Home /News /lifestyle /કેન્સરનું કારણ બની શકે છે આ ખરાબ આદતો, સમય પર સુધારી લો, જાણો ડોક્ટર શું કહે છે
કેન્સરનું કારણ બની શકે છે આ ખરાબ આદતો, સમય પર સુધારી લો, જાણો ડોક્ટર શું કહે છે
ખરાબ લાઇફ સ્ટાઇલ સુધારો.
Cancer risk: આજનાં આ સમયમાં અનેક લોકો કેન્સરની ઝપેટમાં આવી રહ્યા છે. કેન્સર અનેક પ્રકારે થાય છે. આ સાથે જ કેન્સર થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, જો તમારે કેન્સરની ઝપેટમાં ના આવવું હોય તો આ આદતો બદલો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કેન્સર એક જીવલેણ બીમારી છે. દિવસેને દિવસે કેન્સરના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કેન્સર એક એવી બીમારી છે જેની ઝપેટમાં આવતા લાખો લોકોના મોત થયા છે. કેન્સર અનેક પ્રકારે થાય છે. કેન્સરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે શરીરમાં કોશિકાઓ નિયંત્રણ બહાર થવા લાગે છે. કેટલાક પ્રકારના કેન્સર શરીરના એક ભાગથી બીજા ભાગમાં ફેલાઇ શકે છે, જેને મેટાસ્ટેસિસ નામથી ઓળખવામાં આવે છે. બ્રેસ્ટ, લિવર, લંગ્સ, ગળુ, સ્કિન અને કોલન કેન્સર સૌથી વધારે કોમન કેન્સર છે. જો કે તમારી ચપળતા તમને અનેક ઘણી મોટી બીમારીઓમાંથી બચાવી શકે છે. તો જાણો આ વિશે શું કહે છે ડોક્ટર...
પ્રીડોમિક્સના સીએસઓ અને કો ફાઉન્ડર ડો.કનુરી રાવના જણાવ્યા અનુસરા કેન્સર અનેક પ્રકારના કારણોથી થઇ શકે છે, જેમ કે વ્યક્તિની વધતી ઉંમર પણ કેન્સરના જોખમને વધારી શકે છે. આ સાથે જ કોઇની ફેમિલી હિસ્ટ્રીમાં કેન્સર છે તો પણ આનું જોખમ વધી શકે છે.
ખરાબ લાઇફ સ્ટાઇલ, અનહેલ્ધી ખોરાક, સ્મોકિંગ, આલ્કોહોલ સહિતના અનેક ફેક્ટર કેન્સરનું જોખમ વધારે છે. વાયરલ ઇન્ફેક્શ..જેવા હ્યુમન પેપિલોમાવાયરસ, હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી અને એચઆઇવીથી પણ કેટલાક કેન્સર થવાનું રિસ્ક વધી જાય છે. તો જાણો કેટલીક એવી વસ્તુઓ વિશે જે કેન્સરનું જોખમ વધારે છે.
ખરાબ લાઇફ સ્ટાઇલ
તમારી લાઇફ સ્ટાઇલ ખરાબ છે. ઊંઘવાનો તેમજ ઊઠવાનો સમય નક્કી નથી..તો કેન્સર સહિત અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે. બીમારીઓમાંથી બચવા માટે લાઇફ સ્ટાઇલ સુધારવી જોઇએ.
તંમાકુ અને સ્મોકિંગ
તંમાકુ અને સ્મોકિંગ કરવાથી કેન્સર થવાનું જોખમ અનેક ઘણું વધી જાય છે. આમાં રહેલા તત્વો શરીરને ઇન્ટરનલી ઘણું નુકસાન પહોંચાડે છે. તંમાકુ અને સ્મોકિંગ કરવાથી ફેફસા સહિત અનેક પ્રકારના કેન્સર થઇ શકે છે.
આલ્કોહોલનું સેવન કરવાથી પણ કેન્સરનું જોખમ વધી જાય છે. આલ્કોહાલ આપણાં શરીરના અનેક અંગોને ડેમેજ કરીને ફંક્શનિગ બગાડે છે. શરાબનું સેવન વધારે કરવાથી કેન્સરનું કારણ બની શકો છો.
અનહેલ્ધી ખોરાક
જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડમાં અનેક પ્રકારના ટોક્સિક એલીમેન્ટ હોય છે, જે આપણાં પેટની અંદર બેસીને કેન્સરનું કારણ બની શકે છે.
ફિઝિકલ એક્ટિવિટીની ઉણપ
આજની આ ફાસ્ટ લાઇફમાં દરેક લોકોએ ફિઝિકલ એક્ટિવિટી કરવી ખૂબ જરૂરી છે. ફિઝિકલ એક્ટિવિટી તમે હેલ્ધી રાખવાનું કામ કરે છે અને સાથે-સાથે કેન્સર જેવી બીમારીઓમાંથી બચાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર