Home /News /lifestyle /અનિદ્રાની સમસ્યાથી કંટાળી ગયા છો? તો કાનની પાછળનો આ મેઝિક પોઇન્ટ દબાવો, સેકેન્ડોમાં ઘસઘસાટ ઊંઘી જશો
અનિદ્રાની સમસ્યાથી કંટાળી ગયા છો? તો કાનની પાછળનો આ મેઝિક પોઇન્ટ દબાવો, સેકેન્ડોમાં ઘસઘસાટ ઊંઘી જશો
ઊંઘ ના આવવાથી અનેક સમસ્યાઓ થાય છે.
How to Get Instant Sleep: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો અનિદ્રાના રોગથી પીડાતા હોય છે. અનિદ્રાની સમસ્યામાંથી છૂટકારો મેળવવો ખૂબ જરૂરી છે. આમ, જો તમે આ એક્યુપંક્ચર પદ્ધતિનો સહારો લો છો તો રાત્રે ઘસઘસાટ ઊંઘી જશો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સ્લીપ ડિસઓર્ડર આજે બહુ મોટી એક સમસ્યા લોકો માટે બની ગઇ છે. બદલાતી લાઇફ સ્ટાઇલ અને આધુનિક સુવિધાઓએ આજના માણસોની ઊંઘ લઇ લીધી છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો અનિદ્રાના રોગથી પીડાતા હોય છે. અનિદ્રાના રોગમાં વ્યક્તિને રાત્રે ઊંઘ આવતી નથી જેના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રાત્રે ઊંઘ સારી આવે એ માટે પર્યાપ્ત ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. ઘણાં લોકો ઊંઘની દવા લેતા હોય છે. જો કે આ લાંબા ગાળે અનેક રીતે નુકસાન પહોંચાડે છે.
તો આજે અમે તમને એક રીત વિશે જણાવીશું જેની મદદથી તમે રાત્રે ઘસઘસાટ ઊંઘી જશો. એક એક્યુપંક્ચર એક્સપર્ટે રાત્રે સારી ઊંઘ લાવવા માટે એક સરળ રીત જણાવી છે. એમને જણાવ્યું કે કાનની પાછળ ઊંઘ લાવવા માટેનું એક મેઝિક બટન હોય છે જેને દબાવીને તમે રાત્રે ભરપૂર ઊંઘ લઇ શકો છો.
કાનની પાછળ હોય છે આ મેઝિક બટન
ઇન્ડિયન એક્સપ્રેસમાં છાપેલી ખબર અનુસાર ચીની ચિકિત્સા પદ્ધતિ એક્યુપંચરના પ્રેક્ટિશનર રાદોસ્લાવે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યુ છે કે રાત્રે ઊંઘ લાવવા માટે એક્યુપંક્ચર બહુ સરળ અને સસ્તી રીત છે. આ માટે તમારે કોઇ પૈસા ખર્ચવાની જરૂર રહેતી નથી.
રાદોસ્લાવ કહે છે કે...દરેક વ્યક્તિ રાત્રે સારી ઊંઘ લે એ ખૂબ જરૂરી છે. આ પહેલાં મગજને શાંત અને રિલેક્સ કરવુ ખૂબ જરૂરી છે. આમ, જો તમને પણ રાત્રે ઊંઘ આવતી નથી તો તમે એક્યુપંક્ચરની મદદ લો.
આટલું કરશો મસ્ત ઊંઘ આવશે
રાદોસ્લાવ આ વિશે જણાવે છે કે..આ માટે તમારા કાનની પાછળ તમે એક પોઇન્ટને પકડો. રાત્રે ઊંઘતા પહેલાં રિલેક્સ થઇ જાવો અને સ્ટ્રેસ ફ્રી રહો. પછી ઇયરબોલના પાછળ એક પોઇન્ટ છે. હવે આંગળીની મદદથી આ પોઇન્ટને 30 સેકેન્ડ સુધી બન્ને પોઇન્ટને દબાવી રાખો. આ પોઇન્ટ દબાવતી વખતે છાતી ખુલી જશે. આ સાથે જ હાર્ટમાં લોહી પહોંચશે તમને રિલેક્સ ફીલ કરશો. પછી તમે ક્યારે ઊંઘી જશો એની તમને જાણ જ નહીં થાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર