Home /News /lifestyle /

Health: જો શરીરમાં રહે છે કમજોરી તો ડાયેટમા શામેલ કરો આટલી વસ્તુઓ, ભરપૂર એનર્જિનો થશે અનુભવ

Health: જો શરીરમાં રહે છે કમજોરી તો ડાયેટમા શામેલ કરો આટલી વસ્તુઓ, ભરપૂર એનર્જિનો થશે અનુભવ

જો શરીરમાં રહે છે કમજોરી તો ડાયેટમા શામેલ કરો આટલી વસ્તુઓ

Healthy diet: ઘણીવાર દિવસ દરમ્યાન આપણને ઘણો થાક અનુભવાતો હોય છે. જેને ળ,આઈને દિવસભાર આપણે સુસ્તીમાં અનુભવીએ છીએ. આજે અમે અહી આપને એવા ખોરાક વિશે જણાવીશું કે જેને ડાયેટમાં શામેલ કરવાથી તમે શરીરમાં ઘણી તાજગી અને તાકાતનો અનુભવ કરી શકશો.

વધુ જુઓ ...
  અત્યારના માનવીનું જીવન ભાગદૌડથી ભરપૂર છે. એકદમ બીઝી લાઈફસ્ટાઇલમાં લોકો પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકાર બની ગયા છે. ઘણીવાર આવા કારણોસર હેલ્થી ડાયેટ પણ લેવાથી નથી જેને લઈને લોકોમાં દિવસ દરમ્યાન ઘણી સુસ્તી જોવા મળે છે એને પોતાના કામ-કાજમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. શરીરમાં થાક અને સુસ્તીના કારણે તેની સીધી અસર આપણાં કામ-કાજમાં દેખાય આવે છે. આ માટે થઈને તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેમાં પૂરતા પ્રમાણમાં પ્પોશક તત્વો હાજર હોય.આ સમસ્યા માત્ર ખોરાક ખાવાથી જતી નથી, તમારે ડાયેટમાં એવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ જે સરળતાથી પચી જાય અને જેનાથી શરીરને એનર્જિ મળે.

  હર ઝિંદગી ડોટ કોમે અનુપમા ગિરોત્રા સાથે વાત કરી, જેઓ વ્યવસાયે ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે, તેમણે અમને જણાવ્યું કે શરીરની નબળાઈ ઘટાડવા માટે આહારમાં ફેરફાર કરવો જરૂરી છે. આ ઉપરાંત, કેટલાક એવા ખોરાક છે જેને ટાળીને તમે આ સમસ્યાને ઓછી કરી શકો છો.

  તો ચાલો આપને જાણીએ કે શરીરમાં એનર્જી જાળવવા અને નબળાઈ સામે લડવા માટે કયો ખોરાક ફાયદાકારક રહેશે?

  શરીરમાં કમજોરીના કારણો


  શરીરમાં વિટામિન B12ની ઉણપ
  હતાશા અને ચિંતા
  અન્ય બીજી નાની-મોટી બીમારીઓ

  આ પણ વાંચો: Healthy diet: દહીં ખાધા બાદ આ વસ્તુનું ભૂલથી પણ ના કરો સેવન, સ્વાસ્થ્ય પર થશે ખરાબ અસર

  મૌસમી ફળ અને શાકભાજી


  જે લોકોને પોતાના શરીરમાં કમજોરીનો અનુભવ થાય છે તેઓએ તેમના આહારમાં મોસમી ફળો અને શાકભાજી (seasonal fruits and vegetables) નો સમાવેશ કરવો જોઈએ. આ ફળોમાં એન્ટી-ઓક્સીડેન્ટ (Anti-oxidants) મળી આવે છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. ફળોમાં પાણીનું પ્રમાણ પણ વધુ હોય છે, જેના કારણે ડીહાઈડ્રેશનની (dehydration) સમસ્યા થતી નથી. શરીરમાં પાણીની ઉણપ પણ નબળાઈનું કારણ બને છે.

  ડ્રાઈ ફ્રૂટ્સ


  શરીરમાં એનર્જી વધારવા માટે સૂકા મેવા ખાવા અને બીજ ખાવા જોઈએ. નટ્સમાં કેલરી ઓછી હોય છે, જે તેને પચવામાં સરળ બનાવે છે. તે સ્નાયુઓની નબળાઇ અને થાકને પણ ઘટાડે છે. એનર્જી વધારવા માટે અખરોટ, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ, કાજુ, બદામ અને હેઝલનટ જેવી વસ્તુઓ ખૂબ જ ફાયદાકારક છે.

  લીન પ્રોટીન


  શરીરની નબળાઈને દૂર કરવા માટે તમારે લીન પ્રોટીન (lean protein) થી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ. ચિકન અને માછલીમાં પૂરતું પ્રોટીન હોતું નથી. પરંતુ સીફૂડમાં રહેલા ઓમેગા 3 ફેટી એસિડ નબળાઈની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. લીન પ્રોટીન પણ હૃદય માટે ખૂબ સારું માનવામાં આવે છે. તેથી, તંદુરસ્ત શરીર માટે તેને તમારા આહારમાં શામેલ કરવું જોઈએ

  આ પણ વાંચો: Monkeypox in children: બાળકોને મંકીપોક્સ સહિત આ બિમારીઓ થવાનું જોખમ, બાળકોની રાખો ખાસ સારસંભાળ

  રિફાઈન્ડ કાર્બ્સ પણ શરીરની નબળાઈનું એક કારણ હોય શકે છે. એટલા માટે તમારે આખા અનાજ ખાવા જોઈએ. તે પાચનતંત્રને વેગ આપે છે અને તમારા શરીરને એનર્જી આપે છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन