Home /News /lifestyle /આ ફૂડ્સ ખાઓ અને થોડા જ કલાકમાં વધારો પ્લેટલેટ્સ કાઉન્ટ! દવાખાનમાં દાખલ થયા વગર જ ડેન્ગ્યુમાંથી મળશે છૂટકારો

આ ફૂડ્સ ખાઓ અને થોડા જ કલાકમાં વધારો પ્લેટલેટ્સ કાઉન્ટ! દવાખાનમાં દાખલ થયા વગર જ ડેન્ગ્યુમાંથી મળશે છૂટકારો

આ રીતે ડેન્ગ્યુમાં વધારો પ્લેટલેટ્સ કાઉન્ટ

How to increase platelet count naturally: આ દિવસોમાં ડેન્ગ્યુના કેસમાં સતત વઘારો થઇ રહ્યો છે. ડેન્ગ્યુ થાય ત્યારે પ્લેટલેટ્સ કાઉન્ટ્સ ઘટી જાય છે. આ કાઉન્ટને વધારવા ખૂબ જરૂરી હોય છે. આમ, જો તમે આ વસ્તુઓને ડાયટમાં ઉમેરો છો તો નેચરલી કાઉન્ટ્સમાં વધારો થાય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિવસને દિવસે ડેન્ગ્યુના કેસમાં હાલમાં વધારો થઇ રહ્યો છે. ડેન્ગ્યુના કેસમાં કાઉન્ટ્સ ઘટી જવાને કારણે દવાખાનમાં દાખલ થવું પડે છે. ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા પછી અનેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સમયમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જાય છે જેના કારણે વ્યક્તિનું જોખમ વધી જાય છે. આ સમયમાં ખાવા-પીવાની બાબતને લઇને અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મેડિકલ ન્યૂઝ ટુડેના જણાવ્યા અનુસાર કેટલાંક એવા વિટામીન અને મિનરલ્સ હોય છે જે તમારા પ્લેટલેટ્સને વધારવામાં મદદ કરે છે. તો જાણી લો તમે પણ ડેન્ગ્યુ થવા પર કઇ વસ્તુઓ ખાવામાં આવે તો પ્લેટલેટ્સ ઝડપથી વધી જાય છે.

    આ પણ વાંચો: ભૂલ્યા વગર રોજ આ ટાઇમે એક ચમચી ખાઓ કાળા તલ

    પ્લેટલેટ્સ કાઉન્ટ વધારો આ વસ્તુઓથી


    ફોલેટ રિચ ફૂડ


    ફોલેટ એટલે કે વિટામીન બી હેલ્ધી બ્લડ સેલને વધારે છે. એવામાં તમે ડાયટમાં વધારેમાં વધારે લીલા શાકભાજી, બીન્સ અને ચોખાને એડ કરો.

    વિટામીન બી12 રિચ ફૂડ


    રેડ બ્લડ સેલ્સના ફોર્મેશનમાં વિટામીન બી12 ખૂબ ફાયદાકારક છે. આની ઉણપથી શરીરમાં પ્લેટલેટ્સ ઓછા થઇ જાય છે. આ માટે તમે ડાયટમાં ઇંડા, બદામ દૂધ, સોયા મિલ્કક અને ગોળનું સેવન કરી શકો છો.

    આ પણ વાંચો: યુરિનમાં લોહી પડે તો તરત જ કરો આ કામ

    વિટામીન સી રિચ ફૂડ


    વિટામીન સી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. આ પ્લેટલેટ્સને વધારે છે. આ માટે તમે બ્રોકલી, સ્પ્રાઉટ્સ, લાલ શિમલા મરચા, નારંગી જેવી અનેક વસ્તુઓનું સેવન કરી શકો છો.

    વિટામીન ડી રિચ ફૂડ


    સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિટામીન ડી બોન મેરો સેલ્સના પ્રોડક્શનમાં મદદ કરે છે જે પ્લેટલેટ અને રેડ બ્લડ સેલ્સના પ્રોડક્શન માટે બહુ જરૂરી છે. આ માટે તમે રોજ તમારા ડાયટમાં ઇંડા, ઓઇલ ફિશ, સીરિયલ, મશરૂમ જેવી અનેક વસ્તુઓને એડ કરી શકો છો.


    ખાસ નોંધ


    તમને શરીરમાં ડેન્ગ્યુના લક્ષણો દેખાય છે તો તમે આ વાતને જરા પણ ઇગ્નોર કરશો નહીં. લક્ષણો દેખાતા તમે તરત જ ડોક્ટરની પાસે જાવો અને આગળની ટ્રિટમેન્ટ કરાવો. પ્લેટલેટ્સ વધારે ઘટી જાય છે તો બીજા પ્રોબ્લેમ્સ થવાના ચાન્સિસ ખૂબ વધી જાય છે. આ માટે પ્રાઇમરી ટ્રિટમેન્ટ લેવી ખૂબ જરૂરી છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Dengue, Life Style News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन