એન્ઝાઇટીમાં તમને તમારી આસપાસ રહેતા લોકો અનુભવાતા જ નથી, તમે બહુ ચિંતા કરો છો અને અકારણે થાક અને ચિડાયા બની જાવ છો. વળી તમને સુવામાં પણ તકલીફ પડે છે. અને કોઇ કામમાં ધ્યાન લગાવવું તમારા માટે શક્ય નથી બનતું.
ઘણી વખત કામનું દબાણ અથવા રજા વગર કામ કરવાના કારણથી લોકો ઑફિસ સ્ટ્રેસનો શિકાર બને છે. 9 કલાક ઑફિસમાં કામ કર્યા બાદ તેમની પાસે એ પણ આશા રાખવામાં આવે છે કે તેઓ વર્ક ફ્રોમ હોમ પણ કરે. આ સ્થિતિમાં ઘણાં પોતાના પરિવાર અને પર્સનલ લાઈફને નથી માણી શકતા. તેનાથી ધીમે ધીમે લોકોમાં કામ, સ્વાસ્થ્ય અને જીવનમાં નીરસતા ઘર કરી જાય છે. જેનો ઘણો ખરાબ પ્રભાવ પડે છે. આવો જાણીએ ઑફિસ સ્ટ્રેસ થવાના કારણે અને તેને દૂર કરવાના ઉપાયો..
ઑફિસ સ્ટ્રેસના કારણો:
ઑફિસ સ્ટ્રેસ થવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે, જેવા કે કામનું દબાણ, વારંવાર શિફ્ટની અનિયમિતતા, બૉસનું દરેક કામમાં કચકચ અથવા સપોર્ટિવ ન હોવું, સહકર્મીઓનો ખરાબ વ્યવહાર અને તે એક જ કામ સતત કરતા રહેવું વગેરે...
આ રીતે કરો ભગાડો ઑફિસ સ્ટ્રેસ:
અનેક વાર લોકો સમજી જ નથી શકતા કે તેઓ કેટલા ટેન્શનમાં છે અને વાત વાત પર કારણ વગર ચીડાઈ જાય છે. તેને સમજવા માટે રોજ ડાયરી લખવાની આદત પાડો. ડાયરીમાં દિવસભરની સકારાત્મક અને નકારાત્મક બાબતોનો સમાવેશ કરો. તેનાથી તમે સમજી શકસો છો, ક્યારે તમે સારું અનુભવો છો અને ક્યારે વધુ ચિંતિત છો. તેને સમજ્યા બાદ તમે તેને ઠીક કરવા બાબતે પણ ચોક્કસપણે વિચારો. ઉદાહરણ તરીકે, આજે તમારા બોસે કોઈ કામને લઈને ખટપટ થઈ હોય અથવા તો કોઈ સહકર્મી સાથે ઝઘડો થયો હોય તો, તણાવમાં રહેવા કરતાં ઠંડા મગજથી વિચારો અને તેની ઉપર કામ કરો. બોસ અથવા કોઈ સહકર્મી સાથે વાત કરો, જેથી તેનો સુલેહ કરી શકાય. કારણ વગર મનમાં કોઈ મેલ ન રાખશો. તેનાથી તમારા મનમાં નકારાત્મકતા અને તણાવ વધશે.