Home /News /lifestyle /કડકડતી ઠંડીમાં પ્રેગનન્ટ વુમન્સ ખાસ રાખો આ ધ્યાન, શરદી-ઉધરસથી લઇને નહીં થાય કોઇ Health Problem

કડકડતી ઠંડીમાં પ્રેગનન્ટ વુમન્સ ખાસ રાખો આ ધ્યાન, શરદી-ઉધરસથી લઇને નહીં થાય કોઇ Health Problem

ઠંડીમાં ખાસ કરીને હેલ્દી ખોરાક ખાઓ

Pregnancy tips: ખાસ કરીને પ્રેગનન્ટ વુમન્સે ઠંડીમાં અને સિઝન બદલાય ત્યારે અનેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ. ઠંડીની સિઝનમાં જો તમે આ રીતે હેલ્થનું ધ્યાન રાખો છો તો ગર્ભમાં રહેલા બાળકને પણ કોઇ નુકસાન થતુ નથી અને ફાયદો થાય છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક મહિલાઓ માટે પ્રેગનન્સીનો સમય બેસ્ટ હોય છે. પ્રેગનન્સીમાં દરેક મહિલાએ પોતાનું ધ્યાન ખૂબ જ રાખવુ જોઇએ. પ્રેગનન્સીમાં ખાસ કરીને ગર્ભમાં રહેલા બાળકનું પણ અનેક રીતે ધ્યાન રાખવુ જોઇએ. ખાસ કરીને બદલાતા વાતાવરણમાં ગર્ભવતી મહિલાઓએ અનેક બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ. જેમ સિઝન બદલાય એમ ગર્ભવતી મહિલાઓએ પોતાની કેર વધારે કરવી જોઇએ એ હકીકત છે. ખાસ કરીને ઠંડીની સિઝનમાં પ્રેગનન્ટ વુમન્સ કેર કરે છે તો અનેક બીમારીઓથી બચી જાય છે. આમ, જો તમે પ્રેગનન્ટ છો તો ખાસ કરીને ઠંડીમાં આ બાબતોનું ધ્યાન રાખો.

આ પણ વાંચો:ઠંડીમાં મગફળી ખાવાના ફાયદાઓ જાણી લો તમે પણ

 પાણી જરૂર પીઓ


ઠંડીની સિઝનમાં મોટાભાગના લોકો પાણી બહુ ઓછુ પીતા હોય છે. ગરમી કરતા પાણી ઠંડીમાં પાણી પીવાનું મન ઓછુ થતુ હોય છે. ખાસ કરીને ઠંડીમાં તમે પાણી વધારે પીવાની આદત પાડો. આમ, ખાસ કરીને પ્રેગનન્સીમાં પાણી વધારે પ્રમાણમાં જોઇએ છે, એવામાં જો તમે પાણી ઓછુ પીઓ છો તો હેલ્થને અને ગર્ભમાં રહેલા બાળકને અનેક ઘણું નુકસાન થાય છે.

 માથુ ઢાંકેલું રાખો


ખાસ કરીને ઠંડીની સિઝનમાં પ્રેગનન્ટ વુમન્સે માથુ ઢાંકીને રાખવુ જોઇએ. કાનમાંથી જ્યારે પવન જાય ત્યારે શરદી થવાના ચાન્સિસ વધી જાય છે. પ્રેગનન્સીમાં શરદી થવાને કારણે અનેક ઘણી તકલીફો થતી હોય છે. આ સમય એક એવો છે જેમાં તમે વઘારાની કોઇ દવા લઇ શકતા નથી જેના કારણે અનેક સમસ્યાઓ વધે છે.

આ પણ વાંચો:રસોડામાં પડેલી આ 4 વસ્તુથી ફટાફટ ઉતરી જાય છે વજન

ઘરની અંદર વર્કઆઉટ કરો


ઠંડી હવાને કારણે તમે બહાર જવાનું ટાળો. આ માટે જરૂરી છે કે તમે ઠંડી હવામાં ઘરની અંદર રહીને જ કામ કરો. આ સાથે જ ઘરમાં જ વર્કઆઉટ કરવાની આદત પાડો. આમ કરવાથી તમે હેલ્ધી રહો છો અને સાથે શરદી-ઉધરસમાંથી તમે બચી શકો છો.


હેલ્ધી ફૂડ્સનું સેવન કરો


ખાસ કરીને ઠંડીમાં તમે હેલ્ધી ફૂડ્સનું સેવન કરો. તમે હેલ્ધી ફૂડ્સનું સેવન કરો છો તો બીમાર ઓછા પડો છો અને સાથે ગર્ભમાં રહેલા બાળકને પણ ફાયદો થાય છે. ખાસ કરીને પ્રેગનન્સીમાં હેલ્ધી ફૂડ્સનું સેવન કરો અને હેલ્ધી રહો. હેલ્ધી ફૂડ્સનું સેવન કરવાથી ડિલિવરી સમયે બાળક પણ હેલ્ધી આવે છે.








First published:

Tags: Life style, Pregnant woman, Winter 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો