Home /News /lifestyle /તમારા નસકોરાંથી બીજાની ઊંઘ થાય છે ખરાબ, જાણો કેવી રીતે છૂટકારો મેળવશો

તમારા નસકોરાંથી બીજાની ઊંઘ થાય છે ખરાબ, જાણો કેવી રીતે છૂટકારો મેળવશો

ઊંઘવાની મુદ્રા બદલો.

How to stop snoring: અનેક લોકોના નસકોરાં બહુ જ વધારે બોલતા હોય છે. બાજુમાં ઊંઘતી વ્યક્તિના જ્યારે નસકોરાં બોલે ત્યારે ખાસ કરીને ઊંઘ ખરાબ થાય છે અને બીજો દિવસ આખો બેચેની ભર્યો રહે છે. આમ, જો તમે આ ટિપ્સ ફોલો કરો છો તો નસકોરાંને બંધ કરી શકો છો.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઊંઘતા સમયે શ્વાસ લેવાની સાથે-સાથે જે અવાજ આવે છે એને નસકોરાં કહેવાય છે. નસકોરા ઊંઘ સાથેની એક એવી સમસ્યા છે જેનાથી વ્યક્તિ પોતે હેરાન થતો નથી પરંતુ બીજા લોકોની ઊંઘ ખરાબ થાય છે. નસકોરાં ત્યારે બોલે છે જ્યારે વ્યક્તિ શ્વાસ અંદરની તરફ ખેંચે છે. ઘણી વાર લોકો વિચારતા હોય છે કે આ સમસ્યા એક સામાન્ય છે અને આની સારવાર કોઇ નથી, પરંતુ આ વાત ખોટી છે. ઊંઘતી વખતે શ્વાસ લેવો અને છોડીએ છીએ ત્યારે ગરદનની માંસપેશિઓ વધારે શિથિલ થઇ જાય છે જેનાથી વાયુમાર્ગ સંકોચાઇ જાય છે અને નસકોરાં બોલે છે.

    હેલ્થ શોટ્સની ખબર અનુસાર ઘણી વાર ઠંડીમાં નાક બધ થવાને કારણે પણ નસકોરાં બોલતા હોય છે. આ સ્લીપ એપનિયા જેવી બીમારીને કારણે પણ થઇ શકે છે. તો જાણી લો તમે પણ એ ઉપાયો વિશે જેનાથી તમે નસકોરાંમાંથી છૂટકારો મેળવી શકો છો.

    આ પણ વાંચો:ઠંડીની સિઝનમાં 4 ગ્રામ આદુ શરીરમાં કરે છે આ કમાલ

    ઊંઘવાની મુદ્રા બદલો


    તમારા નસકોરાં વધારે બોલે છે અને તમારી બાજુમાં ઊંઘતી વ્યક્તિ આ વિશે તમને કહે છે તો તમે તમારી ઊંઘવાની મુદ્રા બદલો. તમે પીઠના બળ પર સૂઇ જતા હોય તો તમે પણ નસકોરાં બોલતા હોય છે. આ માટે તમે ઊંઘવાની મુદ્રા બદલો. આમ કરવાથી નસકોરાં બોલતા બંધ થઇ જશે.

    વજન ઓછુ કરો


    ઘણી વાર બોડી માસ ઇન્ડેક્સ વધારે હોવાને કારણે નસકોરાં બોલતા હોય છે. તમારું વજન સામાન્ય કરતા વધારે છે તો તમારે વજન ઉતારવું જોઇએ. આ માટે તમારે વધતા વજન પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

    આ પણ વાંચો:દારૂનો નશો ઉતારી દો આ ઘરેલું ઉપાયોથી

    રાત્રે ઊંઘતા પહેલાં દારૂ ના પીશો


    ઘણાં લોકો રાત્રે ઊંઘતા પહેલાં દારૂ પીતા હોય છે. આમ, જો તમને પણ આવી આદત છે તો તમારે બદલવી જોઇએ. રાત્રે ઊંઘતા પહેલાં દારૂ પીવાને કારણે પણ નસકોરાં વધારે બોલતા હોય છે. તમારે ઊંઘતા પહેલાં ઓછામાં ઓછા 3 થી 4 કલાક દારૂ પીવાથી બચવુ જોઇએ.


    પૂરતી ઊંઘ લો


    નસકોરાં બોલવા એનું સૌથી મોટું કારણ અપૂરતી ઊંઘ પણ હોઇ શકે છે. આ માટે તમે પૂરતી ઊંઘ લો. પૂરતી ઊંઘ લેવાથી નસકોરાં બોલાતા બંધ થઇ જાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन