Home /News /lifestyle /Air Pollution: વધતું પ્રદુષણ તમારા ફેફસાંને કરી નાંખે છે ખરાબ, જાણો બચવા માટેનાં ઉપાયો
Air Pollution: વધતું પ્રદુષણ તમારા ફેફસાંને કરી નાંખે છે ખરાબ, જાણો બચવા માટેનાં ઉપાયો
વધતા પ્રદુષણથી ફેફસાંને બચાવો
Air Pollution: વધતું પ્રદુષણ સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન કરે છે. વધતા પ્રદુષણમાં હેલ્થ અને સ્કિનનું અનેક રીતે ધ્યાન રાખવું પડે છે. જો તમે આ નાની-નાની બાબતોનું ઘ્યાન રાખતા નથી તો ફેફસાં ડેમેજ થવા લાગે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિવાળીનો તહેવાર શરૂ થાય એ પહેલાંથી જ માર્કેટમાં ભારે ભીડ જોવા મળી રહી છે. બજારમાં ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ વધી ગઇ છે. બજારમાં વ્હીકલની અવર-જવર વઘવાને કારણે પોલ્યુશનમાં દિવસને દિવસે વઘારો થઇ રહ્યો છે. પોલ્યુશન વધવાને કારણે એની સૌથી મોટી અસર સ્કિન અને હેલ્થ પર પડે છે. પોલ્યુશન તમારી હેલ્થ અને સ્કિનને ખરાબ કરવાનું કામ કરે છે. આ પોલ્યુશનમાં શ્વાસના દર્દીઓને તકલીફ વધી જાય છે. જો કે પ્રદુષણથી બચવું ખૂબ જરૂરી છે. એક અહેવાલ અનુસાર પ્રદુષણને કારણે દિલ્હીના 50 ટકા બાળકોને એલર્જી તેમજ 29 ટકા બાળકોને અસ્થમાની સમસ્યા થઇ. રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર ભારત સહિત સાઉથ એશિયામાં દર વર્ષે લગભગ એક લાખ ત્રીસ હજાર બાળકોનું મૃત્યુ વાયુ પ્રદુષણને કારણે થાય છે. જો કે સૌથી મોટી સમસ્યા એ છે કે 90 ટકા લોકો એ જગ્યા પર વસવાટ કરે છે જ્યાંની હવા ખરાબ હોય.
તમને જણાવી દઇએ કે વધતું પ્રદુષણ ફેફસાં પર સૌથી વધારે અસર કરે છે. ખરાબ હવાને કારણે ફેફસાં નબળા પડવા લાગે છે અને ડેમેજ થાય છે. એવામાં ફેફસાંને સુરક્ષિત રાખવા ખૂબ જરૂરી છે. ફેફસાંને હેલ્ઘી રાખવા માટે એક્સેસાઇઝ અને યોગા કરવા જોઇએ. આ સિવાય પ્રદુષણથી બચવા માટે બીજા અનેક પ્રકારના ઉપાયો પણ કરવા જોઇએ. તો જાણી લો તમે પણ વધતા પ્રદુષણમાં કેવી રીતે ફેફસાંને મજબૂત બનાવશો.
વધતા પ્રદુષણને કારણે લંગ્સ અને એલર્જી થવાના ચાન્સિસ સૌથી વધારે હોય છે. એલર્જી થવાન કારણે શ્વાસ ફુલે છે. આ સાથે જ શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે યોગા અને એક્સેસાઇઝ કરવી ખૂબ જરૂરી છે.
પ્રદુષણને કારણે થાય છે આ એલર્જી
વારંવાર છીક આવવી
માથુ ભારે થઇ જવું
નાક બંધ થઇ જવું
આંખો લાલ થવી
ઉધરસ આવવી
ખંજવાળ આવવી
સ્કિન પણ દાણાં થઇ જવા
ગળામાં દુખાવો થવો
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર