમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરવાનું કામ કરે છે. આ સિવાય તજ એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. આ શરીરના ખતરનાક મોલિક્યૂલ્સ અને ફ્રી રેડિકલ્સથી બચાવવામાં મદદ કરે છે. આ શરીરમાં કોઇ પણ વાયરસનું ગ્રોથ રોકવામાં મદદ કરે છે.

આ પણ વાંચો:આટલું વાંચી લેશો તો ક્યારે જ્યૂસ નહીં પીવો

મેથીના દાણા


અનેક સ્ટડીમાં જાણવા મળ્યુ છે કે મેથીના દાણામાં સેપોનિન, ફ્લેવોનોઇડ્સ હોય છે. મેથીમાં રહેલા ગુણો ઇમ્યુનિટી બુસ્ટ કરવાનું કામ કરે છે. માનવામાં આવે છે કે સફેદ રક્ત કોશિકાઓના ઉત્પાદનને વઘારે છે અને સાથે ઇન્ફેક્શન અને બીમારીઓથી લડવામાં મદદ કરે છે.

આદુ


આદુનું સેવન કરવાથી ખાંસી અને ગળામાં ખારાશની સમસ્યા દૂર થાય છે. આદુ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આદુ ઇન્ફેક્શન અને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આદુમાં એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે અનેક પ્રકારના વાયરસ અને બેક્ટેરિયાને વઘતા રોકે છે.


હળદર


હળદર સ્કિન અને હેલ્થ માટે પાવરફૂલ સાબિત થાય છે. આ સિઝનમાં તમે હળદર દૂધ અને પાણી પીવો છો તો સૌથી બેસ્ટ છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Corona virus variant, Fenugreek seeds, Health care tips