Home /News /lifestyle /Immunity Booster: શિયાળામાં ગિલોયનો ઉકાળો પીઓ અને બચો વાયરલથી, ઘરે બનાવો અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરો

Immunity Booster: શિયાળામાં ગિલોયનો ઉકાળો પીઓ અને બચો વાયરલથી, ઘરે બનાવો અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરો

શિયાળામાં ઘરે બનાવો આ ઉકાળો

Immunity Booster: શિયાળામાં સ્કિન અને હેલ્થનું ખૂબ જ ધ્યાન રાખવું છે. શિયાળામાં જો તમે સ્કિન અને હેલ્થ પર પ્રોપર ધ્યાન આપતા નથી તો તમે બીમાર જલદી પડી જાવો છો અને સાથે સ્વાસ્થ્યને પણ અનેક ઘણું નુકસાન થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની શરૂઆત હવે ધીરે-ધીરે થઇ રહી છે ત્યાં અનેક લોકોની સ્કિન અને હેલ્થને લઇને સમસ્યાઓ થવા લાગશે. શિયાળાના ઠંડીની સૌથી મોટી અસર સ્કિન પર થાય છે. શિયાળાની ઠંડીમાં ઇમ્યુનિટી સિસ્ટમ પણ નબળી પડવા લાગે છે. આ માટે ઠંડીમાં ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ કરવી ખૂબ જરૂરી છે. જો તમે આ સિઝનમાં તમારી ઇમ્યુનીટી પર ધ્યાન આપતા નથી તો તમે બીમાર જલદી પડી જાવો છો. આ માટે તમે શિયાળામાં અનેક બીમારીઓથી દૂર રહેવા ગિલોયનો ઉકાળો પીઓ છો તો સૌથી બેસ્ટ છે. ગિલોયના પાનમાંથી બનતો ઉકાળો તમને શરદી, ખાંસી, તાવ અને ફ્લૂ જેવી બીમારીઓથી દૂર રાખે છે અને સાથે તમે સંક્રમક બીમારીઓની ઝપેટમાં પણ આવતા નથી.

    આ પણ વાંચો: જાણો વિટામીન ડીના શરૂઆતી લક્ષણો અને ઉપાયો

    આ રીતે ગિલોયમાંથી ઉકાળો બનાવો


    ગિલોયમાંથી ઉકાળો બનાવવા માટે સૌ પ્રથમ એક ફુટ લાંબી ગિલોયની દાંડી લો. આ ઉકાળો બનાવવા માટે તમારે 5 થી 6 લીમડાના પાન, 10 થી 12 તુલસીના પાન અને કાળા ગોળની જરૂરિયાત પડશે. આ ઉકાળો બનાવવા માટે સૌ પ્રથમ 4 થી 5 કપ પાણીને ધીમા ગેસે ઉકળવા માટે મુકી દો. પાણી ઉકળવા લાગે એમાં લીમડાના પાન, તુલસીના પાન અને કાળો ગોળ નાંખો. જ્યારે પાણી અડધુ થઇ જાય ત્યારે એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો અને પછી આ ઉકાળો પી લો.

    અનેક બીમારીઓ માટે અસરકારક


    તમને જણાવી દઇએ કે આ ઉકાળો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતની અનેક ગંભીર બીમારીઓ માટે ખૂબ કારગર સાબિત થાય છે. આ ઉકાળો તમને વાયરલ થતા બચાવે છે. આ સાથે જ જો તમે આ ઉકાળો શિયાળામાં રોજ પીઓ છો તો તમને શરદી, ખાંસી તેમજ ગળાની ખારાશ જેવી સમસ્યાઓ થતી નથી.



    આ સાથે જ ગિલોયનો ઉકાળો પીવાથી તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે અને સાથે તમે બીમાર પણ ઓછા પડો છો. ગિલોયનો રસ તમને બજારમાં સરળતાથી મળી રહે છે, પરંતુ તમે ગિલોયનો આ ઉકાળો ઘરે બનાવીને પીઓ છો તો તમને અસર જલદી કરે છે. આ માટે બને ત્યાં સુધી ઘરે જ ગિલોયનો ઉકાળો બનાવવાનું રાખો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Immunity booster, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन